Abtak Media Google News

તમામ સમુદાયોને સાથે રાખી રાજયમાં યોજાનારી ચૂંટણીમાં ઝંપલાવશે ભાજપ

હાલ કોંગ્રેસ જે રીતે આક્રમકતાપૂર્વક પટેલોની મતબેંકોને આકર્ષિત કરવા માટે પ્રયત્નશીલ છે તો ગુજરાત શાસિત ભાજપ પક્ષ આગામી મહિનામાં યોજાનારી ચૂંટણીમાં અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી પર વિજય મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમ પક્ષના નેતાઓએ જણાવ્યું હતું. પક્ષમાં આંતરિક સુત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ આગામી મહિને યોજાનારી ચૂંટણીમાં ઓબીસીના મત જીતવા માટે લગભગ ૪૦થી મહતમ વધુ ટીકીટમાં વધારો કરી ઓબીસીને અપાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબકકામાં યોજાશે. જે તા.૯ અને ૧૪ ડિસેમ્બરના રોજ છે. હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, આવનારી ચૂંટણીમાં વિજય મેળવવા ભાજપ પક્ષ ઓબીસી ઉમેદવારને મહતમ ટીકીટ આપશે અને ઓબીસી સમુદાય પર વિજય મેળવવાના મુદાને કેન્દ્રમાં રાખવામાં આવશે. પટેલ સમુદાય જે ભાજપના ચુસ્ત ટેકેદારો હતા તે રાજય સરકાર સામે તેમણી અનામત કવોટા માંગીને સતા પક્ષ વિરુઘ્ધમાં આવ્યું છે. અનામતની જો વાત કરીએ તો ગુજરાતમાં ઓબીસીને ૨૭ ટકા અનામત અપાઈ છે ત્યારે ભાજપે ઓબીસીની યાદીમાં પટેલને સામેલ કરવાની માંગણી નકારી કાઢી છે અને ઉચ્ચ વર્ગમાં આર્થિક પછાત માટે આરક્ષણ ઓફર કરીને સમુદાયને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે.રાજયમાં ઓબીસી સમાજની વસ્તી આશરે ૧૩ ટકાની છે. જેમાં ૧૪૬ જાતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપના પ્રવકતા જગદીશ ભાવસરે જણાવતા કહ્યું હતું કે, તેઓ તમામ સમુદાયને સાથે રાખી રાજયમાં યોજાનારા મતદાનમાં ભાગ લેશે. આજ મુખ્ય કારણ છે કે ભાજપે છેલ્લી પ ટર્મથી જીતતુ આવ્યું છે. રાજયભરમાં ઓબીસીમાં સમાવિષ્ટ મુખ્ય જાતિ પશુપાલન સમુદાયો, માછીમાર સમુદાય, નાના ખેડુતો, ભૂમીહિત મજુરો છે. પરંપરાગત તેઓ કોંગ્રેસના ટેકેદારો હતા જે છેલ્લા કેટલાક વર્ષથી ભાજપ દ્વારા સમુદાયોમાં ફાટફુટ પડાવવામાં આવી રહી છે.

રાજયસભામાં ઓબીસી કમિશન બીલને રોકવા માટે ભાજપના પ્રમુખ અમિત શાહે કેટલાક મહિનાઓ પહેલા વિપક્ષ કોંગ્રેસ પર હિટ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી ચૂંટણીમાં નર્મદા ડેમની સમાપ્તિ અને ઓબીસી કલ્યાણ અને ગરીબ મુદાઓ પર લડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.