Abtak Media Google News

આગામી સપ્તાહે જીએસટી કાઉન્સીલની મીટિંગ ઉપર ‘મીટ’!

ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ અમલી થતાની સાથે જ લોકોને લાગી રહ્યું છે કે, જીએસટીથી ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. હાલ દેશ ઉપર બે લાખ કરોડ રૂપિયાની ખાદ્ય હોવાથી કેવી રીતે આવકમાં વધારો કરવો તે પણ એક પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યો છે. સાથો સાથ બજારમાં તરલતાનાં અભાવે થતા લોકોમાં ખરીદ શકિતમાં ઘટાડો થવાથી જે રીતે દેશને આવક થવી જોઈએ તે થતી નથી. જેનાં કારણોસર અનેકવિધ આર્થિક સમસ્યાનો સામનો ભારત દેશ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તજજ્ઞોનું માનવું છે કે દેશમાં આવક તો જ શકય છે જયારે જીએસટી દેશને કમાયને આપશે અને ફંડ એકત્રિત કરશે. પ્રતિ વર્ષ જીએસટી દેશને એક લાખ કરોડ રૂપિયાની આવક કરવામાં મદદગાર સાબિત થાય છે. ગત સપ્તાહની વાત કરવામાં આવે તો જીએસટી કાઉન્સીલ દ્વારા સીન ગુડઝમાં જીએસટીનો દર વધારવામાં આવ્યો છે. સીન ગુડઝની જયારે વાત કરવામાં આવે તો તેમાં આલ્કોહોલ, તમાકુ, સોફટ ડ્રિંકસ, ડ્રગ્સ, ફાસ્ટફુડ, કોફી, સુગર જેવી ચીજ-વસ્તુઓમાં દર વધારવામાં આવ્યો છે. સાથો સાથ જીએસટીમાં ૨૫ ટકાનો સરચાર્જ પણ વધુ હોવાથી દેશને આવકમાં પણ મદદરૂપ સાબિત થતું હોય છે.

7537D2F3 10

આગામી સપ્તાહે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર થવાની અટકળો છે. સુસ્ત અર્થવ્યવસ્થામાં સરકાર આવ ધરાવ માટે જીએસટી સ્લેબમાં વધારો કરી શકે છે. ૧૮ ડિસેમ્બરના નાણા મંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વ હેઠળ જીએસટી કાઉન્સિલની બેઠક યોજાવાની છે. જીએસટી કલેક્શનમાં આ વર્ષે ઘટાડો નોંધાયો છે. તદુપરાંત ટેક્સ કલેક્શનમાં ઘટાડાથી કેન્દ્ર સરકારે રૂપિયા ૧૩,૭૫૦ કરોડ રાજ્ય સરકારને વળતર પેટે ચૂકવવા પડે છે. નવેમ્બરમાં જીએસટી કલેક્શન પાછલા ૩ મહિનાના ઘટાડા બાદ વધી રૂપિયા ૧.૦૩ લાખ કરોડ નોંધાયુ હતું. જે ઓક્ટોબર અને સપ્ટેમ્બરમાં અનુક્રમે રૂપિયા ૯૫,૩૮૦ કરોડ અને રૂપિયા ૯૧,૯૧૬ કરોડ રહ્યુ હતું. ઓગસ્ટમાં ૯૮,૨૦૨ કરોડ કલેક્ટ થયા હતા. ગત વર્ષે નવેમ્બરમાં રૂપિયા ૯૭,૬૩૭ કરોડ જીએસટી કલેક્શન થયુ હતું. જીએસટી ચોરીને અટકાવવા માટે કાઉન્સિલ સતત પ્રયાસો કરી રહી છે. સુસ્ત ઈકોનોમીના માહોલમાં જીએસટી કલેક્શન સતત ઘટી રહ્યુ હતું. જો કે, ફેસ્ટિવ સિઝનને પગલે નવેમ્બરમાં કલેક્શનમાં સુધારો નોંધાયો હતો.

નાણામંત્રાલય દ્વારા અને જીએસટી કાઉન્સીલની મદદથી જીએસટીનાં દર જે રીતે નકકી કરવામાં આવે છે તે પણ અત્યંત સમજવા જેવું છે. સરકાર દ્વારા અને જીએસટી કાઉન્સીલની મદદથી ૧૩૦૦ ગુડઝ અને ૫૦૦ સર્વિસને ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાનાં સ્લેબ હેઠળ મુકવામાં આવ્યા છે. જયારે સોના પર જીએસટી ૩ ટકા જ લાગુ થાય છે. સાથો સાથ વાત કરવામાં આવે તો કિંમતી પથ્થરોનો દર ૦.૨૫ ટકા જીએસટી કાઉન્સીલ દ્વારા નિર્ધારીત કરવામાં આવ્યો છે ત્યારે આગામી સપ્તાહમાં જે જીએસટી કાઉન્સીલની બેઠક મળવા જઈ રહી છે તેમાં જીએસટી દર માટેનાં ફેરબદલ અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જયારે બીજી તરફ થોડી ચીજ-વસ્તુઓમાં સેસનો પણ ઉમેરો કરાય તેવી શકયતા સેવાઈ રહી છે. આધારભુત સુત્રોનાં જણાવ્યા અનુસાર જીએસટી કાઉન્સીલ સ્લેબ મર્જ કરી ત્રણ સ્લેબમાં જીએસટીને અમલી બનાવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. એપ્રિલથી નવેમ્બર માસ દરમિયાન સેન્ટ્રલ જીએસટીનું રેવન્યુ કલેકશન ૪૦ ટકા જેટલું નીચું રહ્યું હતું. જીએસટી કાઉન્સીલ દ્વારા નિર્ધારીત કરેલા સી-જીએસટી કલેકશન એપ્રિલથી નવેમ્બર માસમાં ૩.૨૮ લાખ કરોડ રહેવા પામ્યું હતું જે અપેક્ષિત ૫.૨૬ લાખ કરોડ ‚પિયાનું હતું. જીએસટી કલેકશનમાં જે રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે કયાંકને કયાંક તેની અસર દેશનાં જીડીપી ઉપર પણ જોવા મળી રહી છે. ૪.૬ ટકાનાં જીડીપી દરથી હાલ દેશનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે જયારે ૮ ટકા જીડીપી ગ્રોથ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો તેને કેવી રીતે પરીપૂર્ણ કરી શકાય તે દિશામાં હાલ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી સપ્તાહે જે જીએસટી કાઉન્સીલની બેઠક નાણામંત્રી નિર્મલા સીતારામન અને સેન્ટ્રલ જીએસટી તથા સ્ટેટ જીએસટીનાં વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે યોજાવાની છે તેમાં જીએસટી દરમાં વધારો કરાય તેવી શકયતા પણ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.