Abtak Media Google News

મારી હુંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગીરધારી

ચેક આપનારની કોઇ ગુન્હાહિત જવાબદારી નથી તો ધંધામાં સરળતાને પ્રોત્સાહન આપવાને બદલે બેઇમાની થવાની ઘટના વધશે

પ્રોમિસનરી નોટ, હુંડી અને ચેક વેપાર-ધંધાની સલામતી માટે જરૂરી: સલામતિ વિના વિકાસ શકય નથી

વેપાર-ધંધાનો વિકાસ તેની ઉઘરાણી અને ઉધારી પર આધારિત છે. વર્ષો પહેલાં વેપાર-ધંધામાં વિનિમય પધ્ધતિ અસ્તિત્વમાં હતી. વેપાર-ધંધાના વિકાસની સાથે પ્રકાર બદલાયા પરંતુ વેપારીની ઉઘરાણી સમયસર મળી રહે તે માટે હુંડી, પ્રોમિશનરી નોટ, અને ચેક જરૂરી છે. ચેક એટલે રકમ ચુકવી દીધાની અને સ્વીકારી લીધાની લેતી-દેતીની વ્યવસ્થાનો એક ભાગ રહ્યો છે. ત્યારે ચેક રિર્ટનના કાયદામાં નાણામંત્રાલય દ્વારા ધરમુળથી ફેરફાર થવા માટે મંગાયેલા અભિપ્રાય સામે વેપારી મંડળ દ્વારા નારાજગી વ્યક્ત કરી વેપારીની સલામતિ માટે ચેક રિર્ટનનો કાયદો યોગ્ય હોવાનું કહી કાયદામાં છુટછાટ આપી બુઠ્ઠો કરવામાં આવશે તો વેપાર-ધંધાની ઉઘરાણી ફસાઇ જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

મારી હુંડી સ્વીકારો મહારાજ શામળા ગીરધારીનું પ્રાચીન ભજનમાં પણ ભક્ત નરસિંહ મહેતાના અટુત વિશ્ર્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને પ્રાચીનકાળમાં ભગવાન કૃષ્ણએ પોતાના ભક્તનો વિશ્ર્વાસ અટુત રાખ્યો હતો. તે રીતે વેપારી ઉધારીમાં વેપાર કરે છે પરંતુ તેના બદલામાં ચેક સ્વીકારી પોતાની સલામતિની બનાવે છે. ત્યારે ચેક રિર્ટનના કાયદામાં ચેક લખી આપનારની તરફેણમાં ફેરફાર કરવામાં આવશે તો વેપારીની ઉઘારણી પુરી કરવી અશકય બનશે અને ચેક પર રાખવામાં આવતોવિશ્વાસ ડગમગી જશે તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે. ચેક રિર્ટનના કાયદામાં ફેરફારની શુ અસર થશે તે અંગે ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા નાણામંત્રી નિર્મલા સિતારામને પત્ર લખી વેપારીઓની સલામતિ ધ્યાને રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

વેપારી ઉપરાંત બેન્કના હપ્તા પણ ચેક દ્વારા આપવામાં આવે છે. તેમજ કેટલીક ચિજ વિસ્તુની ખરીદી હપ્તે થતી હોય છે અને હપ્તો ચેક દ્વારા આપવામાં આવે છે ત્યારે આ પ્રકારના બિજનેશને પણ માઠી અસર થાય તેમ હોવાનું વેપારી મંડળ દ્વારા જણાવવી વેપારી મંડળના સેક્રેટરી પ્રવિણ ખંડેલાવ જણાવી ચેક લખી આપનાર વ્યક્તિ જાણે છે કે કોઇ ગુનાહીત જવાબદારી નથી તો તે ધંધામાં સરળતાને પ્રોત્સાહન આપવાના બદલે બેઇમાનીની ઘટના વધી જશે તેમ કહ્યુ હતું.

કોરોના વાયરસના કારણે સર્જાયેલા સંકટની ઘનટાને ધ્યાને લઇ ચેક રિર્ટન કેસમાં અને લોનની ચુકવમઈ સંબંધિત ઘણા નાના ગુનાઓને ઘોષણા કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. નેગોશિયેબલ ઇનસ્ટુમેન્ટ એકટને હળવો કરવાના કારણે બેન્ક લોન, જીવન વિમા નિગમ અધિનિયમ અને બેન્કીંગ વ્યવસ્થાને પણ માઠી અસર થાય તેમ જણાવવામાં આવ્યું છે. નાના ગુનાઓના ઘોષણા માટેના પગલાથી ધંધા કરવામાં સરળતા વધારવા અને કોટઈ સિસ્ટમ તેમજ જેલોને અનલોડ કરવામાં મદદ મળશે મે માસમાં નાણા પ્રધાન નિર્મલા સિતારામે રોગચાળાને ધ્યાને લઇ પ્રભાવિત થયેલા અર્થતંત્ર માટે રૂા.૨૦ લખ કરોડના ઉતેજના પેકેજની પાંચમી અને અંતિમ જાહેરાતમાં નાના તકનીકી અને કાર્યવાહીગત ડીફોલ્ટરને લગતા ઉલ્લંઘનને વધુ સરળ બનાવશે તેવું જાહેર કરાયું છે. આથી ચેકનો બેફામ ઉપયોગ થશે તેમ કહી વેપારી સંગઠન દ્વારા ચેક રિર્ટનના કાયદામાં થનાર ફેરફારનો વિરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.