Abtak Media Google News

ગુજરાત ટુરિઝમના બ્રાંડ એમ્બેસેડર બન્યા બાદ તમને ખબર છે ? બચ્ચનને વહિદા રહેમાને એક તમાચો ઝીંકી દીધો હતો !!!ગુજરાત ટુરિઝમના બ્રાંડ એમ્બેસેડર બન્યા બાદ શું મહાનાયક અમિતાભ બચ્ચન ક્યારેય  ઢોલીવૂડમાં કામ કરશે? ખુશ્બુ ગુજરાત કી ની જાહેરાત કરી હતી. કહ્યું હતું કે કુછ દીન તો ગુજારિએ ગુજરાત મેં. તેઓ હવે ગુજરાતી ફિલ્મ કરશે?

લેજન્ડરી એક્ટ્રેસ વહિદા રહેમાને  તેમને એકવાર તમાચો ઝીંકી દીધો હતો!!! ત્યારે બિગ – બી ફિલ્મ જગતમાં  જૂનિયર એટલેકે નવા સવા  હતા. રેશ્મા ઔર શેરા ફિલ્મના શૂટિંગ વખતનો  આ કિસ્સો વહિદા રહેમાને  શેર કર્યો છે. ’ધ કપિલ શર્મા શો’ના મેકર્સ આ વખતે શોને સુપરહિટ કરવા અથાગ મહેનત કરી રહ્યા છે. શોના વિવિધ એપિસોડમાં સારા ક્ધટેન્ટ સાથે તેઓ દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મહેમાન તરીકે પણ બોલાવી રહ્યા છે.

આ શોમાં આવતા મહેમાનોના લિસ્ટમાં હવે ત્રણ નવાં નામ ઉમેરાઈ ગયાં છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓ વહીદા રહેમાન, આશા પારેખ અને હેલન આ શોમાં એકસાથે જોવા મળશે અને તેઓ કપિલ અને તેની ટીમ સાથે મળીને પ્રેક્ષકોનું મનોરંજન કરશે. જો કે, આ સદાબહાર અભિનેત્રીઓનો એપિસોડ આ શનિવારે ટીવી પર પ્રસારિત થશે.

શોમાં ’સપના’નો રોલ ભજવતા કૃષ્ણા અભિષેકે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે, ’આજે પણ અમે આ ત્રણ અભિનેત્રીઓ પાસેથી ઘણું શીખી શકીએ છીએ. આ એપિસોડમાં અમે બહુ ધમાલ મચાવી છે અને તેમને જે ટ્રિબ્યુટ આપી છે તે શ્રેષ્ઠ છે.’ આ એપિસોડમાં વહીદા રહેમાન, આશા પારેખ અને હેલન તેમના જીવનના ઘણાં પાસાઓ પ્રેક્ષકો સાથે શેર કરશે. આટલું જ નહીં, આ ત્રણેયને ટ્રિબ્યુટ આપવા માટે કૃષ્ણા અભિષેક , ભારતી સિંઘ અને સુમોના ચક્રવર્તી આ અભિનેત્રીઓના ફિલ્મી ગેટઅપમાં જોવા મળશે.

કાર્યક્રમ દરમિયાન વહીદા રહેમાને જણાવ્યું હતું કે તેમણે એક ફિલ્મના સેટ પર અમિતાભ બચ્ચનને જોરદાર તમાચો માર્યો હતો. બિચારા નવા સવા અમિતાભ બચ્ચનને ત્યારે બરાબરનું લાગ્યું હતું. તેઓ ગાલ ખંજવાળવા લાગ્યા હતા. જો કે તે શૂટિંગનો એક ભાગ હતો.

વહીદા રહેમાને આગળ જણાવ્યું હતું કે, એક દ્રશ્યમાં મારે અમિતાભ બચ્ચનને  જોરદાર થપ્પડ મારવાની હતી. ત્યારે તેમણે અમિતાભને હળવેકથી થપ્પડ મારી હતી. પરંતુ ઘણા રીટેક છતાં શોટ ઓકે થતો ન હતો. અમિતાભને પણ વારંવાર રીટેકના કારણે થપ્પડ ખાવી પડતી હતી. ત્યારે નિર્દેશકના કહેવાથી વહીદાજીએ અમિતાભને એક જોરદાર થપ્પડ ઝીંકી દીધી હતી અને શોટ ઓકે થઈ ગયો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે વહીદા રહેમાન તે અમિતાભ બચ્ચનના સૌથી માનીતા અભિનેત્રી છે. તેમણે ફિલ્મ કભી કભી માં અમિતાભ બચ્ચનના પત્નીની ભૂમિકા ભજવી હતી. તો ફિલ્મ ત્રિશૂલ માં તેમના માતાની ભૂમિકા સાકાર કરી હતી. સોની ટીવી પર આવતા ધ કપિલ શર્મા શો માં આશા પારેખ અને હેલન પણ ગેસ્ટ તરીકે આવ્યા હતા. તેમણે પણ સ્મરણો તાજા કર્યાં હતાં.

અહીં નોંધવું રહ્યું કે અગાઉ પણ કપિલ શર્મા શો માં આશા પારેખ અને હેલન ગેસ્ટ તરીકે આવી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ કપિલ શર્મા શો ના જબરા ફેન છે. કપિલ શર્માએ જણાવ્યું હતું કે તેઓ વહીદા રહેમાન, આશા પારેખ અને હેલેનના ચાહક છે. તેઓ બિલ્કુલ એક બાળક જેવા છે. આજે પણ તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તેઓ અમારા શો પર આવ્યા તે અમારા માટે સૌભાગ્ય ની વાત છે. આ એપિસોડ આગામી શનિવારે સોની ટીવી ચેનલ પર ધ કપિલ શર્મા શો માં જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.