Abtak Media Google News

મોરબી નામના એક શહેરમાં એક છોકરી રેહતી હતી.જેનું નામ કીંજલ હતું.કીંજલ ખૂબ જ શાંત અને સમજું છોકરી હતી.તે 10 ધોરણ સુધી અભ્યાસ કરી લીધો હતો .આમ તો તેના ઘણા મીત્રો હતા પરંતુ એવો કોઈ ખાસ મિત્ર નહિ કે જેના સાથે તે પોતાની બધી જ વાત દિલ ખોલીને બોલી શકે.કીંજલ 11માં ધોરણમાં પ્રવેશતા તેની મુલાકાત તેની જ શાળામાં અભ્યાસ કરનારી એક છોકરી સાથે પેહલા દિવસથી જ થાય છે. તેનું નામ હોય છે જાનવી. આગળ જતાં બન્ને ખૂબ જ ખાસ મિત્રો બની જાય છે અને તે બન્ને મિત્રોમાં ત્રીજો મિત્ર પણ ભળે છે જેનું નામ હોય છે ખુશ્બૂ. આ ત્રણની મિત્રતાથી કીંજલની જૂની બહેનપણીને અફસાનને ખૂબ જ દુઃખ થાય છે અને બન્ને વચ્ચે ઝગડાઓ પણ થાય છે

આમ ઝઘડામાં અને મિત્રતામાં તે ચારેય મિત્રોના 12 ધોરણનો અભ્યાસ પૂર્ણ થયા પછી બધા જ છૂટા પડી જાય છે તેમા ખુશ્બૂ પોતાની લાઇફમાં ખૂબ જ વ્યસ્ત થઈ જાય છે .કિંજલ એ પોતાના બે મિત્રો સાથે જ આગળ વધવાનું વિચાર્યું હતું કારણ કે તેના સિવાય બીજા કોઈ તેના મિત્રોના હતા અને તેને બનાવ્યા પણ ન હતા . કિંજલ માટે આગળ વધવાનો ખૂબ જ અઘરું હતું.

કિંજલ નો કોલેજનો પ્રથમ દિવસ હોય છે ત્યાં તેને બધા જ પ્રકારના લોકો મળે છે પરંતુ તેને કોલેજ માં કોઈ રસ આવતો નથી કારણ કે તેને જોઈએ એવા મિત્રો તેને મળ્યા નથી. આમ કરતા કરતા કોલેજના પાંચ મહિના પૂરા થઇ જાય છે અને દિવાળી વેકેશનની રજાઓ પડે છે જલા જીવનમાં એક વળાંક આવે છે કિંજલ પ્રેમમાં પડે છે કિંજલના જીવનના એ ખૂબ જ આનંદદાયી દિવસો હોય છે પરંતુ તેની ખુશી જાજો દિવસ ટકતી નથી તેની ખુશીમાં વિક્ષેપ પડે છે અને કિંજલ ભાંગી પડે છે કિંજલ ના જીવન માં અંધકાર વ્યાપી ગયો છે તેને ખબર નથી પડતી કે હું મારી વ્યથા કોને કહું ? ત્યાં કૉલેજ ખુલે છે અને તેની મુલાકાત ધૃતીકા નામની એક છોકરી સાથે થાય છે જે છોકરીને તે કોલેજમાં ઘણી વખત મળેલી હોય છે પરંતુ તેને ખબર ન હતી કે ધૃતિકા આટલી બધી સારી છોકરી હશે. ધૃતિકાને મળતા તેને એક ખૂબ સારી મિત્ર મળી ગઇ હતી.જેના સાથે તે પોતાની બધી જ બાબતોની વાત કરતી હતી .આગળ જતાં તેના જીવનમાં રુકસાર અને પ્રિયાંશી સાથે થઈ. પરંતુ કીંજલ કંઈક અલગ જ વિચારોમાં હતી .તે જે વ્યક્તિને પ્રેમ કરતી હતી તે વ્યક્તિનું નામ લેવું પણ તેના ઘરમાં ગુનાહ મનાતો હતો.
બધા જ વ્યક્તિ તેને એ જ સલાહ આપતા હતા કે તું અસદને ભૂલીજા પરંતુ કીંજલનું હૃદય તેને ભૂલવા સક્ષમ જ નહોતું . એક વર્ષ થાય છે બધું જ બરોબર ચાલે છે પણ કીંજલ હજી અસદને ભૂલી નથી .કીંજલ અને અસદ ખૂબ જ સારા મિત્રો છે પરંતુ લોકડાઉનમાં તેઓની વાતચિત સાવ બંધ થઇ ગઇ. આ નિર્ણય કીંજલનો હતો. આમ કરતા એક વર્ષ વીતી ગયો . સમય જતાં કિંજલ પોતાના જીવનમાં વધુ ગુંચવાતી જતી હતી તેને કોઈપણ બાબત વિશે ભાન રહેતું નથી. તે પોતાના બધા જ મિત્રોથી વિખૂટી પડી જાય છે.અસદ એક વર્ષ પછી તેના જીવનમાં પાછો પહેલાની જેમ જ આવે છે .તેના જીવનમાં હવે કોઈ ઉપર પાછો વિશ્વાસ કરવો અઘરો બની જાય છે.તે નીરસ બની જાય છે અને તેને ભાન નથી રહેતું ક પોતાના જીવનમાં શુ ચાલી રહ્યું છે કોઈ સાથે વાતો કહી શકતી નથી અને અંદરને અંદર મુંજાય છે.કીંજલની ખાસ મિત્રની એને જરૂર છે પણ તે એને પણ કહી શકતી નથી.કીંજલના ઘરમાંતો વાત કરવાથી પણ કિનજલનું કરિયર ખરાબ થઈ જશે .કીંજલ સમસ્યાઓથી ઘેરાય ગઈ છે.

અત્યારે કીંજલ એક ખભો ગોતે છે કે જ્યાં તે પોતાનું દુઃખ વ્યક્ત કરી શકે .કિનજલનો જોઈને કોઈ કહી ના શકે કે તે અંદરથી આટલી બધું તૂટેલી હશે.શુ કિનજલને કોઈ સમજવા વાળું મળશે કે જે કિનજલની બધી જ સમસ્યાનું સમજદારીપૂર્વક નિરાકરણ લાવી શકશે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.