Abtak Media Google News

ગઇકાલે પાટીદારોને સાંકળતી સંસ્થાઓના ટ્રસ્ટીઓએ સમાજને રાજકારણથી પર રહેવા આપેલી સલાહનો વિરોધ કરતું પાસ

પાટીદારોની છ મુખ્ય ધાર્મિક-સામાજિક સંસ્થાઓ વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન (અમદાવાદ), ઉમિયા માતાજી સંસ્થાન (ઉંઝા), ખોડલધામ (કાગવડ), સમસ્ત પાટીદાર સમાજ (સુરત), ઉમિયા માતાજી મંદિર (સિદસર) અને સરદાર ધામના પ્રતિનિધિઓની બનેલી પાટીદાર ઓર્ગેનાઈઝેશન કમીટીએ ગઈકાલે હાર્દિકે પાટીદાર અનામત આંદોલનનું ખાનગીકરણ કરી નાખ્યું હોવાનું કહ્યું હતું. ત્યારબાદ હાર્દિકે તેનો જવાબ આપ્યો છે કે, તેને પાટીદારોના કેટલાક સામાજિક અને ધાર્મિક ટ્રસ્ટોનો ટેકો છે.

પાટીદાર અનામત આંદોલનમાં સરકાર સામે પડેલી પાસ સહિતની સંસ્થાઓ સાથે પાટીદારોની મુખ્ય સંસ્થાના પ્રતિનિધિઓએ છેડો ફાડવાનો નિર્ણય લીધો હોય તેવું જણાય આવે છે. એકંદરે હવે આ આંદોલન મોટા નેતાઓની આગેવાની વિનાનું બની ગયું છે. અનામત માટેની લડત કાયદાકીય રીતે કોર્ટમાં શ‚ છે. સરકારે પાટીદારોની ઘણી માંગણીઓ સ્વીકારી લીધી છે. બીજી તરફ કોંગ્રેસ હાર્દિકને સરકારે સ્વીકારેલી માંગણી જેવી જ માંગણીઓ પ્રત્યે હકાર ભણે છે. જો કે ઓબીસીમાંથી કવોટા આપશે કે કેમ તે અંગે ફોડ પાડતી નથી. તાજેતરમાં પાટીદારોની મુખ્ય છ સંસ્થાઓની કમીટીના ૨૫ પ્રતિનિધિઓ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમાપ્ત થયું હોવાની જાહેરાત કરાયા બાદ હાર્દિકે આ મામલે કહ્યું છે કે, આ સંસ્થાઓએ મારા વિરુધ્ધ કોઈ આક્ષેપો કર્યા નથી. આ આગેવાનોમાંથી કેટલાકના નિવેદનને મારી મચડી રજૂ કરાયું છે. કોઈ વ્યક્તિએ કરેલા આક્ષેપો તે સંસ્થાના હોઈ શકે નહીં. જે તે સંસ્થામાં જઈ તેના સભ્યોના મંતવ્યો જાણવા જ‚રી બને છે.

પાટીદાર સાથે જોડાયેલા ધાર્મિક-સામાજિક ટ્રસ્ટો હવે આ મામલે રાજકારણમાં પડવા માંગતા નથી. જો કે સમગ્ર ગુજરાતને હચમચાવી મુકનાર પાટીદાર અનામત આંદોલન હવે વ્યક્તિગત સ્વાર્થ ખાટવાનું હથિયાર બની ગયું હોવાનો આક્ષેપ ઘણા સમયથી થઈ રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમીતીના ક્ધવીનર હાર્દિક પટેલે અનામત આંદોલનનું ખાનગીકરણ કરતા પાટીદાર સમાજનો એક વર્ગ ખફા થઈ રહ્યો હોવાનું વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

તાજેતરમાં પાટીદાર સમાજની છ મુખ્ય સંસ્થાની બનેલી પાટીદાર ઓર્ગેનાઈઝેશન કમીટીના અધ્યક્ષ સી.કે.પટેલ અને ક્ધવીનર આર.સી.પટેલે કહ્યું હતું કે, હાર્દિક જે આંદોલન ચલાવી રહ્યો છે તે પ્રાઈવેટ છે અને સમાજના નામે રાજકીય રોટલા સેકી રહ્યો છે. હાર્દિક પટેલ ભાજપ પાસે ઓબીસીમાં અનામત માંગે છે અને કોંગ્રેસ ઈબીસી આપવા માંગે છે. ભાજપ સરકારે અગાઉ ઈબીસી આપી ત્યારે તેને લોલીપોપ ગણાવી હતી. જયારે કોંગ્રેસ ઈબીસી આપે છે તો પણ તેને સમર્થન આપવાની વાત કરી રહ્યો છે. કોંગ્રેસ પણ પાટીદારોને ઓબીસી આપશે કે કેમ તેની સ્પષ્ટતા કરી રહ્યો નથી.

પાટીદાર ઓર્ગેનાઈઝેશન કમીટીના સી.કે.પટેલ અને આર.પી.પટેલે કહ્યું હતું કે, પાટીદારોને ઓબીસીમાં અનામત માટેની લડત કાયદાકીય રીતે કોર્ટમાં છે અને તેની માંગણી ચાલુ રહેશે. પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં બન્ને પક્ષો વચ્ચેની જે બેઠક હતી તેમાં સમાધાન થઈ જવા પામ્યું હતું. સરકારે જે રીતે પાટીદારોની મુખ્ય માંગણીઓનો સ્વીકાર કરી લીધો છે તેથી અનામત આંદોલનનો કોઈ અર્થ રહેતો નથી. જેથી તે પૂર્ણ થઈ ગયેલું ગણાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.