Abtak Media Google News

હૈદરાબાદ, બેંગ્લોરમાં પરપ્રાંતીય મજુરોની વતન તરફની હિજરતથી અનેક મહત્વ પૂર્ણ પ્રોજેકટ્સ અટવાયા

ભારતની પ્રાચીન સમાજ વ્યવસ્થામાં શ્રમજીવી કામદારો અને નાના વર્ગને જીવની જેમ સાચવીને જતન કરવાની પ્રથા ભારતના મહાજન સમુદાયમાં ધર્મનો ભાગ બનીને સાચવવામાં આવતી શ્રમિકોએ પરસેવો પાડીને કરેલી મજુરીના દામ મજુરનો પરસેવો સુકાય તે પહેલા જ ચુકવી દેવાનો રિવાજ માનવ ધર્મમાં સૌથી વધુ પુણ્યશાળી ગણવામાં આવતો હતો. અલબત આજે જમાનો બદલાય ગયો છે.

માલિકો અને મજુરનો સંબંધ નફા-ખોટના સરવૈયામાં ગુંથાઇ- ચુંથાઇ ગયો છે. પ્રેકટીકલ યુગમાં શ્રમિકોની લાગણીનું જતન કરવાનું કોઇ મૂલ્ય નથી રહ્યું ત્યારે કયારેક કયારેક માણસની ખરી કિંમત અને જરૂરિયાત કુદરતી સમજાવી દે છે.

લોકડાઉનમાં પારાવાર મુશ્કેલીમાં વેઠીને વતન ગયેલા કામદારોની ગેરહાજરીથી પહેલા બાંધકામ ઉઘોગના કોન્ટ્રાકટરોને મજુરોને વિમાનમાં પાછા બોલાવવાની જરૂર પાડી છે. આને કહેવાય સમયનો તકાજો

હૈદરબાદના હિજરતી મજુરોએ જીવનમાં કઠિન દિવસોના દુ:સ્વપ્ન જેવી પરિસ્થિતિ અને અનેક યાતનાઓ વચ્ચે લોક ડાઉન દરમિયાન હિરજત કરીને તેમના વતન ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાંથી હવે તેમને રાજાશાહી ઠાઠથી આગવા અંદાજમાં પાછા આવવાનો અવસર ઉભો થયો છે.

હૈદરાબાદમાં મજુરોના અભાવે બાંધકામ ઉઘોગ મૃત પાયે અને આખું ઉઘોગ અધુરી સાઇટોના કારણે હાંડપિંજર જેવું બની ગયું છે. ત્યારે કોન્ટ્રાકટરો મજુરોને પાછા લાવવા માટે સરેરાશ ચાર પાંચ હજારના ખર્ચે વિમાન અને એ.સી. ટ્રેનના બુકીંગ કરાવી મજુરોને પુન: કામ પર લાવવા મજબુર બન્યા છે. બિલ્ડરો દ્વારા હૈદરાબાદમાં મજુરો માટે ગોઠવેલી ઝડણી વ્યવસ્થામાં સુથાર, રંગારા, ગ્રેનાઇટ કારીગરો પાલખ બાંધનારા ૪૦ ટકા  બિહાર, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળના છે.

બાકીના મજુરો યુ.પી, છતીસગઢ, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુમાંથી પુરા પડી રહે છે. અત્યારે મજુરોની અછતના કટોકટીના સમયમાં શહેરોમાં મજુરોને પાછા લાવવા માટે કોન્ટ્રાકટરોએ મજુરો માટે ફલાઇટ બુકીંગ કરાવીને પાંચેક હજાર રૂપિયાના ખર્ચે તેમને પાછા લાવવાની વ્યવસ્થાની તજવીજ હાથ ધરી હોવાનું હૈદરાબાદના પ્રેકટીજકીયના વાઇસ પ્રેસીડેન્ટ આર.સુરેશ કુમારે જણાવ્યું હતું આ ગ્રુપના ત્રણ મોટા પ્રોજેકટ હૈદરાબાદમાં ચાલી રહ્યા છે.

બેંગ્લોર સ્થિત એક જુથના ૧૮ સુથારોની ટીમને છઠ્ઠી જુને પટનાથી વિમાન માર્ગે લવાશે અત્યારે ત્રણ હજાર મજુરોની ખપતની જગ્યાએ જુથની સાઇટો પર ૭૦૦ મજુરોથી જ કામ ચલાવવું પડે છે. બુધવારના દિવસે પટનાથી હૈદરાબાદની વન-વે ટિકિટનો ભાવ રૂ. ૪૪૦૦ ચુકવાયા હતો.

અન્ય કેટલીક બાંધકામ કંપનીઓ કે જેમના કારીગરો બિહાર અને બંગાળના છે તે પણ મજુરોને વિમાન મારફત પાછા બોલાવવાની વિચારણા કરી રહ્યો છે. હૈદરાબાદમાં ૨૫૦૦ કારીગરોની વ્યવસ્થા સાથે કામ પર બોલાવવા માટે વ્યવસ્થા થઇ ગઇ છે. હવે ૧૦ થી ૧પ ટકા જ બાકી રહ્યા છે. અમે તેમને સંતોષકારક વળતર આપી પાછા બોલાવી લીધા છે.

કેવલોપરો માટે હવે કોઇ પૈસા ખરચવા સિવાય વિકલ્પ રહ્યો નથી. કેટલાક લોકોને સિરપાવ તરીકે વિમાનની ટિકિટો કેટલાંકને ભેટ સોગાદોમાં રૂપમાં એ.સી. ટ્રેનની ટિકિટો અઢવાન્સમાં પગાર અને એક વ્યકિત દીઠ ૧૮૦૦ થી ૨૦૦૦ નો ખર્ચ કરી હિજરતી મજુરોના દિલ જીતવા માટે કોન્ટ્રાકટરોએ નાણાની કોથળી ખોલી દીધી હોય તેવા માહોલ ઉભા થયો છે.

અમે ટિકિટ ભાડા ઉ૫રાંત એડવાન્સમાં ૧૦ હજારની ઓફર કરી છે. આ મહિને આજ રીતે અમે ઓછામાં ઓછા ૩૦૦ મજુરોની ટિકીટો બુક કરાવી છે. તેમ હૈદરાબાદના ઓમશ્રી બિલ્ડર અને ડેવલોપમેન્ટના સીઇઓ તપસ પટેલે લોકડાઉન દરમિયાન ઓછામાં ઓછા દોઢેક લાખ જેટાલ મજુરો પોતાના વતન ચાલ્યા ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.