Abtak Media Google News

છેલ્લા ૨૪ કલાકમાં જંગલેશ્ર્વર અને ભાવનગરના બે કેસને બાદ કરતા કોરોનાની શાંતિ

કોરોનાથી શાંતિ પરંતુ સ્થિતિ થાળે પડતા વાર લાગશે

આશરે ત્રણ કરોડ સૌરાષ્ટ્રવાસીઓ વચ્ચે કોરોનાને સેન્ચુરી મારવામાં વાર લાગી

કોરોના વાયરસની મહામારી સામે વિશ્ર્વના અનેક દેશો ઝઝુમી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં લોકોના સ્વયંભૂ શિસ્તના કારણે કોરોના વાયરસ કાબુમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારને બાદ કરતા આશરે ૩ કરોડની વસ્તી ધરાવતા સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ નહીંવત છે. પરિણામે આગામી સમયમાં વધુ છુટછાટની ઝંખના સૌરાષ્ટ્રવાસીઓ કરી રહ્યાં છે. રાજકોટના જંગલેશ્ર્વર અને ભાવનગરમાં કોરોનાના કેસ વધ્યા છે. ભાવનગરમાં જોવા મળેલા કેસમાં જમાતીઓના કેસ વધુ છે. જેથી સૌરાષ્ટ્ર પર જોખમ ઓછું હોવાનું ફલીત થઈ રહ્યું છે.

નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં રાજકોટના જંગલેશ્ર્વરને બાદ કરતા કોરોનાના કેસનું પ્રમાણ ઓછુ છે. છેલ્લા ૨૪ કલાકમાં ભાવનગરમાં ૨, બોટાદમાં ૧ અને રાજકોટ (જંગલેશ્ર્વર)માં ૮ કેસ નોંધાયા છે. એકંદરે તંત્ર કોરોના વાયરસને કાબુમાં લેવામાં એકંદરે સફળ રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા જોઈએ તો ભાવનગરમાં ૨૨, બોટાદમાં ૫, રાજકોટમાં ૩૮, જામનગરમાં ૧, મોરબીમાં ૧, પોરબંદરમાં ૩ કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં કોરોના વાયરસનો પગરવ ન હોવાનું ચર્ચાઈ છે. આવા સંજોગોમાં સૌરાષ્ટ્રને અમુક છુટછાટ વધુ મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસની સ્થિતિ ગંભીર નથી પરંતુ વાયરસના કારણે આર્થિક ક્ષેત્રને થયેલા નુકશાનની સ્થિતિને થાળે પડતા વાર લાગશે તે હકીકત છે. સામાન્ય રીતે વર્તમાન સમયમાં હોટસ્પોટમાં વધુ પ્રમાણમાં કેસ નોંધાઈ રહ્યાં છે. અમદાવાદ, સુરત અને બરોડાના દાખલા પરથી જણાય આવે છે કે, રાજ્યમાં કેસ નોંધાવાનું પ્રમાણ વધુ છે. પરંતુ આ કેસ રેડ ઝોન અથવા હોટસ્પોટમાંથી મળી રહ્યાં છે. જેના પરથી કહી શકાય કે, કોરોના વાયરસનો ફેલાવો નિયંત્રીત કરવામાં સફળતા મળી છે. વડાપ્રધાન મોદીએ જાહેર કરેલા લોકડાઉનની સકારાત્મક અસરો જોવા મળી છે.

આજથી મહાનગરોની બહારના વિસ્તારોમાં ઔદ્યોગીક એકમો શરૂ  કરવા શરતી મંજૂરી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અનેક એકમો મંજૂરીના કારણે ધમધમી ઉઠશે. આગામી સમયમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ઔદ્યોગીક એકમોમાં ખાસ શરતોનું પાલન કરાવવું ફરજીયાત બનશે. કોરોનાની જંગમાં સૌરાષ્ટ્રે દાખવેલી શિસ્તતાના કારણે ઔદ્યોગીક સેકટર બેઠુ કરવું સરળ રહેશે. અલબત કોરોના વાયરસના કારણે થયેલી આર્થિક અસર એકાએક ઓછી નહીં થઈ જાય. આર્થિક ક્ષેત્રે આવી પડેલી મુશ્કેલીઓને નાથવામાં વાર લાગશે.

અહીં નોંધનીય છે કે, રાજકોટના શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોશીએશન દ્વારા જિલ્લા કલેકટર સાથે બેઠકનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો હતો. આગામી સમયમાં રાજકોટ મહાનગરની આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગીક એકમો શરતોને આધિન રહી ધમધમી ઉઠશે. અલબત ઔદ્યોગીક એકમો સામે શ્રમિકોનો સૌથી મોટો પ્રશ્ર્ન આવીને ઉભો રહ્યો છે. હાલ મોટાભાગના શ્રમિકો પોતાના વતન ફરી ગયા છે. જેથી જેટલા શ્રમિકો ઉપલબ્ધ છે તેનાથી ઔદ્યોગીક એકમોને ગાડુ ગબડાવું પડશે.  અમદાવાદ, સુરત જેવી ખરાબ સ્થિતિ હાલ રાજકોટમાં નથી. નવીદિલ્હી, મુંબઈ અને ઈંન્દોર પછી અમદાવાદ સૌથી મોટુ સૌથી મોટુ હોટસ્પોટ શહેર બની ચૂકયું છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૩૯ જેટલા કેસ નોંધાયા છે. આવા સંજોગોમાં મોટાભાગના કેસ હોટસ્પોટમાંથી આવતા હોવાનું આરોગ્ય સચિવ જયંતી રવિનું માનવું છે. જેમ-જેમ વધુ ટેસ્ટીંગ થઈ રહ્યાં છે તેમ તેમ દર્દીની ઓળખ ઝડપથી થઈ રહી છે.

સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનની ચુસ્ત અમલવારી કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા તમામ સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ડોકટરોની ટીમ પણ ખડેપગે કોરોના સામે લડાઈમાં પોતાનો ભાગ ભજવી રહી છે. ત્યારે લોકડાઉનમાં છુટછાટ મળે એટલે મહદઅંશે આર્થિક ગતિવિધિઓ ચાલુ થાય તેવું કેટલાક લોકો ઈચ્છી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં કોરોનાની અસર ઓછી છે. વૈશ્ર્વિકસ્તરે અમેરિકા, ઈટાલી, સ્પેન અને યુકે સહિતના દેશોમાં ભારે તારાજી સર્જનાર કોરોનાની પેટર્ન તૂટશે તેવી અપેક્ષા છે. અન્ય સ્થળોની સરખામણીમાં સૌરાષ્ટ્રમાં લોકોએ કોરોના મુદ્દે વધુ ગંભીરતા દાખવી છે. જેના કારણે પાલિકા સીવાયના વિસ્તારમાં ઔદ્યોગીક એકમોમાં અપાનાર છુટછાટમાં સૌરાષ્ટ્રને થોડી વધુ મુક્તિ મળે તેવી ચર્ચા ચાલી રહી છે. કોરોનાની અસર હોવાથી ઉદ્યોગોના નિયમો માટે જિલ્લા કક્ષાએ કમીટીની રચના કરવામાં આવી છે. જો કોઈ ઔદ્યોગીક એકમો

  • નક્કી કરાયેલા નિયમોનો ભંગ કરશે તો મંજૂરી રદ્દ થશે.

વિગતો મુજબ ઔદ્યોગીક એકમોએ થર્મલગન, સેનીટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. એકમમાં એન્ટ્રી-એક્ઝિટ, લંચ સહિતની પ્રવૃતિઓ કર્મચારી એક સાથે કરી શકશે નહીં. બે શિફટ વચ્ચે એક કલાક અથવા તેનાથી વધુ સમય રાખવો પડશે. શ્રમિકોને ફેકટરીમાં રહેવાની વ્યવસ્થા કરવી પડશે અથવા ટ્રાન્સપોર્ટેશન આપવું પડશે. આ સહિતના નિયમોનો ભંગ થશે તો આપવામાં આવેલી છુટછાટ પરત લઈ લેવાશે તેવું જાણવા મળી રહ્યું છે.

ગૃહ વિભાગ દ્વારા જીવન જરૂ રીયાત ચીજવસ્તુઓની ડિલિવરી યથાયોગ્ય રીતે થાય તે માટે ઈ-કોમર્સ કંપનીઓએ સુચવવામાં આવેલા નીતિ-નિયમોને આધીને રહી લોકોને જરૂ રીયાતની ચીજ-વસ્તુઓ પુરી પાડશે. સાથો સાથ ઈ-કોમર્સ દ્વારા વાપરવામાં આવતા વાહનોને પણ તંત્ર દ્વારા છુટછાટ અપાશે. આ તકે ઈ-કોમર્સ કંપનીઓનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ લેપટોપ, મોબાઈલ ફોન, એસેસરીઝ, કોમ્પ્યુટર હાર્ડવેર તથા વેબકેમ જેવી ચીજવસ્તુઓને જરૂ રીયાતની ચીજવસ્તુઓમાં સામેલ કરવાની પરવાનગી આપવામાં આવી જોઈએ જેથી કોઈપણ સમયે ટેકનિકલ ક્ષતિ ઉદભવે તો તેનું નિરાકરણ પણ થઈ શકે.

  • આજથી ખુલ્લુ શું?
  1. તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ
  2. જરૂરી વસ્તુઓની હેરફેર
  3. આઈટી અને આઈટી સંલગ્ન સેવાઓ
  4. ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગીક એકમો
  5. સમયમર્યાદા વગર કરિયાણાની દુકાનો
  6. ઈલેકટ્રીશીયન્સ,પ્લમ્બર, કાર પેન્ટર
  7.  પશુ પાલનને લગતી કામગીરી
  8.  ખાસ કેટેગરીના લોકોને મુક્તિ
  • શું બંધ રહેશે?
  1. પબ્લિક ટ્રાન્સપોર્ટ
  2.  રેલ અને મેટ્રો સેવા
  3.  શિક્ષણ, તાલીમ અને કોચીંગ સેન્ટર
  4.  પરવાના વગર આંતરરાજ્ય હેરફેર
  5. તમામ ધાર્મિક સ્થળો
  6.  અંતિમયાત્રામાં ૧૨થી વધુ વ્યક્તિઓ નહીં
  7. સિનેમા હોલ, મોલ, શોપીંગ કોમ્પલેક્ષ
  8. સામાજિક, રાજકીય, મનોરંજન કે શિક્ષણને લગતા મેળાવડા
  • ગ્રામ્ય વિસ્તારોની શિસ્ત ‘જીવન’ને ધબકતુ કરી દેશે?

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન દરમિયાન શહેરી વિસ્તારો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની શિસ્ત વધુ જોવા મળી છે. શહેરી વિસ્તારોમાં કોઈ કારણ વગર લટાર મારતા હોય તેવા લોકોના કિસ્સા અવાર-નવાર સામે આવી રહ્યાં છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ જવાબદારી સમજીને ઘરમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો. પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સદંતર ઓછા જોવા મળી રહ્યાં છે. બીજી તરફ શહેરી વિસ્તારોમાં દિન-પ્રતિદિન કેસ વધ્યા છે. સૌરાષ્ટ્રના ગામડામાં કોરોનાનો પ્રવેશ નહીંવત છે.

પરિણામે આગામી સમયમાં આર્થિક ક્ષેત્રને કેટલીક વધુ છુટછાટ આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. કોરોનાના કારણે લદાયેલા લોકડાઉનમાં જનજીવનને જીવંત રાખવા પાછળ ગ્રામ્ય વિસ્તારોની શિસ્તનો ફાળો ખુબજ અગત્યનો માનવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં પણ આવી શિસ્ત જળવાઈ રહેશે તો કોરોના સામેની લડાઈમાં દેશને જીત મળશે.

  • જીવન જરૂરિયાતની વસ્તુઓની જ ઓનલાઇન સર્વિસ ઉપલબ્ધ રહેશે

લોકડાઉન વચ્ચે દેશની આર્થિક સ્થિતિ સુધરે તે માટે સરકાર દ્વારા અનેકવિધ રીતે છુટછાટ આપવાનો નિર્ણય કર્યો છે જેમાં મહાનગર અને નગરપાલિકા વિસ્તારની હદથી બહાર રહેલા ઉધોગોને શરતોને આધીન શરૂ  કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવી જ રીતે હાલનાં લોકડાઉનમાં ઈ-કોમર્સની વ્યવસ્થા પૂર્ણત: ઠપ્પ થઈ ગઈ છે. જયારે આગામી સમયમાં સરકાર જીવન જરૂ રીયાત વસ્તુઓની જ ઓનલાઈન સર્વિસ ઉપલબ્ધ કરાવશે તેવું સામે આવ્યું છે. સરકાર દ્વારા બીજુ લોકડાઉન આગામી ૩ મે સુધી રાખવામાં આવ્યું છે પરંતુ આ લોકડાઉનમાં જીવન જરૂ રીયાત ચીજ-વસ્તુઓની આપ-લે સહિત ઉપયોગમાં

લેવાતા અને મહત્વપૂર્ણ ધંધા-રોજગારોને શરતોને આધીન શરૂ  કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા સુચિત કરવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન કરિયાણાની દુકાનો, મીટ, ફ્રુટ તથા શાકભાજી અને દવાઓની દુકાનો ખુલ્લી રહેશે. સરકારે ઈ-કોમર્સ ક્ષેત્રે જીવન જરૂ રીયાત ચીજવસ્તુઓની જ ડિલિવરી કરવાનું જણાવ્યું છે અને તે અંગેની તેઓને છુટછાટ પણ આપવામાં આવી છે.

  • સૌરાષ્ટ્રને કોરોનાને મ્હાત આપી પરંતુ આર્થિક ગાડી પાટે ચડવાની ચેલેન્જ વધી

કોરોના વાયરસની મહામારીમાં સૌરાષ્ટ્રમાં લોકોના સ્વયં શિસ્તે જોખમ ઓછું કર્યું છે. કોરોનાને મહાત આપી હોય તેવું ફલીત થાય છે. અલબત કોરોનાના વાયરસના સંક્રમણને રોકવા અમલમાં મુકાયેલા લોકડાઉનના કારણે અર્થતંત્ર નીચે પટકાયું છે. ડામાડોળ થયેલી સ્થિતિને ફરીથી થાળે પાડવા માટે મોટો પડકાર ઉભો થયો છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગો માટે અનેક મુશ્કેલીઓ ભૂતકાળમાં ઉભી થઈ હતી. પરંતુ કોરોનાના કારણે અનેક લોકોની રોજગારી ઉપર ખતરો ઉભો થયો છે. મોટાભાગના ઔદ્યોગીક એકમો લગભગ બંધ થઈ ચૂકયા છે. દરમિયાન સરકારે છુટછાટ આપવાની તો જાહેરાત કરી છે પરંતુ શ્રમિકો, પરિવહન સહિતના ઘણા પ્રશ્ર્નો પણ ઉદ્યોગોની સામે આવી ઉભા રહી ગયા છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં કૃષિને લગતી કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર લાંબા સમયથી કૃષિને આધિન હોવાની લોકડાઉનની મહદઅંશે આર્થિક અસર જોવા મળી છે.

  • કપરી સ્થિતિમાં મહત્વનો ભાગ ભજવનાર પડદા પાછળના શ્રમિકોને ખાસ વેતન અપાશે

લોકડાઉન દરમિયાન અર્થતંત્રને શ્ર્વાસ લેતુ રાખવામાં અનેક શ્રમિકોની મહેનત જવાબદાર છે. શહેરો, ગામડાઓમાં કચરાના એકત્રીકરણ સાથે સંકળાયેલા કામદારો, ખેતીના શ્રમિકો અને જીવન જરૂ રી વસ્તુઓની હેરફેર સાથે સંકળાયેલા કામદારોના કારણે લોકડાઉન દરમિયાન પણ લોકોને મુશ્કેલીઓ પડી નથી. આવા પડદા પાછળના શ્રમિકોને આર્થિક રાહત આપવા માટે સરકાર વિચારી રહી છે. ટૂંકાગાળાના કોન્ટ્રાકટથી રખાયેલા શ્રમિકોને આર્થિક સહાય મળી રહે તે માટે તાજેતરમાં સરકાર દ્વારા તૈયારી હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા કેન્દ્ર દ્વારા આરોગ્યના વર્કરને ઈન્સ્યોરન્સ પેકેજનું કવચ અપાયું હતું. ઉપરાંત સ્વીપર, સેનેટાઈઝનું કામ કરતા કામદારો, રેલવેના માલ સામાનની હેરફેર સાથે સંકળાયેલા મજૂરોને આગલી હરોળના યોદ્ધાઓની જેમ વેતનમાં વધારો આપવામાં આવે તેવી શકયતા છે. આ માટે સરકાર દ્વારા વિવિધ યોજના ચલાવવામાં આવી રહી છે તેનો સહારો લેવામાં આવશે.

  • મજૂરો અને વાહનવ્યવહાર થાળે ના પડે ત્યાં સુધી ઉદ્યોગોને પડકાર

કોરોના વાયરસને ભારતમાં ફેલાતો રોકવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉનનાં કારણે જીવનજરૂ રી સિવાયના તમામ ધંધા વ્યવસાયો બંધ હોય અર્થતંત્રને ભારે નુકશાન પહોચી રહ્યું છે. જેથી કેન્દ્ર સરકાર જે વિસ્તારોમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઓછુ હોય તેવા વિસ્તારોમાં લોકડાઉનમાં આજથી છૂટછાટ આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં શહેર બહારનાં કારખાનાઓને ચાલુ કરવા ઉપરાંત તેમના માલ સામાનના પરિવહનની છૂટછાટ આપવાનો નિર્ણય કરાયો છે. પરંતુ, સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ચાલતા મોટાભાગના કારખાનાઓમાં કામ કરનારાઓ પરપ્રાંતીય મજૂરોમાંથી મોટાભાગના મજૂરો લોકડાઉન દરમ્યાન પોતાના વતનમાં પરત ફરી ચૂકયા છે. હાલમાં જે પરપ્રાંતીય મજૂરો સ્થાનિકે રોકાયેલા છે. તેઓ પણ કોરોના લાગવાનાકારણે કામ પર ચડતા ડરી રહ્યા છે. જેથી થોડાઘણા મજૂરો

સાથે કારખાનાઓ કેવી રીતે ધમધમશે તે એક મોટો પડકાર છે. ભારતમાં થતા માલ પરિવહનમાંથી ૮૫ ટકા માલપરિવહન માર્ગ દ્વારા થાય છે. જેથી કારખાનાઓ આજથી શરૂ  થાય તો તેમાં પડેલા પહેલાના તૈયાર માલને કે માલ તૈયાર કરવા માટે રો મટીરીયલ લાવવા માટે માલવાહક ટ્રકો દ્વારા પરિવહન કરવું પડે તેમ છે. ટ્રાન્સપોર્ટ સંચાલકો લોકડાઉનમાં મળેલી મુકિતનો લાભ લઈને તેમના બંધ પડેલા ટ્રકોને માલ પરિવહન માટે કામે લગાડવા તૈયારી કરી રહ્યા છે. પરંતુ કોરોનાના ડર અને લોકડાઉન દરમ્યાન પોલીસ સહિતના તંત્રની કડકાઈથી ડરી ગયેલા ટ્રક ડ્રાઈવરો કામે ચડવા તૈયાર નથી જેથી ટ્રાન્સપોર્ટરો દ્વારા તેમને વધારે પગારની ઓફર કરવી પડતી હોય પાઘડીનો વળ છોડે તે મુજબ હાલ ટ્રક ભાડામાં ૨૦ થી ૩૦ ટકાનો વધારો જોવા મળે છે. આજથી નેશનલ હાઈવે પર ટોલ બુથો પણ કાર્યરત થઈ ગયા હોય ટ્રક ટ્રાન્સપોર્ટ સંગઠ્ઠનોએ તેમના ટ્રકોને ટોલ કરમાંથી મૂકિત આપવાની પણ માંગણી કરી છે. જેથી મજૂરો અને વાહન વ્યવસ્થા થાળે ન પડે ત્યાં સુધી ઉદ્યોગો ને ચાલુક રવાનો પડકાર ઉભો છે.

  • તાવ, શરદી, ઉધરસની દવાઓના વેચાણનું રેકોર્ડ રાખવા મેડિકલ સ્ટોરોને તાકીદ

કોરોના સંક્રમણના ફેલાવવાની પરિસ્થિતિમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દેશની રોગચાળાની સ્થિતિ સંપૂર્ણ નજર રહે તે માટે રાજય સરકારોને પોતાના રાજયની તમામ દવાની દુકાનોને કોરોનાના લક્ષણોને મળતી આવતી તાવ, ઉઘરસ અને શરદીની સમસ્યાની દવા લેવા આવનાર તમામ ગ્રાહકોના ફોન નંબર અને સરનામાની યાદી રાખવાની તાકીદ કેન્દ્ર સરકાર દ્વારા કરવામા આવી છે. જેને લઇને મેડીકલ સ્ટોર માટે ખાસ માર્ગદર્શીકા જાહેર કરનારા રાજયોમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર અને ચંદીગઢના કેન્દ્ર શાસિત પ્રદેશોએ તાવ, શરદી, ઉઘરસની દવા લેવા આવનાર તમામની વિગતો રાખવા તમામ મેડીકલ સ્ટોરને સુચનાઓ આપી છે. મોટાભાગના રાજયો કોરોનાના લક્ષણના દર્દીઓની સંખ્યા સ્થાનીક તંત્ર ને જાણ કરવા સમર્થ થાય છે. તમામ મ્યુનિસિપલ કમિશ્નર

અને જીલ્લા અધિક્ષક કલેકટરને તેલંગાણાના મુખ્ય સચિવ અરવિંદ કુમારે આદેશો કર્યા છે કે લોકો કોરોના પોતાની રીતે ઇલાજ કરાવતા થઇ ગયા હોવાથી તાવ, શરદી અને ઉઘરસની દવાઓ પોતાની જાતે જ ખરીદી લે છે. તેથી આવા લોકોની નોંધ કોરોના સંક્રમણ રોકવા માટે ઉપયોગી થઇ શકશે. આવા લોકોના સંપર્ક કરીને લક્ષણો મુજબ તેનું પરિક્ષણ કરાવ શકીએ તેમણે રાજયના તમામ દવાના દુકાનદારો, ફાર્માસ્ટિટ સાથે આ મુદ્દે ચર્ચાઓ કરીને સુચનો જારી કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાય છે. ત્યાં તમામ દવાની દુકાનદારોને હાઇટ્રોકસીકલોરોકવાઇનના ઉપયોગ અને શરદી ખાંસીની દવાઓના વેચાણની નોંધ રાખવા  જણાવાયું છે. સાથે સાથે કોઇપણ દર્દીઓ આવી દવાની માંગ કરે તો તેને શોધીને સંપૂર્ણ તપાસની માંગ કરવામાં આવી છે. કેટલાક લોકો પ્રિકિશન વગર આવી દવા ખરીદવા આવે છે આવા લોકોને માર્ગદર્શન આપવાની હિમાયત પૂર્ણમાં કરવામાં આવી રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ઓરિસ્સાએ પણ તાવ શરદી ઉઘરસની દવા લેવા આવનારની યાદી બનાવવાની હિમાયત કરવામાં આવી છે.

  • પરપ્રાંતીયોની પાબંદી ઉદ્યોગો માટે પડકાર

રાજયમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે ત્યારે કામદારોને રાહત મળે અને ઉધોગો ક્રમશ: ચાલુ થઈ શકે તે માટે સરકાર શ્રમિકોની આંતરરાજય પાબંધી ઉઠાવી લઈ રાજયભરમાં શ્રમિકોને જવા મંજુરી આપવામાં આવી છે. જોકે એક રાજયમાંથી બીજા રાજયમાં શ્રમિકોને પાબંધી ચાલુ રહેશે. આવી છુટ છતાં પરપ્રાંતિય શ્રમિકોની અવર-જવર પર હજુ પ્રતિબંધ હોય જે શ્રમિકો રાજયમાં છે તે પોતાના કામે જઈ શકશે પણ અન્ય રાજયમાંથી પ્રતિબંધ હોય કેટલાય ઉધોગો શરૂ  કરવા કે શરૂ  થવા માટે હજુ પણ મોટો પડકાર છે. સરકારના નિર્ણયથી શ્રમિકો, ઉધોગોને થોડી રાહત થશે પણ અપુરતી સંખ્યામાં શ્રમિકોથી ઉધોગો ચાલુ થઈ શકશે કે કેમ તે સવાલ છે. કોરોનાથી અટવાયેલા શ્રમિકોએ જે-તે રાજયનાં વિસ્તારોમાં રાહત છાવણીમાં

આશ્રય લીધો છે અને તેના રજીસ્ટર સ્થાનિક તંત્ર નિભાવે છે. શ્રમિકોની આવકની કામગીરી અંગે પણ નોંધ રાખવામાં આવે છે. જો કોઈ અટવાયેલા શ્રમિકોનું જુથ જે-તે સ્થળેથી કામના સ્થળે જવા ઈચ્છતું હશે તો તેનું સ્ક્રીનીંગ કરી મેડિકલ તપાસ કરી રાજયની હદમાં જવા દેવાશે. આ માટે મુસાફરી કરતી વેળાએ પણ બસ સહિતની જગ્યાએ સામાજીક આંતર જાળવવાનું રહેશે. વાહનો શ્રમિકોને પણ સેનેટાઈઝ કરવાના રહેશે. શ્રમિકોએ માસ્ક પણ પહેરવા પડશે. શ્રમિકોના સ્થળાંતર માટે મુસાફરી દરમિયાન ખોરાક અને ખાણીથી વ્યવસ્થા સ્થાનિક સતાવાળાઓએ કરવી પડશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનાં ઉધોગોએ રાજયમાં પોતાના વતન પહોંચી ગયેલા કે અન્યત્ર સ્થળાંતર કરી ગયેલા શ્રમિકોને ઉધોગના સ્થળે લાવવા એ પણ એક પડકાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.