Abtak Media Google News

મહિલા ક્રિકેટ વિશ્ર્વ કપ: ધાકડ ગર્લ્સ ગોરી ખેલાડીઓને ભરી પીવા સજ્જ

મહિલા ક્રિકેટ વિશ્ર્વકપની બીજી સેમિ ફાઈનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ભારતની ‘ધાકડ ગર્લ્સ’ ટકરાશે. આમ તો મહિલા ક્રિકેટ મામલે ઓસ્ટ્રેલિયા સામે ભારત ઘૂંટણીયા ટેકતું આવ્યું છે પરંતુ આ વખતે વાત જરા જુદી છે.

કુલ ૬૦૦૦ વન-ડે રનનો રેકોર્ડ રચીને ભારતીય સુકાની મિતાલી રાજ ફોર્મમાં છે તેમ તેની સાથી ખફેલાડીઓ પણ ઓસ્ટ્રેલીયન ગોરીઓને ભરી પીવાના મુડમાં છે. ખાસ કરીને ક્રિષ્નામુર્થી અને હરમનપ્રીત કૌરના બેટની ધાર તેજ છે. તેઓ રનના ખડકલા કરી શકે તેમ છે. તો સ્પિનર રાજેશ્ર્વરી ગાયકવાડની ફિરકી પણ કમાલ સર્જી શકે તેમ છે. એકંદરે, બી પોઝિટીવ ભારતીય કૂડીઓના ફાઈનલમાં પહોંચવાના ચાન્સ પુરેપુરા છે.

જો કે, ઓસ્ટ્રેલિયા સામે ભારત ૪૨ વન ડે અત્યાર સુધીમાં રમ્યું છે. તેમાં ૩૪માં ઓસ્ટ્રેલીયાએ જીત દર્જ કરાવી છે. અગાઉ ૨૦૦૫માં દક્ષિણ આફ્રિકામાં વિશ્ર્વકપની ફાઈનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ બાજી મારી હતી. કદાચ આપણી છોકરીઓ તે હારનો બદલો આજે લઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.