Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે દાવો કર્યો છે કે, ૨૦૨૩માં ક્રિકેટ વર્લ્ડકપ માટે ભારત યજમાનપદ ગુમાવી શકે છે.આઈસીસીના સીઈઓ ડેવીડ રીચાર્ડસને કહ્યું હતું કે, વર્લ્ડ ક્રિકેટ માટે કરમુક્તિ ખૂબજ મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે, આઈસીસી દ્વારા મંજૂર કરાતા દરેક નાણાનો ઉપયોગ રમત માટે કરવામાં આવે છે જે વેસ્ટ ઈન્ડિઝ જેવા દેશો માટે ઉપયોગી બને છે કારણ કે તેઓ વધુ રેવન્યુ જનરેટ કરતા નથી.

૨૦૧૬માં જયારે વર્લ્ડકપ માટે બીસીસીઆઈને કહેવામાં આવ્યું હતું ત્યારે ભારત સરકારે કરમુક્તિની ચોખ્ખી મનાઈ કરી હતી ત્યારબાદ ગેમ ગવર્નીંગ બોડીએ બીસીસીઆઈને કહ્યું હતું કે, રૂ.૧૬૧ કરોડનું કમ્પેઈન સેશન આપો અથવા તો ૨૦૨૩માં વર્લ્ડકપના અધિકારો ગુમાવવાના રહેશે.Dypa8Agx4Aelgj9

જો કે, હજુ સુધી ભારત ૨૦૨૩માં વર્લ્ડકપના અધિકારો ગુમાવશે કે કેમ તે અંગે સ્પષ્ટતા નથી.વર્લ્ડકપ ૨૦૨૦ના ટાઈમ ટેબલ તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યા હતા અને ભારત-પાકિસ્તાન ૨૦૧૧ બાદ પ્રથમ વખત ગ્રુપ સ્ટેજમાં નહીં ટકરાય. રીચાર્ડસે ઉમેર્યું કે, તમામ ગ્રુપો રેન્કીંગ પ્રમાણે નિશ્ર્ચિત કરવામાં આવ્યા છે અને સેમીફાઈનલ પહેલા બે પાડોશી દેશો કોઈ મેચમાં ટકરાય તેવી જોગવાઈ કરવામાં આવી નથી.

રેન્કીંગ સીસ્ટમ અને ક્રેડીબીલીટી પ્રમાણે પાકિસ્તાન નં-૧ અને ભારત બીજા ક્રમે છે. માટે તેમને એક જ ગ્રુપમાં સમાવેશ કરવામાં આવશે નહીં માટે ભારત-પાકિસ્તાન સેમીફાઈનલ અથવા ફાઈનલમાં જ ટકરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.