શું ઉત્પાદન આધારિત પ્રોત્સાહનોથી ઉદ્યોગકારોની વૈશ્વિક હરિફાઈમાં આળસવૃત્તિ છૂટી જશે ??

‘સર્વાયવલ ધ ફીટેસ્ટ’

પ્રોડકશન લિંન્કડ ઈન્સેન્ટિવ ઘરેલું ઉત્પાદન વધારવાની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી રહેવા માટે પણ ઉત્પાદકોને કારગત નીવડશે !!

સર્વાયવલ ધ ફીટેસ્ટ… ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રીલીયન ડોલરે પહોચાડવાના સ્વપ્નને સાકાર કરવા સરકારે કમર કસી છે. આ માટે અતિમહત્વના ગણી શકાય એવા ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને લોન્ચ કર્યું છે. જે અંતર્ગત ઘરેલું ઉત્પાદનને આગળ ધપાવી ઈકોનોમીને બુસ્ટરડોઝ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. તો બીજી તરફ વૈશ્ર્વિક હરિફાઈ વધતા તેમાં ભારતને સતત સક્રિયપણે ટકાવી રાખવા માટે સરકાર એક પછી એક પ્રોત્સાહનો પૂરા પાડી રહી છે જે અંતર્ગત તાજેતરમાં સરકારેપ્રોડકશન લિન્કડ, ઈમ્સેન્ટીવ સ્ક્રીમને વધુ દશ સેકટરોમાં લાગુ કરવા મંજૂરી આપી દીધી છે. આ માટે સરકાર બે લાખ કરોડ રૂપિયા ફાળવશે પરંતુ આ સામે એક પડકારરૂપ પ્રશ્ર્ન ઉદ્યોગકારોની ‘આળસ’ છે. આળસવૃત્તિના કારણે ગમે તેવા હોશિયાર અને સતર્ક વ્યકિતઓ પણ પાછલ ધકેલાઈ જાય છે. ત્યારે આ વૈશ્ર્વિક બજારમાં ‘આળસ’ મસમોટું નુકશાન કરાવી શકે છે. જેને લઈ સરકાર પ્રોત્સાહનરૂપે યોજનાઓ બહાર પાડી રહી છે. પરંતુ શું ઉત્પાદન આધારિત પ્રોત્સાહનોથી ઉદ્યોગકારોની વૈશ્ર્વિક હરિફાઈમાં આળસવૃત્તિ ઘટી જશે??

કેન્દ્ર સરકારે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન તો લોન્ચ કર્યું છે. પરંતુ આ સાથે ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના સાથે રાખી વૈશ્ર્વિક વ્યાપાર કરવો પણ એટલું જ જરૂરી છે. બજારની વાત આવે ત્યારે આયાત-નિકાસ લેવડદેવડ, ખરીદ-વેચાણથી ઉપર ઉઠી ‘કુટુંમ્બકમની ભાવના’ જોવી પણ જરૂરી છે. આ ભાવના સાથે જ વૈશ્ર્વિક હરિફાઈમાં ટકી શકીએ છીએ, વિદેશી ઉદ્યોગકારો તેમના દેશ સિવાય વિશ્ર્વના બાકીનાં દેશોને એક ‘બજાર’ તરીકે જ જુએ છે પણ આપણે ભારતમાં આપણી સંસ્કૃતિ પ્રમાણે આવું છે નહિ.

ગત માસે નીતિ આયોગનાં વાઈસ ચેરમેન રાજીવકુમારે એલાન કર્યું હતુ કે, સરકાર પ્રોડકશન લિંન્કડ ઈન્સેન્ટિવ લઈને આવશે કે જેના થકી દેશમાં ઘરેલું ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે અને આ સ્ક્રિમની મદદથી નિકાસ પણ વધારી શકાશે એક અહેવાલ મુજબ, ભારતમાં વર્ષ ૧૯૯૦ના દાયકાનાં આર્થિક સુધારણાથી લઈને વર્ષ ૨૦૧૮ સુધીનાં સમયગાળામાં ટ્રેડ ટેરીફમાં ઘણો ઘટાડો થયો છે તે પણ ઉદ્યોગકારો અને ઉત્પાદકોને માટે રાહત સમાન છે. આમ, સરકારે પીએલઆઈ યોજનાનો લાભ લઈ અસરકારક પગલાઓ ભરવા ઉદ્યોગકારોને ભલામણ કરી છે.

Loading...