Abtak Media Google News

છ અઠવાડિયાના જામીન પૂર્ણ થતાં પાક.નાં પૂર્વ વડાપ્રધાન ફરીથી જેલ જશે

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અલ અઝીજીયા મિલ્સ ભ્રષ્ટાચાર મુદ્દે ૭ સાલની સજા ભોગવી રહ્યા છે ત્યારે તેઓની બાકી રહેતી સજા માટે તેઓએ પોતાની સારવાર માટે ૬ અઠવાડિયા માટેની જામીનની અરજી કોર્ટને કરી હતી જે મંજુર થતાં તેઓ જેલ હવાલે ફરીથી થશે.

તેમનાં દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, તે તાણ સહિતની અનેક બિમારીથી પીડાઈ રહ્યા છે અને જો તેની સારવાર નહીં કરવામાં આવે તો તેનું મોત પણ થઈ શકે છે.

કોર્ટ દ્વારા ૨૬ માર્ચથી ૬ અઠવાડિયા સુધી તેમને જામીન આપવામાં આવ્યા હતા. પાકિસ્તાનની ઉચ્ચ ન્યાયાલયે તેમનાં બ્રિટેન જાવા પરની અરજી કે જે સારવાર માટે જઈ રહ્યા હતા તેને પણ નકારી કાઢી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝનાં પ્રવકતા મરીયમ ઓરંગઝેબે જણાવતાં કહ્યું હતું કે, પાકિસ્તાન મુસ્લિમ લીગનાં નવાઝ શરીફ પોતાનાં કાર્યકર્તાઓનાં ઝુલુસ સાથે કોર્ટ લખપટ જેલ પર પરત ફરશે ત્યારે તેમનાં કાર્યકર્તાઓ તેમના નિવાસ સ્થાનથી જેલ સુધી તેઓ સાથે રહેશે તે પ્રકારનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં ૩ ટર્મ સુધી ચુંટાયેલા ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ૨૪ ડિસેમ્બર-૨૦૧૮ થી ૭ વર્ષ માટે જેલની સજા ભોગવી રહ્યા છે તેઓ પર ભ્રષ્ટાચારને લઈ મુખ્યત્વે ૩ આરોપો લગાવવામાં આવ્યા હતા જેના અનુસંધાને તેઓ પર એક આરોપ સાબિત થતાં કોર્ટ દ્વારા તેમને ૭ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.