પ્રભાસનું નવું મુવી “સાલાર” બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દેશે ?

આજના દિવસની સૌથી મોટી એનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે. લોકો પહેલા અક્ષય કુમાર માટે એવું કહેતા કે તે એકસાથે ઘણી બધી મુવીઝ સાઈન કરે છે. હવે લોકો પ્રભાસ માટે પણ આવું જ કહેશે કેમકે તે એક પછી એક ઘણી બધી મૂવીઝની એનાઉન્સમેન્ટ કરે છે. પ્રભાસ જે બાહુબલી મુવીમાં પોતાના અત્યંત મહેનતી અને પ્રભાવશાળી પર્ફોમન્સ ના કારણે લોકપ્રિય બન્યા હતા તેમનું નવું મુવી આવી રહ્યું છે જેનું આજે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ મૂવીનું નામ છે “સાલાર”.

આ મુવી ડિરેક્ટ કર્યું છે પ્રશાંથ નીલે. જેમણે કેજીએફ જેવી સુપરહિટ ફિલ્મ ડિરેક્ટ કરી છે. જો આપણને એક જ મુવીમાં હીરો તરીકે પ્રભાસ અને ડિરેક્ટર તરીકે પ્રશાંથ નીલ મળી જાય તો આ મુવી સુપર હીટ બની શકે છે.

ડિરેક્ટર પ્રશાંથ નિલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જણાવ્યું હતું કે આ મુવી એક્શન સાગા થવાની છે એટલે કે આ મુવી એક્શનથી ભરપૂર હશે અને જેની સ્ટોરી પણ સારી હશે. પ્રશાંથ નીલ હંમેશા સારી સ્ટોરી લઈને જ મુવી બનાવે છે જેમકે ઉગ્રમ (2014), કેજીએફ (2018) અને કેજીએફ 2.

મુવીના પોસ્ટરમાં પ્રભાસ જે રીતે બેસેલા જોવા મળે છે તેના પરથી લાગે છે કે આ માણસ આગથી ભરેલો અંગાર છે. પ્રશાંથ નીલના મૂવીની વાત કરીએ તો એમના મુવીમાં કલર કોન્ટ્રાસ્ટનો રોલ મહત્વનો હોય છે. જેમકે તમે કેજીએફમાં ખુબ સરસ કલર કોન્ટ્રાસ્ટ જોવા મળ્યું હશે એ જ રીતે સાલાર મૂવીમાં પણ આપણને બ્લેક એન્ડ ગ્રે કલર કોન્ટ્રાસ્ટ જોવા મળશે.

ઇન્ડિયા એન્ડ એટલું કહી શકાય કે પ્રશાંત નીલ અને પ્રભાસ પાસેથી સારી એવી આશા હોય છે અને આમાં બંને એકસાથે છે તેથી દર્શક મિત્રોને આ મુવી પાસેથી ખૂબ સારી એવી એક્સપેક્ટેશન છે.

આ મૂવી માટે આપણે સૌએ લાંબા સમય સુધી રાહ જોવી પડશે કેમકે આ મુવીને આવતા ખૂબ વાર લાગશે પ્રભાસનું શિડ્યુલ ખૂબ જ ટાઈટ છે કેમ કે તેમની આગામી ફિલ્મ રાધેશ્યામ, આદિપુરુષ, અને બીજી મુવીઝ પર કામ થઇ રહ્યું છે. તેની બાદ આ મૂવીનું શૂટિંગ થશે અને આપણી સમક્ષ આવશે. આ પોસ્ટર આજના દિવસની સૌથી મોટી ભેટ હતી. હવે આ મુવી સફળ રહેશે કે કેમ એ તો મુવી જોયા બાદ જ ખબર પડશે.

Loading...