Abtak Media Google News

ત્રિપલ તલાકને ગેરલાયક ઠેરવતા બિલને લોકસભામાં રજૂ કરાયું: શાસક, વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ: સાંજ સુધીમાં બહુમતીથી પસાર થવાની શક્યતા

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપની મોદી સરકારે સ્પષ્ટ બહુમતિ મેળવીને ફરીથી સત્તાના સુત્રો સંભાળ્યા છે. જે બાદ, મોદી સરકારે દેશનો સર્વાંગી વિકાસ થાય તે માટે ટુંકાગાળામાં વિવિધ ૧૫ ખરડાઓને પસાર કરાવ્યા છે. અને હજુ ૧૦ મહત્વના ખરડાઓ હાથ પર છે આ ખરડાઓને પસાર કરાવવા લોકસભાનું સત્ર ૯ ઓગષ્ટ સુધી લંબાવવાની પ્રક્રિયા હાથ ધરાય રહી છે. ગઈકાલે દેશમાં બેફામ બનેલી આતંકવાદી પ્રવૃત્તિઓને કાબુમાં લેવા યુએપીએ ખરડાને લોકસભામાં પસાર કરાવ્યા બાદ આજે મોદી સરકાર દ્વારા ત્રિપલ તલ્લાક પર પ્રતિબંધનો ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. આ ખરડા પર આજે લોકસભામાં શાસકો અને વિપક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી.

લોકસભામાં આજે ત્રિપલ તલાક બિલ પર ચર્ચા બાદ તેને પસાર કરાય તેવી સંભાવના છે. આ બધાની વચ્ચે સંકેત મળી રહ્યા છે કે બિલને પાસ કરાવા માટે સંસદના હાલના સત્રનો સમયગાળો વધારી શકે છે. સત્તાવાર સૂત્રોએ ગઈકાલે જણાવ્યું હતું. સત્તારૂઢ ભાજપે પોતાના સાંસદો માટે વ્હિપ રજૂ કર્યો છે અને તેમને ગૃહમાં હાજર રહેવાનું કહ્યું છે.

બિલમાં એક સાથે ત્રણ વખત તલાક બોલીને મુસ્લિમ મહિલાઓને તલાક અપાતા (તલાક-એ-બિદ્દત)ને ગુનો ગણાવ્યો છે અને સાથો સાથ દોષિતને જેલની સજા સંભળાવાની જોગવાઇ કરી છે. મોદી સરકારે મે મહિનામાં પોતાનો બીજો કાર્યભાર સંભાળ્યા બાદ સંસદના આ પહેલાં સત્રમાં સૌથી પહેલાં બિલનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. કેટલાંય વિપક્ષી દળો એ તેનો કડક વિરોધ કર્યો છે, પરંતુ સરકારનો દાવો છે કે આ બિલ લૈંગિક સમાનતા અને ન્યાયની દિશામાં એક પગલું છે.

ત્રિપલ તલાક બિલમાં ફોજદારી સજાની જોગવાઈ વિવાદાસ્પદ મુદ્દો બન્યો છે. તેના લીધે આ બિલ ગયા વર્ષે રાજ્યસભામાં પાસ થઇ શકયું નહોતું. વિપક્ષી દળ બિલને હિન્દુ અને ખ્રિસ્તી વિવાહ કાનૂનમાં તલાક સાથે જોડાયેલા કાયદાની બરાબરીમાં લાવવા માટે આ કલમને હટાવાની માંગણી કરી રહ્યાં છે.

હાલ ભાજપ સાંસદોમાંથી મળી રહેલા સંકેતો મુજબ સંસદનું હાલનું સત્ર ૯ ઓગસ્ટ સુધી વધી શકે છે. તેનો મતલબ એ છે કે બીજા બિલની સાથે સરકાર ત્ર્રિપલ તલાક બિલને પણ પસાર કરવાની કોશિષ કરી શકે છે. રાજ્યસભામાં એનડીએમાં નવા સભ્યોના આવવાથી ત્યાં પણ બહુમતીની તરફ પગલાં વધારતા સત્તા પક્ષની તરફથી બિલને આગળ વધારવું નવો પ્રયત્ન થઈ શકે છે. સંસદના પાછલા સત્રમાં ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં ફસાયા બાદ સરકારે તેને લઇ એક અધ્યાદેશ રજૂ કર્યો હતો. એવામાં સરકાર માટે આ સંસદના હાલના સત્રમાં પાસ કરાવું જરૂરી થઇ ગયું હતું. મોદીના નેતૃત્વમાં સતત બીજી વખત બનેલી એનડીએ સરકારે પોતાના મંસૂબા ત્યારે સ્પષ્ટ કરી દીધા હતા જ્યારે તેમણે લોકસભાના પહેલાં સેશનની એકદમ શરૂઆતમાં વિપક્ષી દળોના વિરોધની વચ્ચે ત્રિપલ તલાક બિલ રજૂ કર્યું છે. આજે લોકસભામાં રજૂ યેલા આ બિલ પર શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા વાની સંભાવના છે પરંતુ લોકસભામાં શાસક પક્ષ પાસે બહુમતિ હોય આ બિલ પણ યુએપીએની જેમ બહુમતિી પસાર થશે તેમ મનાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.