Abtak Media Google News

વિશ્ર્વના મોટાભાગના દેશોમાં હાહાકાર મચાવનારા કોરોનાના કહેરને દેશમાં ફેલાતો રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો હતો. આ લોકડાઉન દરમ્યાન જીવનજ‚રી સિવાયના તમામ ધંધા વ્યવસાય બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ લોકડાઉનથી અર્થતંત્રને થતા નુકશાનને બચાવવા કેન્દ્ર સરકાર દ્વારા અનલોકન જાહેર કરીને વિવિધ છુટછાટો આપી હતી. ‘અનલોક-૧’માં હોટલ, રેસ્ટોરન્ટ સહિતના તમામ ધંધા રોજગારો ખોલવાની છુટ આપવામાં આવી હતી પરંતુ જેને રાત્રે સાત વાગ્યા બાદ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આ નિર્ણયના કારણે રાત્રે મદત્તમ ગ્રાહકો ધરાવતા હોટલ અને રેસ્ટોરન્ટોને ભારે તકલીફ ભોગવવી પડતે હતી. જેથી હોટલ:, રેસ્ટોરન્ટો સંચાલકોએ રાજય સરકારને ‘અનલોક-૨.૦’માં  બંધ કરવાની સમય મર્યાદામાં છુટછાટ આપવા માંગ કરી હતી રાજય સરકારે ‘અનલોક-૨.૦’ હોટલ અને રેસ્ટોરન્ટોને રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલુ રહેવા દેવાની છૂટ આપવનો નિર્ણય કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અબતક દ્વારા અનલોકની સ્થિતિમાં હોટલ-રેસ્ટોરન્ટની પરિસ્થિતિનો તાગ લગાવવા પ્રયાસ થયો છે.

રાજયનાં હોટલ અને રેસ્ટોરન્ટ એસોસીએશનના આગેવાનોએ તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને મળીને અનલોક-૧માં સમયમર્યાદાનાં કારણે તેમના વ્યવસાયને ભારે નુકશાન થઈ રહ્યું છે અમરા વ્યવસાયમાં ગ્રાહકોનો સમય રાત્રીનો હોય મોટાભાગન હોટલ અને રેસ્ટોરન્ટો રાત્રે જ ધમધમે છે. રાત્રે સાત વાગ્યે બંધ કરવાની હાલની મર્યાદાના કારણે રાજયના હોટલ અને રેસ્ટોરન્ટોમાંથી ૭૦ ટકા બંધ જેવી હાલતમાં છે. લોકડાઉનમાં સંપૂર્ણ બંધ રહેવાના કારણે ભારે આર્થિક મુશ્કેલી અનુભવનારા આ ઉદ્યોગ પર સાંજે સાત વાગ્યા બાદ બંધ કરી દેવાની મર્યાદા પડયા પર પાટા સમાન છે. જેથી, આગામી ૧લી જુલાઈથી અમલી બનનારા અનલોક ૨.૦માં હોટલ અનેક રેસ્ટોરન્ટોને રાત્રે ૧૧ વાગ્યા સુધી ખૂલ્લી રાખવાનીછૂટ આપવા રજૂઆત કરી હતી.

હોટલ અને રેસ્ટોરન્ટ એસોસીએશનની આ રજૂઆત અંગે રાજયની સંવેદનશીલ ગણાતી ‚પાણી સરકારે યોગ્ય નિર્ણય કરવાની ખાત્રી આપી છે. રાજય સરકારે ‘અનલોન-૨.૦’ માટેની છૂટછાટો અંગે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની યાદી બનાવી છે.

તેમાં પણ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસીએશનની રજૂઆતનો સમાવેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી આગામી ૧લીજુલાઈથી રાજયભરમાં હોટલ અને રેસ્ટોરન્ટો રાત્રે ૧૧ વાગ્યા સુધી ધમધમી શકશે તેવો સુત્રોએ દાવો કર્યો છે.

સરકાર હવે રેસ્ટોરન્ટ અને હોટેલ્સ ઈન્ડસ્ટ્રીઝનું ધ્યાન રાખે: નંદનભાઈ પોબા‚(ચિલિઝા)

Vlcsnap 2020 06 29 09H33M50S66

ચિલિઝા રેસ્ટોરન્ટના માલિક નંદનભાઈ પોબારુંએ ‘અબતક’ સાથે ની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, સરકાર દ્વાર હોટલ અને રેસ્ટોરન્ટને સમય મર્યાદામાં વધારો કરી આપવા વિચારણા ચાલે છે. તેને અમે આનંદમય થઈ આવકારી રહ્યા છીએ અમારા ધંધાને ધ્યાનમાં રાખી સરકારને મારી અપીલ છે કે રાત્રીના ૧૧ વાગ્યા સુધી જો અમે રેસ્ટોરન્ટ શ‚ રાખવા દેશે તો ધંધા માટે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. સમય મર્યાદા સાથે અમે સોશિયલડિસ્ટંન્સીંગનો ખ્યાલ રાખીશું પચાસ ટકા ઓકયુપેનીશેથી જ ગ્રાહકોને રેસ્ટોરન્ટમાં બેસાડીશું કોરોના કહેર વચ્ચે હવે આપણે સૌએ જીવવું પડશે. એ સત્ય હકિકત છે. મોલ, થિયેટર, રેસ્ટોરન્ટ આ બધી જગ્યાએ લોકોનો ઘસારો થતો હોય છે. તો સ્વાભાવિક છે. અમને પણ જોખમ રહેતું હોય છે. છતા પણ અમે સ્ટાફને સાવચેતી અને સલામતિની તમામ તકેદારીથી સજજ કરીને રેસ્ટોરન્ટ ખાતે કામ કરાવી રહ્યા છીએ.

અમારા કર્મચારીઓનું પણ રેગ્યુલર ચેકઅપ કરવામાં આવે છે. રેસ્ટોરન્ટ પર ગ્રાહકો માટે ટચલેશ મેનુની સુવિધા કરવામાં આવી છે. ગ્રાહક પોતાના ફોનમાથી કયુઆર કોડ સ્કેન કરી અમા‚ મેનું તેના ફોન પર જોઈ અને તેની મનપસંદ વાનગીનો ઓર્ડર કરી શકે છે.

અમારા સ્ટાફ દ્વારા માત્ર ઓર્ડરની સર્વીસ આપવામાં આવશે જે તમામ સાવચેતી તકેદારી ને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે.

સીટીના ટ્રેન્ડની વાત કરીએ તો લોકોને રાત્રીના ભાગમાં બહાર જઈને પોતાના મનપસંદ ભોજન અથવા વાનગીઓની સ્વાદ લેવો ગમતો હોય છે. સરકારને વિનંતી છે કે હવે હોટલ્સ અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

ભયમુકત વાતાવરણ સાથે ગ્રાહકોને પારિવારિક આનંદ આપતુ ધ ગ્રાન્ડ ઠાકર: ગોપાલભાઇ ઠાકર

Vlcsnap 2020 06 29 09H34M36S15

ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટના માલિક ગોપાલભાઇ ઠાકરે અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે અનલોક-ર માં સરકાર દ્વારા જે નિર્ણય લેવાનો વિચાર ચાલી રહ્યો છે. તેમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં સમય મર્યાદા વધારવાનો નિર્ણય લેવાય તેને અમે આવકારી રહ્યા છે. જેમાં અમારી  ધંધા વ્યાપારની તકો ઉજજવળ થશે. સરકાર દ્વારા જે દિવસથી હોટલ અને રેસ્ટોરન્ટ ખાતે હોમ ડીલેવરી શરૂ કરવા નો નિર્ણય લેવામાં આવ્યો અમારી રેસ્ટોરન્ટ ખાતે સાવચેતીઓ અને સલામતિની તમામ તકેદારી અમે રાખી છે. જેથી માત્ર ગ્રાહક નહિ પણ અમારા કર્મચારીઓ પણ જોખમ મુકત કામ કરી શકે તેમજ રેસ્ટોરન્ટ ખાતે આવતા ગ્રાહકો ભયમુકત રહી પોતાના પરિવાર સાથે આનંદમય રીતે સમયે અહી વિતાવીને જઇ શકે છે. સમય મર્યાદાના વધારા સાથે અમે પણ અમારી બેઠક વ્યવસ્થામાં સોશ્યિલ ડીસ્ટન્સ રખાવી દીધું છે. માત્ર ૬૦ થી ૬૫ની બેઠક વ્યવસ્થા ગ્રાહકો માટે રાખવામાં આવે છે જે તેમાના પરિવારની સલામતિની પણ તકેદારીઓ રાખવામાં આવે છે. અમારા બેન્કવેટ હાલ ખાતે પણ સોશ્યિલ ડિસ્ટન્સીંગ રાખવામાં આવશે. હાલ જેટલી સરકારના નિયમ મુજબ માત્ર પ૦ જણાની છુટ છે તેટલા લોકોની વ્યવસ્થા કરવામાં આવે છે. આ તમામ તકેદાર રાખવાથી ગ્રાહક ખુદ જાતે અનુભવે છે કે મને અહીં કોઇ જાતનો ભય છે નહી છુટછાટમાં સરકાર શકય તેટલો રાત્રીના સમયમાં જો વધારો કરી આવે તો અમારા માટે ખુબ અને મહત્વનો નિર્ણય થઇ શકે છે.

અર્થતંત્રનું મહત્વનું સેગમેન્ટ હોસ્પિટાલીટી: શ્યામભાઇ રાયચુરા(ધ ફર્ન)

Vlcsnap 2020 06 29 09H33M56S129

ધ ફર્ન હોટલના માલિક શ્યામભાઇ રાયચુરાએ અબતક સાથેની  મુલાકાતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝ ના સહયોગ કરતા જો સમય મર્યાદામાં વધારો કરવાની નિર્ણય ચાલી રહ્યો છે. તે હોટલ અને હોસ્પિટાલીટી માટે ખુબ જ આવકાર દાયક પગલું રહેશે.

જો હોસ્૫િટાલીટી સેગ્મેન્ટની વાત કરવામાં આવે તો દેશના અર્થતંત્ર માટેનું સૌથી મોટું સેગ્મેન્ટ ગણી શકાય છે. સમય મર્યાદામાં વધારા સાથે હોટેલ્સ અને રેસ્ટોરન્ટના માલિકોની પણ જવાબદારીઓમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગ રાખી કામ કરાવવામાં આવે તે બાબતનું ખાસ ઘ્યાન રાખવામાં આવશે.

બેન્કવેટ હોલએ હોટલ માટેનો મહત્વનો ભાગ હોય છે લોકો નાના મોટા પ્રસંગોમાં બુક કરાવતા હોય છે તેમાં પણ અમે સોશ્યિલ ડિસ્ટન્સીંગ રખાવી ને કાર્યશ્રત કરાવ્યા ત્યારથી રેસ્ટોરન્ટ હોટલ બેન્કવેટ એ એવી જગ્યાઓ છે જયાં લોકો પોતાની ખુશીની પળો વિતાવવા આવતા હોય છે. પોતાના પ્રસંગો અને સમયનો યાદગાર કરવા માંગતા હોય છે.

મનોરંજન મેળવા ઇચ્છતા હોય છે ત્યારે આ વાતાવરણને અમે ભયમુકત રાખવા તમામ પ્રયાસો કરતા હોઇએ છીએ બેઠક વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સોશ્યિલ ડિસ્ટન્સીંગના નિયમોનું પુરુ પાલન કરવામાં આવતું હોય છે.

સરકારે સમય મર્યાદા દુર કરી રાત્રીનો સમય લંબાવવો જોઇએ: સાગર પીપલીયા(રીયલ પેપરીકા)

Vlcsnap 2020 06 27 09H14M06S1

રીયલ પેપરીકા રેસ્ટોરન્ટ ના માલીક સાગરભાઇ પીપલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે કોરોનાને કારણે સરકારે જે સમય નકકી કર્યો છે. તે મર્યાદિત સમય છે હજુ પણ સમયમર્યાદામાં વધારો થવો જોઇએ જેથી માણસોને રોજગાર પુરતા મળી રહે સાથે સાથે પાર્સલની સુવિધામાં છુટછાટ મળે તો રાત્રે મોડે સુધી પાર્સલ બનાવીને ડીલીવરી કરી શકાય. અત્યારે પણ અમે ડીલીવરી લોજ તથા રેસ્ટોન્ટમાં કામ કરતા માણસોને સેનેરાઇઝ કરીએ છીએ અને ડીલીવરી સમયે પણ બોડી ટેમ્પરેચર માપીને સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાય તેની કાળજી પણ રાખવામાં આવે છે. સરકારને હું એવી અપીલ કરું છું કે રાત્રીનો સમય વધારવામાં આવે તો ખુબ સારુ રહેશે કારણ કે રાત્રે જ ઘણા માણસો પોતાના પરિવાર સાથે રેસ્ટોન્ટમાં આવતા હોય છે.

સરકારે હોટેલનો સર્વે કરી જયાં તમામ સુવિધા છે, તેને વધુ છૂટછાટ આપવી જોઇએ: એમ. એન. પુજારી(ગ્રીનલીફ)

Vlcsnap 2020 06 26 08H52M48S54

ગ્રીનલીફ રીસોર્ટ જનરલ મેનેજર એન.એમ. પુજારીએ જણાવ્યુ કે હાલમાં માત્ર સાત વાગ્યા સુધી રેસ્ટોરેન્ટ શરૂ‚ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. તે સમયમાં ૧૧ વાગ્યા સુધીનો તો વધારો થવો જ જોઇએ. જેથી લોકો રેસ્ટોરેન્ટમાં આવી શકે. આ ઉપરાંત સરકારે દરેક હોટેલનો સર્વે કરવો જોઇએ. જયા સરકારના નીતિ નિયમોનું પાલન થતુ હોય ત્યા પરવાનગી આપવી જોઇએ. ગ્રીનલીફ ઘટેશ્ર્વર પાર્ક સહિતની કેટલીય એવી હોટેલ છે. જેમાં સરળતાથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે છે. સરકારે સર્વે કરી પરવાના આપવા જોઇએ. તેમણે વધુમાં ઉમેર્યુ કે ગ્રીનલીફમાં એક હજાર વ્યકિતઓને પણ સામાજીક અંતર રખાવી શકાય તેવી વ્યવસ્થા છે. ઉપરાંત રસોડું, સિટીંય એરીયા તમામ જગ્યાઓ પર સેનેટાઇઝીગની વ્યવસ્થા અને ટેબલ પણ સામાજીક અંતર જળવાઇ રહે તે રીતે મુકવામાં આવ્યા છે. ત્યારે સરકાર હવે સમય વધારે તો હોસ્પિટાલીટી સેકટર આગળ ધમધમી શકશે.

હોટેલ માટે સરકારે ૨૪ કલાકના પરવાના આપવા જોઇએ: નૈમીભાઇ ખખ્ખર(ચૌકીઢાણી)

Vlcsnap 2020 06 26 08H56M38S44

ચૌકીઢાણીના એમ.ડી. નૈમીભાઇ ખખ્ખરે જણાવ્યુ કે ૨૨મી માર્ચ સુધી રેસ્ટોરેન્ટ ૨૪ કલાક ચાલુ રહેતા હતા. જેમાં હાલમાં માત્ર ૭ વાગ્યા સુધી જ હોટેલ શ‚ રહે છે. શકય હોય તો સરકારે રેસ્ટોન્ટમાં ૨૪ કલાકની છૂટ આપવી જોઇએ. જેથી લોકોને પણ અલગ અલગ સમયે બહાર નિકળવા વિકલ્પ મળી રહેશે.

હાલમાં જે સ્થિતિ છે. તેના કારણે અમુક વર્ગ એવો છે કે ૭ વા્યફે ફ્રી થાય છે. ત્યારે સાત વાગ્યે તેઓ આવી શકવાના નથી. હાલમાં અમે પુરી સાવચેતી સાથે રેસ્ટોરેન્ટમાં પચાસ ટકા ટેબલ જ રાખીને સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાય તેવી વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત રસોડામાં શાકભાજીને પાણી તથા સેનેટાઇઝીંગ ટેબલેટ દ્વારા વોશ કરવામાં આવે છે. સાથે કુંકીંગ સમયે યોગ્ય ડ્રેશઅપ પણ રાખવામાં આવ્યો છે.

તેમણે જોખમો વિશે જણાવ્યુ કે હોટેલમાં જે તે પરિવાર જાય તો તેમને ખ્યાલ જ છે. પરિવારમાં કોઇને કોરોના નથી. તેથી તેવો સાથે ફરી શકે છે. અને  હોટેલમાં પણ સેનેટાઇઝીંગ સોશ્યિલ ડિસ્ટન્સીંગ સહિતની તકેદારીઓ રાખવામાં આવે છે.

સ્વચ્છતા અને સાવચેતીથી સજજ સોનાલી રેસ્ટોરન્ટ: શેખરભાઈ મહેતા

Vlcsnap 2020 06 29 09H34M25S160

સોનાલી રેસ્ટોરન્ટના માલિક શેખરભાઈ મહેતાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, રેસ્ટોરન્ટ અને હોટેલ્સનો સાચો સમય સાંજથી રાત્રીનો હોય છે. લોકો તેમન પરિવાર સાથે રાત્રીનાં બહાર નીકળી તેમની મનપસંદ વાનગીઓનો સ્વાદ લેવાનું પસંદ કરે છે. સરકાર સમય મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય લેતી હોય તો ખાસ રેસ્ટોરન્ટ અને હોટલ્સનું આવખતે ધ્યાન રાખે શહેરમાં ઘણા રેસ્ટોરન્ટ ભાડા પેટે ચાલતા હોય છે. તે લોકોની હાલત કફોડી થઈ છે.તો સમય મર્યાદામાં વધારો એ લોકો માટે અતિ મહત્વનો સાબીત થશે તેઓ આ ધંધામાં ટકી રહેશે અમારી રેસ્ટોરન્ટ ખાતે કર્મચારીઓને સલામતી અને તમામ તકેદારીઓ લેવડાવામાં આવે છે.કયાંક અમને પણ જોખમ રહેતું હોય છે. જેથી બને તેટલી તકેદારીઓ અમે લેતા હોય છીએ. તેમજ ગ્રાહકોની પણ તમામ તકેદારીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

સ્વચ્છતાની કાળજી ખૂબ કહેવાય છે. અમારા રેસ્ટોરન્ટ પર દરેક વ્યકિત કર્મચારી હોય કે ગ્રાહક બધાના ટેમ્પરેચર માપવામાં આવે છે. તેમજ સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ગ્રાહકો પણ પોતાની તકેદારીનું ખૂબ ધ્યાન રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.