માનસિક રીતે હારેલ વિન્ડીઝ શ્રેણી ગુમાવશે??

વિન્ડીઝની હાર વચ્ચે વરસાદ આવી જશે તો જ શ્રેણી સરભર થશે !!

માન્ચેસ્ટર ખાતે આવેલા ઓલ્ડ ટ્રેડફોર્ડ ખાતે ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ રમાય રહી છે જેમાં ઈંગ્લેન્ડે પ્રથમ ઈનીંગમાં ૩૬૯ રન કર્યા હતા જેનાં જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ ઈનીંગમાં ૧૯૭ રને ઓલ રાઉટ કરી દીધું હતું જેનાં જવાબમાં ઈંગ્લેન્ડે બીજી ઈનીંગમાં ૨૨૬ રન કરી ડિકલેર થઈ જતા વિન્ડીઝને ૩૯૯ રન જીતવાનો લક્ષ્યાંક આપ્યો હતો. ત્રીજા દિવસનાં અંતે વિન્ડીઝે ૧૦ રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે પરંતુ આજરોજ ઓલ ટ્રેડફોર્ડ ખાતે જો વરસાદનું વિઘ્ન નડે અને આવતીકાલે પણ આ સમસ્યા ઉદભવિત થાય તો શ્રેણી સરભર થવાના પુરા ચાન્સ રહેલા છે. પ્રશ્ર્ન એ ઉદભવિત થાય છે કે, બાકી રહેતા બે દિવસ હોવા છતાં ઈંગ્લેન્ડે દાવ ડિકલેર કરવાનું શું કારણ હોય શકે?

ક્રિકેટ તજજ્ઞોનું માનવું છે કે, આજનો દિવસ વરસાદી હોવાના કારણે જો રમત રોકાય તો ઈંગ્લેન્ડને પુરતો ચાન્સ રહેશે પરંતુ બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ જો શ્રેણી સરભર કરવી હોય તો વરસાદનું આવું અનિવાર્ય છે. સાથો સાથ સ્ટુવટ બ્રોડ જો એક વિકેટ લ્યે તો તે ૫૦૦ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બની જશે. હાલ વેસ્ટ ઈન્ડિઝની માનસિક સ્થિતિ અત્યંત નબળી હોવાના કારણે શ્રેણી ગુમાવવાનો પ્રશ્ર્ન ઉદભવિત થયો છે. ટેસ્ટ મેચનાં પ્રારંભથી જ ઈંગ્લેન્ડે માઈન્ડ ગેમ રમી વેસ્ટ ઈન્ડિઝને હંફાવ્યું હતું પરંતુ હજુ બે દિવસ બાકી હોવાથી અને વરસાદનું વિઘ્ન રહેવાના કારણે શ્રેણી સરભર થવાના ચાન્સ વધુ પ્રબળ બન્યા છે. વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં માન્ચેસ્ટર ખાતે ૩૯૯ રનનો પીછો કરતા ૨ વિકેટે ૧૦ રન કર્યા છે. ક્રેગ બ્રેથવેટ ૨ રને અને શાઇ હોપ ૪ રને રમી રહ્યા છે.  બ્રોડ ટેસ્ટમાં ૫૦૦ વિકેટથી માત્ર એક શિકાર દૂર છે. જેમાં પ્રથમ ઇનિંગ્સની અંતિમ ૪ અને બીજી ઇનિંગ્સમાં પડેલી બંને વિકેટનો સમાવેશ થાય છે. ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝને ત્રીજી અને અંતિમ ટેસ્ટ જીતવા માટે ૩૯૯ રનનો ટાર્ગેટ આપ્યો છે.

સ્ટુવટ બ્રોડે ટેસ્ટ કારકિર્દીમાં ૧૮મી વાર એક ઈનીંગમાં ૫ વિકેટ લીધેલ છે જેમાં વેસ્ટ ઈન્ડિઝે અંતિમ ૪ વિકેટ માત્ર ૨૧ રનમાં જ ગુમાવી હતી જે તમામ વિકેટ સ્ટુવટ બ્રોડ દ્વારા લેવામાં આવી હતી ત્યારે હાલ બ્રોડ ૫૦૦ ટેસ્ટ વિકેટ માટે માત્ર એક જ વિકેટ દુર છે ત્યારે આજનો દિવસ વરસાદ આવે અને રમત રોકાય તો આવતીકાલનાં દિવસમાં ઈંગ્લેન્ડે વિન્ડીઝની બાકી રહેતી ૮ વિકેટ પાળવી ફરજીયાત બનશે જયારે વેસ્ટ ઈન્ડિઝ ઈચ્છે કે આજ અને કાલ વરસાદ રહે તો મેચ ડ્રો થવાથી શ્રેણી પણ સરભર થઈ શકે છે.

Loading...