મુંબઈ ઈન્ડિયન્સમાં મેચ વિનરોની ‘લાઈન’ આઈપીએલ-૧૩માં જીત નિશ્ચિત બનાવશે ?

ડી કોક, હાર્દિક, ઈસન કિશન, પોર્લાડ, બુમરાહ અને બોલ્ટ ટીમના મહત્વપૂર્ણ પાસા

આજે આઈપીએલની ૧૩મી સિઝનનો ફાઈનલ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ વચ્ચે રમાશે તેમાં આજના મેચમાં હોટ ફેવરીટ તરીકે મુંબઈ ઈન્ડિયન્સ માનવામાં આવી રહી છે. આઈપીએલના લીગ મેચમાંથી જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી વિપક્ષીઓને ઘુંટણીયે પાડયા છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સમાં મેચ વિનરોની સૌથી મોટી લાઈન જોવા મળી રહી છે. જે તેમની જીત નિશ્ર્ચિત બનાવશે તેવું ચિત્ર પણ સામે આવી રહ્યું છે. મેચ વિનરો માટેની જો વાત કરવામાં આવે તો ડી કોક, હાર્દિક પંડયા, ઈસન કિશન, કેરોન પોલાર્ડ, જસપ્રીત બુમરાહ અને બોલ્ટ ગમે ત્યારે મેચનું રૂપ બદલાવી શકવા સક્ષમ છે.

અત્યાર સુધી આઈપીએલના લીગ મેચમાં મુંબઈની ટીમને હરાવવા માટે ઘણીખરી ટીમોએ મહેનત કરી છે પરંતુ તેમને જે માત મળવી જોઈએ તે હજુ મળી શકી નથી. દિલ્હી કેપીટલ અંગે જો વાત કરવામાં આવે તો દિલ્હીની ટીમની સરખામણી હાલના સમયમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે થઈ શકે તેમ નથી. દિલ્હી કેપીટલ ફાઈનલમાં પ્રથમ વખત પહોંચ્યું છે જેથી તેના પર જવાબદારીની સાથો સાથ પ્રેશર પણ ઘણાખરા અંશે જોવા મળશે. પેપર પર જો વાત કરવામાં આવે તો દિલ્હી કેપીટલ બેટીંગ, ફિલ્ડીંગ કે બોલીંગમાં મુંબઈ ઈન્ડિયન્સની સામે સરખામણી કરી શકે તેમ નથી.

દિલ્હી કેપીટલ પાસે માર્કસ સ્ટોઈનીસ, શિખર ધવન, શ્રેયશ અય્યર, રિષભ પંત, અજીકય રહાણે, રબાડા જેવા ખેલાડીઓ છે પરંતુ ટીમ એકલા હાથે મેચ જીતાડવા જે ખેલાડીઓ ટીમ પાસે હોવા જોઈએ તે જોવા મળતા નથી. હાલ આ સફળ પાસુ માત્ર મુંબઈ ઈન્ડિયન્સ પાસે જ જોવા મળી રહ્યું છે ત્યારે ફાઈનલ જે દુબઈ ખાતે રમાવવા જઈ રહ્યો છે તે મેચ અત્યંત રોમાંચક તબકકામાં જોવા મળશે અને હાલની સ્થિતિ પ્રમાણે મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ જીતશે તેવું માનવામાં પણ આવી રહ્યું છે.

Loading...