બિનનિવાસી લોકોને ભારતમાં મિલકત ખરીદવાથી ‘પ્રતિબંધિત’ કરાશે?

રિયલ એસ્ટેટ સેક્ટરમાં થયેલા ઇન્વેસ્ટમેન્ટના કારણે ભાવવધારો થયો હોવાનું અર્થઘટન અસમંજસતા સર્જશે

ભારતમાં વસવાટ ન કરતા હોય તેવા એનઆરઆઈને ભારતમાં મિલકત ખરીદવા ઉપર રોક લગાવવામાં આવે તેવી ધારણા છે.

મદ્રાસ હાઈકોર્ટે ભારતમાં ઘર ખરીદવા ઈચ્છતા એનઆરઆઈ ઉપર પ્રતિબંધ લગાવવાની દરખાસ્ત કરી છે. દેશમાં વર્તમાન સમયે લાખો લોકો પાસે મકાન ની તેવી સ્થિતિમાં એનઆરઆઈ  દ્વારા મિલકતો ખરીદવાી ભાવ વધારો તો હોવાનો તર્ક મુકાયો છે. જો બિનનિવાસી લોકોને ભારતમાં મિલકત ખરીદવી હોય તો ૧૦૦ % સ્ટેમ્પ ડયૂટી એકસ્ટ્રા ચૂકવવી પડશે તેવી દરખાસ્ત પણ થઈ છે. અહીં નોંધનીય છે કે, વર્તમાન સમયે રીયલ એસ્ટેટ સેકટરમાં થયેલા રોકાણના પરિણામે ભાવ વધારો થયો હોવાની દલીલ થાય છે. બીજી તરફ મિલકત ભાડે આપ્યા બાદ તેને પચાવી પાડવામાં આવશે. તેવા ડર અને કાયદાની આંટીઘુંટીની બીકી લોકોને ભાડે મકાન મળતા નથી

ત્યારે લોકોને છત મેળવવા ફાંફાં ફડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.  દરમિયાન હવે હાઈકોર્ટે ભારતમાં વસવાટ ન કરતા હોય તેવા એનઆરઆઈને મિલકત ખરીદતા અટકાવવાની દરખાસ્ત કરી છે. દેશમાં અનેક લોકો પાસે મકાન નથી. વસ્તીની સરખામણીએ હાઉસીંગ રેસીયો ઓછો છે. સરકારે એક તરફ હાઉસીંગ ફોર ઓલ અભિયાન ચલાવી રહી છે ત્યારે દેશના તમામ લોકોને મકાન મળે તેવા હેતુથી આ પ્રકારના મુડી રોકાણો ઉપર લગામ લગાવવી જોઈએ તેવો મત વ્યકત કરવામાં આવ્યો છે.

અહીં નોંધનીય છે કે, દેશમાં રીયલ એસ્ટેટ સેકટરમાં મસમોટું મુડી રોકાણ થાય છે. રીયલ એસ્ટેટ સેકટરમાં રોકાણના કારણે વિકાસ દરને આગળ ધપાવી શકાય છે ત્યારે ગરીબો અને અમીરો વચ્ચેની આ ખાઈ વધુ પહોળી બને તે જોવાની જવાબદારી સરકારની છે. માટે એક તરફ હાઉસીંગ ફોર ઓલ અભિયાન ચલાવાય છે ત્યારે ભાવ પણ સંતુલીત રહે તે જરૂરી બને છે. અદાલતે સરકારને સવાલ કર્યો છે કે, જ્યાં સુધી હાઉસીંગ ફોર ઓલના ટાર્ગેટ મેળવી ન લેવાય ત્યાં સુધી એકી વધુ મકાન ખરીદનારાઓ ઉપર રોક કેમ સરકાર લગાવતી નથી. એકી વધુ મકાન ખરીદનાર પાસેથી ૧૦૦ % એકસ્ટ્રા સ્ટેમ્પ ડયૂટી કેમ વસુલવામાં આવતી નથી. ટેકસ, ઈલેટ્રીસિટી ચાર્જ, વોટર સહિતના ચાર્જ બીજી મિલકતમાં કેમ વધારે લેવાતા નથી. આ તમામ સવાલ અદાલતે સરકારને પૂછયા હતા.

અદાલતે એમ પણ કહ્યું હતું કે, લાખો લોકો પ્લેટફોર્મ, રોડ, સીમેન્ટ પાઈપ અને ઝુંપડપટ્ટીના સહારે પોતાના જીવનનો નિર્વાહ કરે છે. લાખો લોકો પાસે રહેવા માટે છતની. દરેક વ્યક્તિને ઘર મળી રહે તે માટે સરકારે યોજના ચલાવી છે. પરંતુ જ્યાં સુધી સરકારના ટાર્ગેટ પુરા ન થાય ત્યાં સુધી એકી વધુ ઘર ખરીદનારોઓને અટકાવવા રજૂઆત થઈ છે.

મદ્રાસ હાઈકોર્ટ દ્વારા ઘર ખરીદવા મુદ્દે એનઆરઆઈને અટકાવવાની વાત કહેવામાં આવી છે. જો એનઆરઆઈ ભારતમાં ઘર ખરીદવા ઈચ્છે તો ૧૦૦ % એકસ્ટ્રા સ્ટેમ્પ ડયૂટી વસુલવાનું સુચન થયું છે. જસ્ટીસ કેરૂ બકરન અને જસ્ટીસ અબ્દુલ ઉદહોશેની ખંડપીઠ દ્વારા આ મામલો હાથમાં લેવામાં આવ્યો હતો. આ મામલા બાદ હવે ભારતના રીયલ એસ્ટેટ સેકટરમાં રોકાણ કરનારાને રોકવામાં આવશે તો આ ક્ષેત્રની હાલત કેવી થશે તેના પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

Loading...