Abtak Media Google News

મેચવિનર તરીકે વિરાટ, રોહિત અને જસપ્રિત બાદ ઋષભ પંતનું નામ

આવનારા ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે ક્યા ખેલાડીઓને સ્થાન આપવુ તે માટે વિચારણા ચાલી રહી છે. જ્યારે આ વર્લ્ડકપ ઇંગ્લેન્ડની ધરતી પર રમાવવા જઇ રહ્યો છે ત્યારે ઇંગ્લેન્ડની વિકેટ ખૂબજ બાઉન્સી મનાઇ રહી છે જેમાં કોઇવાર ટીમ ઓછા રનમાં આઉટ થઇ જતી હોય છે અને કોઇવાર ધીમી રમતના કારણે બેટસમેનોએ બીજા હાફ એટલે કે રનને આગળ વધારવા માટે ખૂબજ મહેનત કરવી પડે છે ત્યારે તમામ ટીમ પોતાની ટીમ સ્કવોડમાં એક એક્સ-ફેકટર તરીકેનો ખેલાડી રાખવામાં આવતો હોય છે ત્યારે ભારત પાસે હાલ કોઇ એકસ-ફેકટર તરીકેનો ખેલાડી નથી. ત્યારે શું ઋષભ પંત ભારતનો એકસ-ફેકરટ ખેલાડી બની શકશે કે કેમ? તે તો આવનારો સમય જ જણાવશે.

ઋષભ પંત વિશે વાત કરવામાં આવે તો તે એક એવો ખેલાડી છે જે ટીમમાં હોવો અનિવાર્ય સાબિત થશે. કારણકે રોહિત શર્મા બાદ તે એક જ એવો ખેલાડી છે કે જે ક્લિન સિક્સ અને હાર્ડહિટર તરીકે ઓળખાય છે અને બીજી મહત્વની વાત એ પણ માનવામાં આવે છે કે તે મેચવિનર પણ સાબિત થયો છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ બાદ ઋષભ પંતનું પણ નામ સામે આવે છે.

ત્રીજી મુખ્ય વાત ઋષભ પંત વિશે વાત કરવામાં આવે તો તે ૧ થી ૭ માં કોઇપણ ક્રમે બેટિંગ કરી શકવા સક્ષમ છે. જેનો લાભ ભારતીય ટીમને ખરા અર્થમાં મળી શકશે. ચોથી મુખ્ય વાત એ છે કે તે વિકેટ કિપર તરીકે પણ ખુબજ પ્રચલિત છે. એટલે કે વર્લ્ડકપમાં ભારતીય ટીમ પાસે ત્રણ પ્રમુખ વિકેટ કિપરો રહેશે. જેમાં મહેન્દ્રસિંહ ધોની વિકેટકિપીંગ કરે તે નિશ્ચિત છે ત્યારે તેના વિકલ્પમાં દિનેશ કાર્તિક અને ઋષભ પંત પણ માનવામાં આવે છે.

માત્ર વિકેટકિપીંગ નહીં પરંતુ ઓલરાઉન્ડ બેટસમેન તરીકે ઋષભ અને દિનેશ પોતાની છાપ ઉભી કરી ચૂક્યા છે આ તમામ મુદ્દાઓને લઇ કહેવાય છે કે ઋષભ પંત કદાચ ભારતનો એકસ-ફેકટર ખેલાડી તરીકે સાબિત થશે તો નવાઇ નહી. ત્યારે આવનારો વલ્ડકપ ભારતીય ટીમ માટે ખૂબજ મહત્વપૂર્ણ બની રહેશે.

કેમકે ઇંગ્લેન્ડ ખાતે રમવામાં આવતો વર્લ્ડકપ દરેક ટીમ માટે મહત્વપૂર્ણ બની રહે તેવી સંભાવના સેવાઇ રહી છે ત્યારે ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય ભારતના બેટિંગ ક્રમ ૩ નંબર પર કયો ખેલાડી બેટિંગ કરશે.ઇંગ્લેન્ડની વિકેટ ખૂબજ અનિશ્ચિ માનવામાં આવે છે ત્યારે ભારતીય ટીમ માટે આ તમામ મથામણ કરવી ખૂબજ અનિવાર્ય બની ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.