Abtak Media Google News

માળખાગત સુવિધાને મજબૂત કરી ૫ ટ્રિલિયન ડોલર ઇકોનોમી શક્ય?

માત્ર ઉત્પાદન વધારવાી નહીં પરંતુ વસ્તુને લોકો સુધી પહોંચાડવાની વ્યવસ પણ અસરકારક બનાવવાની તાતી જરૂર હોવાની વાત અંતે સરકારને સમજાઈ : પોર્ટ, કોરીડોર, રેલવે નેટવર્ક સહિતના ક્ષેત્રોમાં વિવિધ પ્રોજેકટનો વિકાસ કરવા મસમોટુ બજેટ ફાળવાય તેવી આશા

ભારત પ્રમ વખત ઈન્ફ્રાબજેટનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. વર્તમાન સમયે ભારતીય ર્અતંત્રમાં છવાયેલા મંદીના માહોલ અને જીડીપીના વિકાસદરને વધારવા સરકારને મળેલી નિષ્ફળતા બાદ હવે ઈન્ફ્રાબજેટ કી ૫ ટ્રીલીયન ડોલર ઈકોનોમીની ઉપલબ્ધી હાસલ કરવાની આશા બંધાઈ છે. અત્યાર સુધી ભારત સરકારે ઉત્પાદન વધારવા તરફ ધ્યાન આપ્યું હતું. પરંતુ કોઈ લેવાલ જ ન હોય ત્યારે ઉત્પાદન વધારવાી શું ફાયદો થાય. વર્તમાન સમયે કારખાના પહેલાની જેમ ધમધમતા નથી. લોકો પાસે ખરીદ શક્તિનો અભાવ જોવા મળે છે. આવી સ્થિતિએ ખેતીમાં પણ મસમોટુ નુકશાન જઈ રહ્યું છે. એગ્રીકલ્ચર સેકટરમાં નાસવંત ગણાતી પ્રોડકટ બચાવી શકાતી ની. ૩૩ ટકા જેટલી પ્રોડકટનું નુકશાન થાય છે. પરિણામે વર્ષે, દહાડે દેશને કરોડો રૂપિયા ગુમાવવા પડે છે. બીજી તરફ ચીન જેવા દેશો લોજીસ્ટીક સેકટરને વધુ પ્રાધાન્ય આપીને પ્રોડકટને બગડતી અટકાવવા સફળ રહ્યાં છે. ખેડૂતોની આવક બમણી કરવી હોય તો વર્તમાન સમયે લોજીસ્ટીક સેકટરને બળવાન કરવું જરૂરી છે તે વાત સરકાર સારી રીતે જાણે છે. લોજીસ્ટીક સેકટરના વિકાસ મામલે ભારત પછાત સમાન છે. સ્ટોરેજની ઉણપના કારણે દેશમાં અનાજનો પુરતો સંગ્રહ ઈ શકતો નથી. બચત ઓછી અને વેડફાટ વધુ છે. માત્ર વસ્તુનું ઉત્પાદન વધારીને નહીં પરંતુ તેને લોકો સુધી પહોંચાડી મહાન બની શકાય છે તે હજુ સુધી સરકારને સમજાઈ ન હોય તે ફલીત ઈ રહ્યું છે. લોજીસ્ટીકમાં રહેલી ખામીનું તાજેતરનું જ ઉદાહરણ લઈએ તો ડિસેમ્બર સુધી ડુંગળીના ઉંચા ભાવના કારણે ગ્રાહકો રડી રહ્યાં હતા. પરંતુ હવે સ્થિતિ એવી થઈ છે કે ફેબ્રુઆરી બાદ ડુંગળીના ભાવને લઈ ખેડૂતો રડશે. જે ડુંગળીને ૧૫ દિવસ પહેલા આયાત કરી હતી તે ડુંગળીને હવે નિકાસ કરવાની મજબૂરી સરકાર માટે ઉભી ઈ છે. ૫ ટ્રીલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન સાકાર કરવા આ વખતેનું ઈન્ફ્રાબજેટ મહત્વની ભૂમિકા ભજવશે.

ભારતને લોજીસ્ટીક ક્ષેત્રે વિકસીત દેશો પાસેી ઘણું શિખવાની જરૂર છે. આ દેશોમાં નાશવંત પ્રોડકટનો માત્ર ૨ ટકા જેટલો જ નાશ થાય છે. વિકસીત દેશોએ માળખાગત સુવિધામાં ધરખમ ફેરફાર કર્યા છે. આવી સ્થિતિએ ભારતમાં પણ કોલ્ડ ચેઈન અને વેરહાઉસની સંખ્યા વધે તે ખુબજ જરૂરી છે. અનાજના ભંડાર હોવા છતાં જો તે સડી જાય તો કોઈને કામમાં આવતું નથી. ઉત્પાદન વધે છે પરંતુ લોકો સુધી પહોંચતું ની. માટે સરકારે લોજીસ્ટીક ક્ષેત્રને ધ્યાનમાં રાખી આગામી બજેટ ઈન્ફ્રાબજેટ બનાવવાની તડામાર તૈયારીઓ કરી છે.

સુત્રો પાસેી મળતી વિગતો મુજબ આગામી બજેટમાં લોજીસ્ટીક ક્ષેત્રને સરકાર વધુ પ્રાધાન્ય આપવા જઈ રહી છે. ટૂંક સમયમાં સરકાર નેશનલ લોજીસ્ટીક પોલીસી અમલમાં મુકશે. જેમાં વેર હાઉસની સંખ્યા વધારવાની સાથો સાથ તેની કેપેસીટી પણ વધારવામાં આવશે. લોજીસ્ટીક સેકટરમાં ખર્ચને વધુને વધુ ઘટાડવા સરકાર પગલા લેશે. નિકાસકારો અને આયાતકારોને કેન્દ્ર બિંદુએ રાખીને ઈ-માર્કેટ પ્લેસ ઉભુ કરવામાં આવશે.

ભારતમાં ઈન્ફાસ્ટ્રકચર સેકટર વિકાસની અનેક તકો છે. સરકારે આ તકો ઓળખીને વિવિધ પોર્ટને કનેકટ કર્યા છે. રોડ-રસ્તા અને જળ પરિવહન માટે સરકાર દ્વારા ગોલ્ડન કોરીડોર, એકસ્પ્રેસ-વે, ગ્રીન કોરીડોર અને સાગરમાલા પ્રોજેકટ સહિતની યોજનાઓ સરકાર દ્વારા શરૂ કરાઈ છે. આ તમામ યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચીને દર વર્ષે વેડફાતા અબજો રૂપીયાના માલને બચાવવાનો પ્રયાસ સરકારનો છે. વિવિધ યોજનાઓ કી લોજીસ્ટીકને એક તાંતણે જોડવાનો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા ઈ રહ્યો છે. અહીં નોંધનીય છે કે, એક સમયે નાસીકી રાજકોટ સુધી શાકભાજી લાવવું મુશ્કેલ થતું પરંતુ લોજીસ્ટીકમાં આવેલ ક્રાંતિએ આ મુશ્કેલ કામને સરળ બનાવ્યું છે. લોજીસ્ટીકના વિકાસના કારણે ઈકવલ ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિી ભાવનું સમતોલન રાખી શકાય છે. આ સો જ ઈકોનોમીની કરોડરજ્જુ સમાન ઈ-કોમર્સ સેકટર પણ લોજીસ્ટીક આધારીત હોવાના કારણે આ ક્ષેત્રે યોગ્ય પ્રમાણમાં બજેટ ફાળવાય તે જરૂરી બાબત છે.

  • વિશ્ર્વનું સૌથી મોટુ વીજ સંચાલીત રેલવે નેટવર્ક બનશે ભારતીય રેલ

વર્ષ ૨૦૨૪ સુધીમાં ભારતનું રેલ નેટવર્ક ૧૦૦ ટકા વીજળી સંચાલીત બની જશે તેવી અપેક્ષા રેલ મંત્રાલય રાખી રહ્યું છે. ભારતીય ટ્રેનના કારણે કોઈપણ જાતનું પ્રદુષણ ફેલાય નહીં તે માટેની તૈયારી સરકારે કરી છે. ભારત એવો એકમાત્ર દેશ બનશે જેનું આખું રેલ નેટવર્ક વીજળીી સંચાલીત રહેશે. વર્તમાન સમયે રેલ નેટવર્ક વિશ્ર્વના સૌી મોટા રેલવે નેટવર્ક પૈકીનું એક છે. પરંતુ આખું વીજળીકરણ યું ની. બ્રાઝીલ સો રેલ ઈન્ફાસ્ટ્રકચર ક્ષેત્રે કરાર કરીને આ બાબતે પ્રયાસ થશે. અહીં નોંધનીય છે કે, ટ્રેનનું વીજળીી સંચાલન અન્ય ઈંધણ કરતા વધુ સસ્તુ પડે છે. આ ઉપરાંત વીજળીી સંચાલન વાના કારણે પ્રદુષણ પણ થતું નથી. આવી સ્થિતિ માં વીજળીથી સંચાલન સસ્તુ પણ પડે છે. ઈન્ફાસ્ટ્રકચર-લોજીસ્ટીક સેકટરમાં ભારતીય રેલવેનો ભાગ સૌથી મહત્વનો છે ત્યારે સસ્તાદરે વધુ ઝડપે માલ પરિવહનમાં રેલવેનું નેટવર્ક મહત્વનું બની જ થશે. આ સાથે  સરકાર આગામી બજેટમાં સૌથી વધુ ફંડ રેલવે વિભાગ પાછળ વાપરવાની જોગવાઈ કરશે તેવી શકયતા છે. પરિણામે ઈન્ફાસ્ટ્રકચર-લોજીસ્ટીકમાં રોડ ટ્રાન્સ્પોર્ટની જેમ રેલવે ટ્રાન્સ્પોર્ટને પણ ધ્યાનમાં લેવામાં આવશે. અહીં નોંધનીય છે કે, અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારતનું રેલવે નેટવર્ક ચોા ક્રમે છે. ભારતનું રેલવે નેટવર્ક ૬૭૩૬૮ કિ.મી. સુધી પરાયેલું છે. જેમાં ૭૩૦૦ રેલવે સ્ટેશન છે અને દરરોજ ૧૩૦૦૦ પેસેન્જર ટ્રેનના માધ્યમી ૨.૩ કરોડ પેસેન્જરોની અવર જવર થાય છે.

  • બજેટમાં રિઅલ એસ્ટેટ સેક્ટરને ઉદ્યોગનો દરજજો આપવા ક્વાયત

દેશના વિકાસ માટે રીયલ એસ્ટેટ સેકટર ર્અતંત્રની કરોડરજ્જુ સમાન છે. માટે આગામી બજેટમાં રીયલ એસ્ટેટ સેકટરને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવે તેવી ધારણા સેવાઈ રહી છે. વર્તમાન સમયે લોજીસ્ટીક-સર્વિસ સેકટર સહિતના ક્ષેત્રોમાં સરકારે વિવિધ આયોજનો ઘડી કાઢયા છે. ત્યારે રીયલ એસ્ટેટ સેકટરમાં રાહત મળે તે માટે સરકાર મસમોટા ફેરફાર કરવા જઈ રહી છે. આગામી સમયમાં રીયલ એસ્ટેટ સેકટરમાં એફડીઆઈ માટે છુટછાટ આપવામાં આવે તેવું પણ લાગી રહ્યું છે. રીયલ એસ્ટેટ સો કૃષિને પણ ઉદ્યોગનો દરજ્જો અપાય તો ખેડૂતો માટે ખુબજ રાહતરૂપ રહેશે. અત્યાર સુધી ભારત કૃષિ પ્રધાન દેશ હોવાનું સમજાવાયું છે. પરંતુ કૃષિ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો અપાયો નથી. પરિણામે કરોડો રૂપિયાની જમીન ધરાવતું ખેડૂતને લાખો રૂપિયાનું ધીરાણ મેળવવામાં પણ ફાંફા થાય છે. ડેવલોપ માટે લોન મળતી નથી. જેના નકારાત્મક પરિણામ બજાર પર પડે છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે જ્યારે ખેતીને ઉદ્યોગનો દરજ્જો મળશે ત્યારે પ્રોડકટીવીટીમાં તોતીંગ વધારો શે. ભારતીય ર્અતંત્રમાં રીયલ એસ્ટેટ અને કૃષિ ક્ષેત્ર મસમોટું પ્રદાન આપે છે. આ માટે સરકાર આગામી બજેટમાં યોગ્ય જોગવાઈ કરશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

  • એક્સપ્રેસ વે ગ્રીન કોરીડોર બનશે હુકમનું પાનુ

એકસપ્રેસ-વે, ગ્રીન કોરીડોર અને સાગરમાલા પ્રોજેકટ સહિતની યોજના કી સરકાર દેશમાં રોડ, બંદર, એરપોર્ટ સહિતના સનોને એક તાંતણે બાંધવા જઈ રહી છે. એકસપ્રેસ-વે અને ગ્રીન કોરીડોર પાછળ સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. આગામી ૩ વર્ષમાં રૂા.૩ લાખ કરોડના તોતીંગ ખર્ચે દેશમાં ૩ એકસપ્રેસ-વે ગ્રીન કોરીડોરનું નિર્માણ કરવામાં આવશે તેવું તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કહ્યું હતું. કુલ ૨૨ પ્રોજેકટ કી ૭૫૦૦૦ કિ.મી.ના ગ્રીન ફિલ્ડ એકસપ્રેસ-વે અને કોરીડોર બનાવવામાં આવશે. આ તમામ ખર્ચો દેશમાં લોજીસ્ટીક સેકટરના વિકાસને કેન્દ્ર સને રાખી સરકાર કરવા જઈ રહી છે. માર્ગ ઉચ્ચ ગુણવત્તાના રહેશે તો ઝડપી અને ઓછા ખર્ચે માલનું પરિવહન શે. આ સો જ પોર્ટ, એરપોર્ટ, રેલવે જંકશન સહિતના સનોને જોડી દેવામાં આવશે. ઈંધણની બચત થશે. સમય ઓછો બગડશે. એકંદરે દર વર્ષે વેડફાતા કરોડો રૂપિયાના માલને બચાવી શકવામાં સફળતા મળશે. હરિયાણા, રાજસન, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં એકસપ્રેસ-વે અને ગ્રીન કોરીડોરના કારણે વિકાસની નવી તકો ઉભી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.