Abtak Media Google News

દેશમાં ઉત્પાદન વધારવાની સાથો સાથ મુડી રોકાણકારોને આકર્ષિત કરવા માટે કોર્પોરેટ ટેકસ ઘટાડવા તરફ સરકારનું વધુ એક ડગલુ જોવા મળે તેવી ધારણા

આગામી તા.૧ ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકારનું બજેટ જાહેર થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી બજેટમાં રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે સરકારે પગલા લેવાનું શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે કોર્પોરેટ ટેકસ ઘટાડીને ૧૫ ટકા કરવા માટેનો તખ્તો ગોઠવાયો હોવાનું જાણવા મળે છે. બજેટમાં કોર્પોરેટ ટેકસ ૧૫ ટકા કરી ઈકોનોમીને ધમધમતી કરીને રાખવાની ઈચ્છા સરકારની છે.

દેશમાં કોર્પોરેટ ટેકસ મામલે સરકાર ભુતકાળમાં અનેક વખત વિવિધ નિર્ણયો લઈ ચૂકી હતી. થોડા સમય માટે ભારતનું ર્અતંત્ર સુસ્તીમાંથી પસાર યું હતું. જેના કારણે ઓટો સેકટરમાં સરકારે કેટલાક પ્રોત્સાહનો આપવાની તૈયારી કરી હતી. દરમિયાન કોર્પોરેટ ટેકસ ઘટાડીને રોકાણકારોનો રસ જળવાઈ રહે તેવી ગણતરી પણ સરકારની હતી. કોર્પોરેટ ટેકસ ગત વર્ષે ૨૨ ટકાી ઘટાડવામાં આવ્યો હતો. સરચાર્જ અને સેસમાં પણ સરકારે ઉદ્યોગકારોને મસમોટી રાહત આપવાનો નિર્ણય લીધો હતો. જેની નોંધપાત્ર અસર ર્અતંત્રને વા પામી હતી. દરમિયાન ભારતમાં નાણાકીય તરલતા જળવાઈ રહે તેવા પગલા પણ સરકાર દ્વારા શરૂ યું હતું. આગામી બજેટમાં સરકાર સામે અનેક પડકારો જોવા મળશે. આ પડકારોને પહોંચી વળવા સરકારે કર માળખામાં જડમુળી ફેરફાર કરવાની તૈયારી કરી હોવાનું સુત્રો પાસેી જાણવા મળે છે. જો કે, કોર્પોરેટ ટેકસમાં મસમોટો ઘટાડો તોળાઈ રહ્યો હોવાનું પણ જણાય આવે છે.

7537D2F3 7

આ મામલે સીસીઆઈના પ્રમુખ વિક્રમ કિર્લોસ્કરે જણાવ્યું હતું કે, દેશમાં ૨૦૨૩ના એપ્રીલ મહિના સુધીમાં તમામ કોર્પોરેટ ટેકસને ૧૫ ટકા કરવા માટે કેન્દ્રીય બજેટમાં રોડ મેપની જાહેરાત ઈ શકે છે. જેનાી દેશમાં મુડી રોકાણકારોને પ્રોત્સાહન મળશે અને મુડી રોકાણ વધશે. ભારતમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કોર્પોરેટ ટેકસમાં ઘટાડો મહત્વનો ભાગ ભજવશે. આ ઉપરાંત કોર્પોરેટ ટેકસમાં અલગ અલગ દર મુદ્દે પણ સરકાર સમાનતા લાવવાનું વિચારી રહી છે.

વર્ષ ૨૦૨૩માં ૩૧ માર્ચ પહેલા ઉત્પાદન શરૂ કરનાર એકમ અને ૨૦૧૯માં ૧લી ઓકટોબર બાદ ઉત્પાદન શરૂ કરનાર એકમને કોર્પોરેટ દરમાં આવનાર ઘટાડાના લાભ વધુ પ્રમાણમાં વધે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સો જ સરચાર્જ અને સેસમાં પણ ઉદ્યોગોને રાહત મળશે તેવું મનાઈ રહ્યું છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમીક ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ તા બ્રિકસ સહિતના ગઠબંધીત સમૂહોમાં ટકી રહેવા માટે કોર્પોરેટ ટેકસ ઘટાડીને સરકાર આગળ આવવાનો પ્રયત્ન કરશે. ઈન્ડોનેશીયા અને ફિલીપાઈન્સ જેવા દેશોમાં ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારે વિવિધ પગલા લીધા છે. આવી રીતે ભારત સરકાર પણ ઉત્પાદન ક્ષેત્રને પ્રાધાન્ય આપવા વધુને વધુ પ્રયત્ન કરશે તેવું જણાય આવે છે. અહીં નોંધનીય છે કે, વર્ષ ૧૯૯૧-૯૨માં કોર્પોરેટ ટેકસ ૪૫ ટકા જેટલો તોતીંગ હતો. ત્યારબાદ ૨૦૧૯-૨૦માં આ ટેકસ ઘટાડીને ૨૨ ટકા સુધી લવાયો છે. જો કે હવે ૨૦૨૩માં આ ટેકસ ૧૫ ટકા સુધી લઈ જવાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

  • બજેટને પારદર્શક બનાવવા બજેટ ‘બહાર’ના ખર્ચાને પણ આવરી લેવાશે

આગામી કેન્દ્રીય બજેટમાં આવક-જાવકના હિસાબને વધુ પારદર્શક બનાવવા માટે મોદી સરકાર દર્શાવેલા ન હોય તેવા ખર્ચા ઉપર પણ ખાસ ધ્યાન રાખશે. પારદર્શક બનાવવા માટે બજેટ બહારના ખર્ચાને બજેટમાં દર્શાવવામાં આવશે. પરિણામે ખાદ્યને વધુ સારી રીતે જાણી શકાશે. આ મામલે સરકારે તૈયારી આરંભી છે. ફિસકલ ડિફીસીટનો સાચો ચિતાર લોકોને મળે તે માટે સરકારે પ્રયત્નો કર્યા છે. આ નિર્ણયી વર્ષ ૨૦૨૦માં ડિફીસીટ ૪.૫ ટકા અવા તેનાી પણ વધી જાય તેવી ધારણા સેવવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં સરકાર માટે ફિસકલ ડિફીસીટનું સમતોલન જાળવી રાખવાનો સૌી મોટો પ્રશ્ર્ન છે. આવી સ્િિતમાં અગાઉ ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ ભારતીય ર્અતંત્રની ખાદ્ય મુદ્દે ચેતવણી આપી ચૂકયું હતું. ભૂતકાળના બજેટમાં બહારના ખર્ચને હાંસીયામાં ધકેલાયા હોય આગામી બજેટ વધુ પારદર્શક બની રહે તે માટે બહારના ખર્ચાને પણ આવરી લેવાની તૈયારી ઈ છે.

  • ડેટા ‘મુલવનાર’ માટે રોજગારીની ઉજળી તકો

ડેટા સાયન્સ સેકટરમાં રોજગારીની ઉજળી તકો યુવાનો માટે ઉભી ઈ રહી છે. આગામી સમયમાં ડેટા મુલવનાર માટે ૧.૫ લાખ જેટલી નવી રોજગારી ઉભી શે તેવું માનવામાં આવે છે. ગત વર્ષ કરતા આ ઉછાળો ૬૨ ટકા વધુ રહેશે. ૫ વર્ષી વધુનો અનુભવ ધરાવતા હોય તેવા પ્રોફેશનલ માટે તો ડેટા સાયન્સ સેકટર ખુબજ લાભદાયી રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. વર્ષ ૨૦૧૯માં એનાલીસીસ ક્ષેત્રે ૯૭૦૦૦ રોજગારીની તકો ઉભી ઈ હતી. આ સો જ મેન્યુફેકચરીંગ, હેલ્કેર, આઈટી અને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મેેમેટીકસ, સ્ટેટીકસ, આઈટી, કોમ્પ્યુટર સાયન્સ સહિતના ક્ષેત્રને આવરી લઈ ડેટા મુલવનાર માટે અઢળક તકો સામે આવી છે. ૨૦૧૯ બાદ હવે ૨૦૨૦માં ડેટા સાયન્સ ક્ષેત્રે નોકરીની વિપુલ તકો જોવા મળે છે. થોડા સમય પહેલા આ મામલે અભ્યાસ યો હતો. જેના મુજબ મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં ૧૧.૮, હેલ્કેર સેકટરમાં ૧૧.૮, આઈટી સેકટરમાં ૧૦.૦૬ જ્યારે ઈ-કોમસ ક્ષેત્રમાં ૧૦ લાખના વાર્ષિક પગાર આપીને પણ ડેટા એનાલીસની શોધખોળ ઈ રહી હતી.

  • યુરીયામાં અપાતી ૯૦ ટકા સબસિડીનો ‘વેડફાટ’ અટકાવવા ગુણવત્તાને પ્રાધાન્ય આપશે સરકાર

યુરીયામાં સરકાર તરફી આપવામાં આવતી સબસીડીનો વેડફાટ મોટા પ્રમાણમાં તો હોવાના આક્ષેપો વચ્ચે હવે સરકાર આ વેડફાટ અટકાવવા અસરકારક રસ્તો અપનાવવા જઈ રહી છે. જેમાં સરકાર યુરીયાની સબસીડી આપતા પહેલા જમીનની ગુણવત્તા અને તેના માપને પણ ધ્યાનમાં લેશે. વર્તમાન સમયમાં ભારતમાં ૩૦ મીલીયન ટન યુરીયાની ખપત છે. જેમાંથી ૫ મીલીયન ટન યુરીયાની આયાત કરવામાં આવે છે. યુરીયાની ૪૫ કિલોની એક બેગ પાછળ રૂા.૯૦૦નો ખર્ચ થાય છે. જેમાં ૭૦ ટકા સબસીડી મળતા આ કિંમત રૂા.૨૪૨ જેટલી વા પામે છે. આ સબસીડીનો વેડફાટ અનેક રીતે થાય છે. ક્યાંક દૂધમાં યુરીયા ભેળસેળ કરવામાં આવે છે તો ક્યાંક બારોબાર પગ કરી જતુ જોવા

મળે છે. માટે સરકાર ટૂંક સમયમાં ડાયરેકટ કેસ ટ્રાન્સફર યોજના અમલમાં મુકવાની છે. આ યોજના અમલમાં મુકાય તે પહેલા યુરીયાની સબસીડી ક્યાં અને કેટલાક પ્રમાણમાં મળશે ! તે માટે યોગ્ય પ્લાન ઘડવા માંગે છે. સરકાર ખેડૂતો પાસે જમીનની ગુણવત્તાની વિગતો લેશે. એક દાખલા મુજબ પંજાબના ખેડૂતોને વધુ પ્રમાણમાં સબસીડી મળશે જ્યારે પશ્ર્ચિમ બંગાળના ખેડૂતોને ઓછા પ્રમાણમાં યુરીયાની સબસીડી મળશે. સબસીડીના કારણે ઈમ્પોર્ટ તાં યુરીયા પાછળના ખર્ચને પણ ઘટાડવામાં સરળતા રહેશે.

  • ડ્યુટી ફ્રીનો દારૂ અને સિગારેટ ઉપર કાપ મુકવા સરકારની તૈયારી

વિદેશ યાત્રા કરીને આવતો મુસાફર ડયૂટી ફ્રી આઉટલેટ પરી શરાબ અને સિગરેટની ખરીદી કરી શકે છે. આ ખરીદીમાં તેને ટેકસ ચૂકવવાનો રહેતો ની. જો કે, સરકાર આ બાબતે હવે સફાળી જાગી છે. અત્યાર સુધી ડયૂટી ચૂકવ્યા વગર મુસાફર રૂા.૫૦,૦૦૦ સુધીની ખરીદી આઉટલેટ પરી કરી શકતો હતો પરંતુ હવે સરકાર સખત પગલા લેવા જઈ રહી છે. ડયૂટી ફ્રી આઉટલેટ પરી અગાઉ શરાબની બે બોટલ ખરીદી શકાતી હતી. જેમાં ઘટાડો આવશે. આ ઉપરાંત અગાઉ ૨૦૦ સિગરેટ ખરીદી શકાતી હતી જેમાં હવે ૧૦૦ જ મળશે. જો કે આ મામલે હજુ સુધી અંતિમ નિર્ણય લેવાયો ની. સરકાર સીન ગુડસ એટલે કે, તમાકુ કે નશીલા પર્દા સો સંકળાયેલા ઉત્પાદન

ઉપર આંશીક રીતે રોક લગાવવા જઈ રહી છે. આ ઉપરાંત ડયૂટી ફ્રી વસ્તુની ખરીદીમાં આતરરાષ્ટ્રીય ધારા-ધોરણો જળવાતા ની. જેી સીન ગુડ્સ એટલે કે તમામ અને શરાબ જેવી વસ્તુઓની ખરીદીમાં હવે ડયૂટી ફ્રીનો લાભ મળશે નહીં. તેમજ ખાનગી એરપોર્ટ ઓપરેટરો દ્વારા ડયૂટી ફ્રી લીકર એલાઉન્સ બે ગણુ કરવાની દરખાસ્ત મુકાઈ હતી.  ાઈલેન્ડ, સિંગાપુર અને દુબઈ જેવા સ્ળોના એરપોર્ટ પર ૪ લીટર જેટલુ લીકર માન્ય ગણવામાં આવે છે. જ્યારે ભારતમાં માત્ર ૨ લીટર જ લીકર માન્ય છે. ભારતમાં લીકર એલાઉન્સના માપદંડોમાં ફેરફાર કરવા રજૂઆત ઈ હતી. જો કે, વર્તમાન સમયે દારૂની એક બોટલ અને થોડીક સિગરેટી ડયૂટી ફ્રી ખરીદી કરવા ઈચ્છતા લોકોને કામ ચલાવવું પડશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.