Abtak Media Google News

‘હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે હે…!’

દેશની અર્થવ્યવસ્થા હાલ ડામાડોળ હોવાથી અનેકગણા પ્રશ્ર્નો ઉદભવિત થઈ રહ્યા છે ત્યારે કહેવાય છે કે, હારેલો જુગારી બમણું રમે ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્રને બેઠુ કરવા માટે મોદી સરકાર દ્વારા જે રાજકીય સોગઠી ગોઠવવામાં આવી છે કારગત નિવડશે કે કેમ તે એક મોટો પ્રશ્ર્નાર્થ ઉદભવિત થયો છે. નાણામંત્રી દ્વારા જે રીતે બજારને બેઠુ કરવા અને ધમધમતું કરવા માટે જે બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે તે કેટલા અંશે ઉપયોગી સાબિત થશે તે જોવાનું રહ્યું ત્યારે આગામી ઓકટોબર માસમાં જે બે રાજયોમાં સામાન્ય ચુંટણી યોજાશે તે રાજયો આર્થિક મદદ કરવા માટે દેશ માટે એટલા જ ઉપયોગી છે ત્યારે સરકાર દ્વારા જે વિકાસલક્ષી યોજનાઓને લાગુ કરવા માટેની જે પહેલ હાથ ધરવામાં આવી છે તે જોતા લાગે છે કે,દેશની અર્થવ્યવસ્થા ફરી મજબુતાઈ પર આવશે.

મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ એમ ત્રણ રાજયોની ચુંટણી આવી રહી છે ત્યારે મહારાષ્ટ્ર અને હરિયાણાનાં વેપારીઓ અને આ રાજયો કોર્પોરેટનાં રાજયો પણ માનવામાં આવે છે તેથી સરકારને કદાચ તે વાતની ભાળ છે કે વોટ અંકે કરવા માટે તમામ પ્રકારે જે આર્થિક સવલતો આપી શકાય અને વિકાસલક્ષી યોજનાઓને લાગુ કરી શકાય તે દિશામાં હાલ કેન્દ્ર સરકાર વિચારી રહ્યું  ત્યારે સરકાર દ્વારા જે વિકાસલક્ષી યોજનાઓ લાગુ કરવામાં આવી છે તેમાં બેફીસીટ આવવાની પણ ભીતિ સેવાઈ રહી છે પરંતુ જો યોગ્ય અનુશાસન ભારત દ્વારા કરવામાં આવશે તો જે ખાદ્ય ઉભી થઈ છે તેમાંથી દેશ બહાર સરળતાથી નિકળી શકશે પરંતુ જે રીતે હાલ સરકાર કામ કરી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે, આગામી સમય દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ સમય સાબિત થશે.  નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે રીતે અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે અને પરીણામ સ્વરૂપે બજારમાં જે તેજી જોવામાં આવી રહી છે તે જોતાં રોકાણકારોનાં રૂપિયા પણ બમણા થતા હોવાનું સામે આવ્યું છે.

રાજકીય રીતે મોદી સરકાર તેની રાજકીય સોગઠી ગોઠવવામાં ખુબ જ માહીર છે અને તે દિશામાં તેઓ અનેકવિધ કાર્યો પણ કરતા નજરે પડે છે. બજેટમાં જે જોગવાઈઓ લાગુ કરવામાં આવી હતી તેમાંથી કયાંકને કયાંક દેશને તેની માઠી અસર પહોંચતી હોવાની જાણ થતા તેઓએ લીધેલા નિર્ણયોને અનેકવિધ રીતે બદલાવી પણ નાખ્યા છે. માનવામાં આવે છે કે, દેશની અર્થવ્યવસ્થા કે પછી દેશનું અર્થતંત્ર માત્ર કૃષિ આધારીત હોતું નથી. કોઈપણ અર્થતંત્ર માટે નાણા સૌથી મહત્વપૂર્ણ પરીબળ છે જે કોર્પોરેટમાંથી જ મળી શકે છે જેનાં કારણે સરકાર આ ક્ષેત્રને ફરીથી બેઠુ કરવા માટે જે રીતે કામગીરી હાથ ધરી રહ્યું છે તે આવનારા સમયમાં વધુ મજબુતી આપશે તે વાતમાં સહેજ પણ મીનમેક નથી જયારે કહી શકાય કે આવનારો સમય ભારતની અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.