Abtak Media Google News

જેલ સજા પૂરી થયા પહેલા દત્તને છૂટો કરવાના આધાર બે અઠવાડીયામાં મહારાષ્ટ્ર સરકાર સ્પષ્ટ કરે- હાઈકોર્ટ

બોમ્બે હાઈકોર્ટે એકટર સંજય દત્તને વર્ષ ૧૯૯૩ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં જેલમાંથી વહેલો છોડવાના નિર્ણય પર મહારાષ્ટ્ર સરકારને જવાબ આપવા બે અઠવાડિયાનો સમય આપ્યો છે. સંજય દત્તને હથિયાર રાખવાના ગૂનામાં પાંચ વર્ષની સજા ફટકારાઈ હતી. આ હથીયારો એવા ક્ધસાઈન્મેન્ટમાં સામેલ હતા. કે જેનો ઉપયોગ મુંબઈમાં ૧૨ માર્ચ ૧૯૯૩ના વિસ્ફોટમાં કરાયો હતો. આ ઘટનામાં ૨૫૭ લોકોથી વધુના મોત તેમજ ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

સુપ્રીમ કોર્ટે જયો તેને દોષિત સાબીત કર્યો તો તેણે મે. ૨૦૧૩માં આત્મસમર્પણ કરી લીધું દત્તને પાંચ વર્ષની સજા ફટકારાઈ પરંતુ તેના સારા વ્યવહારને કારણે દત્તને ફેબ્રુઆરી ૨૦૧૬માં નિધારીત સમય લગભગ ૮ મહિના પહેલા જ યરવહા જેલમાથી છૂટ્ટો કરી દેવાયો ન્યાયાધીશ આર.એમ. સાવંત અને સાધના જાધવની બેંચે ગયા મહિને એફીડેવીટ દાખલ કરી સ્પષ્ટ કરવાનો નિર્દેશ કર્યો કે કયા આધારો પર સંજય દત્તને સમયથી અગાઉ છૂટ્ટો કરાયો.

પૂણેના નિવાસી પ્રદીપ ભાલેકર દ્વારા કરાયેલી જનહિત યાચીકા પર હાઈકોર્ટે આ પ્રકારનો નિર્દેશ આપ્યો હતો એડીશનલ પબ્લીક પ્રોસીકયુટર પી.શિંદેએ હાઈકોર્ટને કહ્યું કે સ્ટેટ એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોની આ મામલામાં કોર્ટમાં હાજર થશે તેણે એફીડેવીટ માટે સમય આપવાનો અનુરોધ કર્યો. ત્યારબાદ કોર્ટે સુનવણી બે અઠવાડીયા માટે સ્થગિત કરી આમ, બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને સંજયદત્તને સમય અગાઉ છોડવા પર આધાર માંગ્યા છે જે બે અઠવાડિયાનો સમય અપાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.