સિડનીમાં ટિમ ઇન્ડિયા માટે સૈની ‘એકસ’ ફેક્ટર સાબિત થશે?

ઓપનર મયંક અગ્રવાલના સ્થાને રોહિત શર્માનું રમવું પણ નિશ્ર્ચિત

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલની સીરિઝની ત્રીજી ટેસ્ટ આવતીકાલથી સિડનીમાં રમાશે. રોહિત શર્મા મયંક અગ્રવાલના સ્થાને ઓપનર તરીકે લગભગ નિશ્ચિત છે, જ્યારે ઈજાગ્રસ્ત ઉમેશ યાદવની જગ્યાએ ત્રીજા ઝડપી બોલર માટે નવદીપ સૈનીની પસંદગી કરવામાં આવશે તે લગભગ નિશ્ચિત છે કેમ કે સિડનીની સપાટ વિકેટ પર ભારતીય બોલર નવદીપ સૈની ઝડપી ગતિથી બોલિંગ કરવા સક્ષમ છે અને જૂના બોલથી રિવર્સ સ્વીગ પણ કરી શકે છે જેથી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ટકવું મુશ્કેલીભર્યું બનાવી શકે છે. હાલમાં સીરિઝ ૧-૧થી બરાબર છે. ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચ જીતી હતી ટીમનો આત્મવિશ્વાસ પણ હાઈ લેવલે છે.

બીજી બાજુ વાત કરીએ તો, અગ્રવાલ છેલ્લી ૮ ટેસ્ટ ઇનિંગ્સમાંથી ૭માં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયો છે, તેથી ટીમ મેનેજમેન્ટને તેના સ્થાને રોહિતને બદલવામાં વધારે મુશ્કેલી નહીં પડે.ભારતીય ટીમે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નેટ સત્રમાં દિવસ દરમિયાન પ્રેક્ટિસ કરી હતી, જ્યાં બધાની નજર રોહિત શર્મા પર હતી. તે ઝડપી બોલિંગ અને સ્પિન બંને સામે એકદમ આરામદાયક લાગ્યો હતો.

થોડા દિવસો પહેલા સુધી મુંબઈનો ફાસ્ટ બોલર અને લોઅર ઓર્ડર ઉપયોગી બેટ્સમેન શાર્દુલ ઠાકુર તેના માટે પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવ્યો હતો, પરંતુ જાણવા મળ્યું છે કે કેટલાક સિનિયર ખેલાડીઓ માને છે કે ભારતનો સૌથી ઝડપી બોલર સૌની પોતાની ગતિથી ઓસ્ટ્રેલિયન ટીમને પરેશાન કરી શકે છે.જો પિચ ફ્લેટ છે તો સૈનીને વિકેટો મળી શકે છે . તે ઝડપી ગતિથી બોલિંગ કરવા અને જૂના બોલથી રિવર્સ સ્વિંગ મેળવવામાં પણ સક્ષમ છે. આવી સ્થિતિમાં સૈનીની ટેસ્ટમાં ડેબ્યૂ થઈ શકે છે.ઝડપી બોલિંગ માટે ભારત પાસે ટી નટરાજનના રૂપમાં બીજો વિકલ્પ છે. ડાબા હાથના આ ઝડપી બોલર માટે છેલ્લા ચાર મહિના વિચિત્ર છે. સોમવારે તેણે ટેસ્ટ ટીમની જર્સીમાં પોતાનો ફોટો પણ ટ્વીટ કર્યો હતો. નટરાજનને ૨૦ ફર્સ્ટ ક્લાસ વર્ગની મેચનો અનુભવ છે, જ્યાં તેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં રણજી ટ્રોફીમાં પોતાની છેલ્લી મેચ રમી હતી.

Loading...