Abtak Media Google News

Table of Contents

Vlcsnap 2019 09 17 11H54M08S300આ વર્ષે સારા વરસાદથી મગફળીનું પુષ્કળ ઉત્પાદન: સીંગતેલના ભાવ ધટવાની પણ શકયતા: સીંગતેલની લોકોમાં ડિમાન્ડ નીકળે તેવું ઓઇલ મીલરોનું અનુમાન

આ વર્ષે ચોમાસું ખુબ જ સારું રહ્યુ હોય ત્યારે ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વાવેતર પણ ખુબ જ સારુ થયું છે. સૌરાષ્ટ્રના મુખ્ય પાક ગણાતા મગફળીની વાત કરીએ તો સૌરાષ્ટ્રભરમાં મગફળીનું સૌથી વધારે વાવેતર થયું છે. ત્યારે સારો વરસાદ પડતા મગફળીના ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના સેવાય રહી છે. ત્યારે મગફળીના ભાવો નીચા જવાની શકયતાને જોતા રાજયની રુપાણી સરકારે ટેકાના ભાવે રૂા ૧૦૦૦ માં મગફળી ખરીદવાની જાહેરાત કરીછે. જેથી મોટી સંખ્યામાં ખેડુતો ટેકાના ભાવે મગફળી આપે તેવી સંભાવના હોય આ મગફળીના સંગ્રહ કરવા માટે ગોડાઉનો પણ ખુટી પડે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.

ટેકાના ભાવે ખરીદેલી મગફળીના સંગ્રહ માટે ૧૫૭ ગોડાઉન ભાડે લેવાયાં

Vlcsnap 2019 09 16 18H38M58S103

અબતક સાથેની ટેેલીફોનીક વાતચીત દરમિયાન સરકારી સૂત્રના જણાવ્યું અનુસાર બાવન લાખ બયાસી હજાર નવસો એકયાસી મગફળીની બોરીની આવક હતી. તેમાંથી બત્રીસ લાખ ઓગણપચાસ હજાર જેટલી મગફળી વેંચાઇ હતી. ત્યારે હવે નવી આવક દિવાળી બાદ આવશે. બાકી રહેતા મગફળીનો સ્ટોક નાફેડનો છે. જે ટુંક સમયમાં તમામ સ્ટોકનું વેચાણ કરી દેશે. વધુમાં જણાવતા કહ્યું હતુ કે આગામી એકથી દોઢ મહિનામાં વેચાણ થઇ જશે. તેમન નવી મગફળીની ટેકા ના ભાવે ખરીદી આગામી બે માસમાં શરુ કરી. દેવામાં આવશે ઉ૫રાંત સૂત્રોએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે ખરીદેલી મગફળીના સંગ્રહ માટે કુલ ૧૫૭ ગોડાઉન ભાડે લેવાાં આવ્યા હતા. જેમાંથી હાલ ૧૧૭ ગોડાઉન સંપૂર્ણપણે ખાલી કરી દેવાયા છે.

સીંગતેલની બજારમા માંગ કપાસીયા-પામોલીનના પ્રમાણમાં ઓછી: કીરીટભાઇ શાહVlcsnap 2019 09 16 18H39M26S123

અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ એડીબલ ઓઇલ મરચન્ટ એસોસિએશનના પ્રમુખ કીરીટભાઇ શાહએ જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ખુબ જ સારો વરસાદ થયો છે. તેથી ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ડબલ પાક આવી શકશે. હાલની સીંગતેલ માર્કેટ થોડી ધટાડા તરફી છે. ત્યારે હજુ નવો કોપ આવતા મહીનો દિવસ લાગશે. જયારે નવો કોપ આવશે તો સીંગતેલના ભાવ ઘટી જશે. સીંગતેલની બજારમાં મા કપાસીયા અને પામોલીનના પ્રમાણમાં ઓછી છે અમારી પાસે સીંગતેલ, કપાસીયા, પામોલીન, મસટર્ડ ઓઇલ, સનફલાવર, સોયાબીન, કોર્નર ઓઇલ બધા ઉપલબ્ધ જેમાં લોકોની પસંદગીની જો વાત કરું તો સિંગતેલ કોર્ન ઓઇલ સનફલાવર ઓઇલ કપાસીયા લેતા હોય છે.

દિવાળી પછી સીંગતેલના ભાવ ઘટી જવાની શકયતા: ઉપેનભાઇ કોટેચા

Vlcsnap 2019 09 16 18H39M11S230

અબતક સાથેની વાતચીત દરમિયાન ઉપેનભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે છેલ્લા ૩પ વર્ષથી ખાંડ અને તેલનો વેપાર કરું છુંં સીંગતેલની વાત કરું તો લોકો સીંગતેલ કરતા બીજા તેલ વધુ લે છે. તેના ભાવ ૧૯૦૦-૨૦૦૦ રૂા ૧પ કિલો ટીનના છે. જયારે આ વર્ષે સારો વરસાદ સારો થયો છે. ત્યારે મગફળીનો પાક સારો થશે. તેથી દિવાળી પછી સીંગતેલના ભાવ ઘટી જશે. સીંગતેલઇના ભાવ બીજા તેલ કરતા ઓછા હોય કારણ કે તેના ભાવ વધુ હોય બીજા તેલના ભાવ ૧૦૦૦-૧૨૦૦ રૂા સુધી હોય.વરસાદ સારો પડવાથી વધુ વાવેતર થશે તો સીંગતેલના ભાવ ધટી જશે.

રાજકોટ જીલ્લામાં સાડા ત્રણથી ચાર લાખ મેટ્રીન ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ: આર.આર. ટીલવા

Vlcsnap 2019 09 16 18H43M10S52

અબતક સાથેની વાતચીત દરમિયાન જીલ્લા ખેતીવાડી અધિકારી આર.આર. ટીલવાએ જણાવ્યું હતું કે આપણે રાજકોટ જીલ્લાની વાત કરીએ તો વાવતેર વિસ્તાર અમારો પાંચ લાખ યાત્રીસ હજાર હેકટર છે. ગયા વર્ષે પાંચ લાખ પાત્રીસ હજાર વાવેતર થયેલું આ વર્ષે પણ વાવેતર પૂર્ણ થઇ ગયેલું. આપણા મુખ્ય બે પાકો છે. મગફળી, કપાસ આ વર્ષે મગફળીનું બે લાખ તેત્રીસ હજાર હેકટર જેટલું વાવેતર થયું. તે આગલા વર્ષ બે લાખ આડત્રીસ હજાર હેકટર જેટલું વાવેતર જેમાં ચાર હજાર હેકટર જેટલો ધટાડો આવ્યો છે. જયારે કપાસની વાત કરીએ તો ગત સાલ કપાસનું બે લાખ સાઇઠ હજાર હેકટર વાવતેર થયેલું છે. આ વર્ષે બે લાખ ચોસઠ હજાર હેકટર જેટલું થયેલું ચાર હજાર હેકટરનો કપાસના વાવેતરમાં વધારો થયો છે આમ મગફળી અને કપાસમાં ચાર હજાર હેકટરનું ફલકચ્યુશન આવ્યું છે. બાકી આપણા પાકો, કઠોળ, શાકભાજી, ધાસચારો તેમાં વધુ એરિયામાં ફરક પડયો નથી. શાકભાજીની વાત કરીએ તો લગભગ બન્ને વર્ષે

આઠ હજાર હેકટરનું વાવેતર થયેલુ. ધાસચારાની વાત કરીએ તો ૧૨-૧૩ હજાર હેકટર વાવેતર થયેલું છે. ગત સાલ થોડું નબળું હતું તેથી મગફળીનું ઉત્પાદન થોડું ઓછું હતું વિધે આ મણ જેટલું ઉત્પાદન થયું હતું. આ વર્ષે હાલની પ્રોઝીશન જોઇએ તો કપાસ અને મગફળીની પરિસ્થિતિ ખુબ સારી છે. વરસાદ સારો થયો છે. તેથી ઉત્પાદનમાં વધારો થવાની શકયતા છે. ત્યારે વિધે લગભગ મગફળી ૧રથી ૧પ મણની એવરેજ આવશે. અને કપાસમાં ર૦ થી રર મણની એવરેજ આવે તેવું દેખાય રહ્યું છે. હાલની સ્થિતિ જોતા પાકનું ઉત્પાદન સારું મળે તેવું લાગે છે. મગફળીની વાત કરીએ તો રાજકોટ જીલ્લામાં સાડા ત્રણથી ચાર લાખ મેટ્રીન ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જયારે કપાસની અંદર પાંચથી છ લાખ મેટ્રીન ટન ઉત્પાદન થવાનો અંદાજ છે.

ગત વર્ષ કરતા આ વર્ષે લગભગ બે-ત્રણ લાખ ટન વધુ મગફળીનું ઉત્પાદન થશે: સમીર શાહ

Vlcsnap 2019 09 16 18H42M05S154

અબતક સાથેની વાતચીત દરમિયાન સોમના પ્રમુખ સમીરભાઇ શાહએ જણાવ્યું હતું કે સીંગતેલની હાલતી સ્થીતીની વાત કરીએ તો સીંગતેલનો જેટલો વપરાશ થવો જોઇએ તેટલો થતો નથી. સીંગતેલથી ધરાકી ઘણા અંશે વિમુકત થઇ ગઇ છે. અમે પ્રયત્નો કરીએ છીએ. સીંગતેલ એ હેલ્થ માટે તેમાં ખાસ કરીને વધુ પ્રમાણ ડીસીસ જોવા મળે છે.જેમાં હાર્ટ રિલેટેડ ડીસીસ, ડાયાબીટીસ માટે મગફળી અને તેનું તેલ ખુબ જ સારું છે. અમે આ માટે પ્રયત્નો કરતા હોઇએ છીએ. અમે સરકારનો પણ સહકાર માંગ્યો છે હવે સરકારનો પણ અમે સપોર્ટ માંગ્યો છે સરકાર

તરફથી સહકાર મળશે. હમણાં એવું જાણ્યું છે કે જે મઘ્યાહન ભોજન હોય તેમાં સરકારે સીંગતેલ આપવાનું શરુ કર્યુ છે. પહેલા પામોલીન, કપાસીયા માટે ટેન્ડર ભરાતા અને તેનાથી રસોઇ બનતી ત્યારે છેલ્લા બે મહીનાથી મઘ્યાહન ભોજન માટે સીંગતેલ વપરાય તેવું સરકારે ગુજરાતમાં કર્યુ છે. ત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ખુલ્લી માર્કેટમાં સ્ટોક નહીવત છે. ખાલી સરકારે એન.એચ.પી. પર ખરીદી કરી હતી તે સ્ટોક નાફેડ પાસે થોડો ઘણો છે. અને નાફેડનું વેચાણ થતું હોય છે. પરંતુ છેલ્લા થોડા દિવસનો ટ્રેન્ડ જોઇએ તો સતત ગુજરાતભરમાં વરસાદ વરસતો રહ્યો છે. તેના કારણે વાતાવરણ મર્કી જેવું થયું છે. ત્યાર જનરલ ડિમાન્ડ બજારમાં ઓછી છે તેમાં સીંગતેલમાં વધુ અને બીજા બધા તેલમાં પણ ઓછી ડીમાન્ડ છે. આર્થિક રીતે પણ આપણો દેશ પાછળ જઇ રહ્યો છે. તેની અસર પણ હોય શકે.

નવા ક્રોપની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં લગભગ વાવેતર પાંચ સાડા પાંચ ટકા જેટલું વધારે છે. ગયા વખતે ચૌદ લાખ બાસઠ હજાર હેકટરમાં ગુજરાતમાં મગફળીનું વાવેતર હતું. તે આ વખતે પંદર લાખ પચ્ચાસ હજાર હેકટરમાં વાવેતર થયું છે. તે સિવાય પણ વરસાદ સારો થયો તેથી કદાચ પર એકર ઇલ ખેડુતોને વધારે આવશે. ગયા વખતે જે ચૌદ-પંદર લાખ ટન ઉત્પાદન હતું. તેના કરતાં બે-ત્રણ લાખ ટન મગફળીનું ઉત્પાદન કે તેનાથી વધુ ઉત્પાદન મગફળીનું થઇ શકે તેમ છે. અમારા ટ્રેડના અમુક સેકટર જે ૅઘણા બધા પાકના ફિગર અત્યારથી મુકવા મંડયા છે. હું બે-ત્રણ લાખ ટન વધારે થકે. તો તે લોકોનું જણાવવું છે ડબલ પાક થશે તેના માટે પ્રોડીકશન કરવું અત્યારે થોડું વહેલું છે.

આ હું અનુભવના આધારે કહું છું કે ગયા વર્ષ કરતા વધુ થશે. બાકી કેટલું શું થશે તેનું પ્રિડીકશન હજુ ઘણું જ વહેલું છે. કારણ કે મગફળીઉે જમીનની અંવર થતો પાક છે તેથી છોડવા પરથી જજ ન કરી શકીએ કે કેટલો ક્રોપ મગફળીનો કેટલો ફાલ થશે. મગફળીના ભાવની વાત કહે તો તો ઓવર ઓલ ઉચ્ચા છે તેમાં વાત કરી તો ડીમાન્ડ સપ્લાય પર આધારીત છે. ડિમાન્ડ અત્યારે ઓછી છે. તેમના પર આધારીત છે. કોઇ ડિમાન્ડ આવે તો અત્યારે કોઇ નવો ક્રોપ આવીને કે પીલાણ થઇ જાય તેવી મહીના દિવસ સુધી કોઇ શકયતા નથી જો ડિમાન્ડ આવે તો ભાવ વધી શકે. સ્વાસ્થ્ય માટે હું કાયમ કહેતો આવ્યો છું કે આપણે સૌરાષ્ટ્રમાં પાકે છે તેમાં મગફળીનું તેલ સારું છે તથા તલ તેલ સારું છે. જો ઇન્ડિયાના ક્રોપ વાત કરીએ તો તેમા આપણો ચાર તેલીબીયાના પાકો  મગફળી, તલ, સરસવ તથા કોપરેલ તે સારા છે આ ચાર તેમ તમે ક્રસ કરીને ખાઇ શકો છો.

મગફળીના વધુ ઉત્પાદન સામે માર્કેટીંગ યાર્ડમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં પ્લેટફોર્મ બને તો ખેડુતો-મજુરોને મદદરુપ થશે: અતુલ કમાણી

Vlcsnap 2019 09 16 18H43M24S195

અબતક સાથેની વાતચીત દરમિયાન અતુલ કમાણીએ જણાવ્યું હતું કે ગત વર્ષની વાત કરીએ તો ત્યારે વરસાદ સારો ન હતો. ત્યારે આ વર્ષે વધુ પ્રમાણમાં વરસાદ થયો છે. માલનું ઉત્૫ાદન ગત વર્ષ કરતા બમણું આવે તેવું લાગે છે. મગફળીમાં વધુ ઉત્પાદન આવવાની શકયતાઓ જોવાઇ રહી છે. ત્યારે રાજકોટ માકેટીંગ યાર્ડમાં ગ્રાઉન્ડની પ્લેટફોર્મની વ્યવસ્થાનો થોડો અભાવ છે. તેથી થોડાક વેપારીઓ અને ખેડુતોને સમસ્યા થશે તેથી સત્તાધીશો પાસે અપેક્ષા રાખીએ છીએ કે વહેલી તકે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં જે ખુલ્લા ગ્રાઉન્ડ છે તેની ઉપર પ્લેટફોર્મ બનાવી ખેડુતો મજુરોને મદદરુપ થશે આવતા દિવસોમાંથી કદાચ કેન્દ્ર સરકારમાંથી જે સબસીડી રોકાયેલી છે. માકેટીંગ યાર્ડની તે આવી જશે તો તે ખુલ્લા ગ્રાઉન્ડ પર પ્લેટ ફોર્મ બનાવી વધુ મદદ થઇ શકશે. અત્યાર સુધી પડેલા વરસાદની વાત કરી એ તો અમુક જગ્યાએ વહેલી વાવણી, કયાંક મોડી વાવણી થઇ હતી. તેના ઉપરથી આંકડાની કોઇ

કલ્પના ન કરી શકીએ, પરંતુ ઉત્૫ાદન ૧૦૦ ટકા સારું થશે. ૧૫ થી ર૦ દિવસમાં નવા માલની પરંતુ હજુ વરસાદ પડશે. તો ખેડુતો પણ પરેશાનીમાં મુકાઇ જાય. કારણ કે જે ઉત્પાદન ધાર્યુ છે તે ન થઇ શકે. અને લીલો દુષ્કાળ થાય તેવી શકયતા પણ જોવાઇ રહી છે. જેને આગોતરા વાવેતર છે તેને મગફળી પાકી ગઇ છે તેને કાઢવાની હોય જો વરસાદ ચાલુ રહે તો જમીનમાં ઉગી જાય ઉત્પાદન આવે તો તેમાં થોડુંક ઓછું પણ જોવા મળે.

ત્યારે હવે વરસાદ ન આવે તેવું ખેડુતો ઇચ્છી રહ્યા છે. ખેડુતો માટે સારી બાબત કહી શકાય કારણ કે હજાર રૂપિયા આ વખતે ઉત્પાદન ની વાત કરીએ તો ઉત્પાદન આ વખતે વધુ આવશે. મગફળીના એકંદરે જે ભાવ આપણે જોઇએ છીએ તેના કરતાં ઓછા મળશે ૭૦૦ થી ૮૦૦ રૂપિયાની આસપાસની અમારી ગણતરી છે. તેની સામે સરકાર ૧૦૦૦ રૂિ૫યામાં ટેકાના ભાવે ખરીદીકરતી હોય તો તે સારી વાત છે. પરંતુ અમારી માંગણી છે અમે ભાવાંતર યોજનાની માંગણી કરી હતી. તેના જવાબમાં સરકારે કોઇપણ વસ્તુ આપી નથી. તો આ વર્ષે સરકાર આ બાચબતે વિચારે જો ભાવાંતર યોજના ન લાવી શકે તો સબસીડી યોજના શરુઆતના ચાર મહીના જે ખેડુતોને વધારે જરુરત હોય તે બજારમાં ઓછા ભાવે વેચે છે તો દરેક માકેટીંગ યાર્ડોમાં શરુઆતમાં ના ત્રણેક ચાર મહિનામાં જે ખેડુતો માલ વેચી ગયા છે. તેની સબસીડી આપે તેના બીલ પર ડાઇરેકટ તેના ખાતામાં હજાર રૂપિયા ગણતરી કરી જેટલા ઘટતા હોય તેટલા ખેડુતોના ખાતામાં જમા કરે તો દરેક ખેડુતોને લાભ મળશે. માકેૈટ યાર્ડ, વેપારી અને મજુરોને પણ લા મળશે.

બે વર્ષ ખેડુતો વેપારીઓ જે રાહ જોઇ રહ્યા હતા. કારણ કે ઉત્પાદન ઓછું હોય તો ઘણા મીલો બંધ હાલતમાં ગત વર્ષે આપણે ગોંડલમાં જોયા હતા ૩૦ થી ૪૦ ટકા જ ઓઇલ મીલો ચાલુ હતા. માલ મળતો ન હતો. સીંગનેલનો વપરાશ પણ ઓછો થઇ ગયો છે. ત્યારે ઉત્પાદન સારું થાય અને બજાર ભાવે મગફળી મળે તો વેપારીઓને પણ ફાયદો મિલર્સને પણ ફાયદો છે. અને ગ્રાહકોને સસ્તા ભાવે તેલ મળી રહે. સરકારની રણનીતીમાં સુધારો થાય અને ખેડુતોના ખાતામાં સીધા પૈસા જમા કરે છે તફાવત તો ગ્રાહકો પણ તેલ સસ્તુ મળે અને ખેડુતોને પણ લાભ મળે.

આ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનથી ઓઇલ મીલો પોતાની  કેપેસિટી મુજબ કાર્યરત થઇ જશે: બી.આર. તેજાણી

Vlcsnap 2019 09 16 18H43M28S239

અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણી એ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વરસાદ પુષ્કળ થયો છે. મગફળીનું વાવેતર ઘણા વિસ્તારમાં થયું છે. એટલે આ વષે મગફળીની આવક પુષ્કળ રહેશે. વરસાદ વધુ પડવાથી કેટલી ડેમેજ થાય છે તે પ્રશ્ર્ન રહેશે. તેમ છતાં આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં આવક પુષ્કળ રહેશે. સરકાર પણ ટેકાના ભાવે ખરીદી કરવા વિચારી રહી છે. ૧૦૦૦ રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે. ખેડુતોને વધારેમાં વધારે ભાવ મળે તેના મામલો નિકાલ થાય તેવું સરકાર પણ વિચારી રહી છે. તેમાં બજાર સમીતી હંમેશા માટે સહકાર આપશે. ટેકાના ભાવ ૧૦૦૦ ડીકલેર કર્યા છે જો માર્કેટમાં આવક વધારે થશે તો ભાવ ધટવાની શકયતા પણ ખરી કારણ કે તેમાં ઇકોમોનીનો નિયમ લાગુ પડે. ડિમાન્ડ અને સપ્લાય ડિમાન્ડ ઓછી હોય અને

સપ્લાય વધારે હોય તો ભાવ જનરલી નીચા રહેતા હોય છે. તેમ છતાં સરકારે તેને ટેકો આપવા માટે ૧૦૦૦ રૂપિયા ડિકલેર કર્યા છે. સરકાર કેટલી ખરીદી કરે છે અને કેટલી ઝડપથી કરે તે જોવાનું રહેશે. આ વર્ષે બમ્પર ઉત્પાદન થવાથી દરેક ઓઇલ મીલો પોતાની કેપેસીટી મુજબ કાર્યરત થઇ જશે. તેની ખરીદી નીકળશે જ દેશાવરમાં કેવી ડીમાન્ડ છે. અહિંથી એકસ્પોર્ટ કેટલા સિંગદાણા થાય છે તેની ઉપર પણ ભાવની અસર રહેશે. એમ સરકાર જો ખેડુતને બન્ને એટલા ભાવ વધારેમા વધારે મળી રહે તેવા પ્રયત્નો સરકારના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.