Abtak Media Google News

મારા સંસદ સભ્યો જ વેંચાઈ ગયા, પાકિસ્તાનમાં લોકશાહી બની ગઈ ફારસ: ઈમરાનની હૈયાવરાળ

 

પાકિસ્તાનમાં રાજકારણ વારંવાર કરવટ બદલતું રહે છે. વડાપ્રધાન ઈમરાન ખાનનું રાજકારણ ક્રિકેટના મેદાનથી શરૂ થઈ વડાપ્રધાન સુધી પહોંચ્યું છે ત્યારે ઈમરાન ખાનની નાપાક હરકતોએ તેની જ સામે પડકારો ઉભા કર્યા છે. રાજકારણમાં કુટનીતિ અને ભારત વિરોધી માનસીકતા અને શોર્ટકટમાં રાજકીય લાભ લેવાના ઈમરાન ખાનની નાપાક હરકતો હવે તેની જ સામે આવીને ઉભી રહી છે. રાજકારણમાં લાગવગ અને ભ્રષ્ટાચારનું પરિમાણ ઈમરાન ખાન સામે પોતાના જ સાંસદોની ખરીદ-વેંચ સુધી પહોંચી ગઈ છે. ઈમરાન ખાનની નાપાક હરકતો હવે વિશ્ર્વાસનો મત જીતી શકશે ?

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર વધુ એકવાર સંકટમાં આવી ચૂકી છે. પાકિસ્તાનનું ગંદુ રાજકારણ અને રાજકારણની નાપાક હરકતોને લઈ ઈમરાન ખાન માટે ફરી એકવાર વિશ્ર્વાસનો મત મેળવવાનો પડકાર ઉભો થયો છે. ઈમરાન ખાને આવતીકાલે સંસદમાં વિશ્ર્વાસ પ્રસ્તાવ પર મતદાનની કવાયત હાથ ધરી છે. પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગીલાનીએ ઈમરાન ખાનના નાણામંત્રી અબ્દુલ અફિઝ શેખને પરાજીત કરી દીધા બાદ આવતીકાલે ઈસ્લામાબાદ બેઠક માટે હવે ઈમરાન ખાન માટે વિશ્ર્વાસનો મત લેવો અનિવાર્ય બન્યો છે.

ઈમરાન ખાને રાષ્ટ્રજોગ પ્રવચનમાં દાવો કર્યો હતો કે, હવે દેશમાં ચૂંટણીઓ જીતવા માટે નાણાનો બેફામ ઉપયોગ શરૂ થઈ ગયો છે અને તેમની પાકિસ્તાન તહેરીકે ઈન્સાફ પક્ષના કેટલાંક સાંસદો પણ પૈસા લઈને વેંચાઈ ગયા હતા, હું ફરીથી સંસદમાં વિશ્ર્વાસનો મત જીતવા જઈ રહ્યું છું, અત્યારે જેને પણ સંસદ બનવું હોય તો પૈસાનો ઉપયોગ કરી પદ મેળવી લે છે અને સંસદોની લે-વેંચ ચાલુ થઈ ગઈ છે. હવે મને ખબર પડી કે, દેશની લોકશાહી કઈ દિશામાં આગળ વધી રહી છે. હું તો હેરાન થઈ ગયો છું પરંતુ મેં એક અભિયાન શરૂ કર્યું છે કે જે દેશના લોકતંત્રને મજાક બનાવનારાઓ સામે ઝુંબેશ ઉભી થાય. ઈમરાન ખાને જણાવ્યું હતું કે, તે સંસદમાં ખુલ્લા મતદાનની વ્યવસ્થા ઉભી કરવા માગે છે. જેનાથી ખબર પડે કે, ક્યાં સાંસદ કોની સાથે છે અને કોણ કેટલાં રૂપિયા લઈને વેંચાઈ ગયું છે. ચૂંટણીમાં ભ્રષ્ટાચાર ખત્મ કરવા માટે ઈમરાન ખાને એક વિધેયક રજૂ કર્યું છે જેમાં ખુલ્લા મતદાનની માંગ કરવામાં આવી છે. ગુપ્ત મતદાનમાં સાંસદોનું ક્રોષ વોટીંગ થાય છે અને પક્ષના એજન્ડા વિરુધ્ધ મતદાન થઈ ર્હયું છે.

સુપ્રીમ કોર્ટમાં ઈમાન્દાર અને નિષ્પક્ષ ચૂંટણી માટે પાકિસ્તાન ચૂંટણીપંચને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ કાંઈ થતું નથી. વિપક્ષ શાસક પક્ષને તોડવા માટષ પૈસાનો બેફામ ઉપયોગ થાય છે. ઈમરાન ખાને જણાવ્યું હતું કે, ભલે મારા પર વિશ્ર્વાસનો મત મેળવવાની તલવાર લટકતી હોય પણ હું ઈમાનદારીથી વિશ્ર્વાસનો મત મેળવીશ. પાકિસ્તાનમાં આવતીકાલે ઈમરાન ખાન સરકારની કસોટી થવાની છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.