શું ભારત ઓસ્ટ્રેલીયામાં પરાસ્ત થશે?

બીસીસીઆઈના અસમંજસના નિર્ણય ભારે પડશે !!!

આજથી ઓસ્ટ્રેલીયા સામે વન-ડે મેચની સીરીઝ શ‚ થઈ છે. ત્યારે સૌથી મોટો ફટકો ભારતીય ટીમને પડ્યો હોય તો તે રોહિત શર્માની ઈજા છે. રોહિતની ઈજાને લઈ ટીમ અને ટીમના સુકાની કોહલીના માનસ પર અનેકવિધ પ્રશ્ર્નો ઉભા થયા છે. ઓસ્ટ્રેલીયા ટુર પર આવેલી ભારતીય ટીમ રોહિતની ગેરહાજરીથી હતાશ થઈ હોય તેવું માનવામાં આવે છે. ત્યારે ટીમના સુકાની કોહલીએ રોહિત શર્માની ઈજા અંગે જણાવ્યું હતું કે, હજુ રોહિતની ઈજાને લઈ કોઈ સ્પષ્ટતા થઈ નથી. જેના કારણોસર મેનેજમેન્ટને રાહ જોવાની રમત રમવી પડે છે જે ભારતીય ટીમ માટે સહેજ પણ યોગ્ય નથી.  વધુમાં સુકાની કોહલીએ જણાવ્યું હતું કે, રોહિત ઓસ્ટ્રેલીયા ટુર પર સાથે કેમ ન આવ્યો તે અંગેની પણ કોઈ વ્યક્તિને જાણકારી નથી. વિરાટે જણાવતા કહ્યું કે, ખરા અર્થમાં રોહિત શર્માએ રિધ્ધીમાન સહાની જેમ રીહેબ કરવું જોઈએ. હાલ રોહિત શર્મા અને ઈશાંત શર્મા ભારતમાં પોતાની ઈજામાંથી સાજા થઈ રહ્યાં છે પરંતુ કોહલીના મત પ્રમાણે જો તેઓ રિધ્ધીમાનની જેમ ઓસ્ટ્રેલીમાં રિહેબ કર્યું હોત તો તેની અસર ટીમ પર જોવા મળી શકે. સિલેકશન કમીટીની મીટીંગ પહેલા પણ કમીટીને મેઈલ આવેલ હતો કે, રોહિત ઈજાના કારણે ઓસ્ટ્રેલીયાની ટુરમાં રમી શકશે નહીં, જેમાં મેઈલમાં તેની ઈજાને લઈ ગંભીરતા અને થતાં નુકશાન અંગે પણ જણાવવામાં આવ્યું હતું. પરંતુ આઈપીએલની ફાઈનલ રોહિત રમ્યા બાદ એ વાત પર આશા સેવાઈ રહી હતી કે, આઈપીએલ બાદ રોહિત ટીમ સાથે ઓસ્ટ્રેલીયા આવશે. કોહલી એ વાતથી પણ અચરજ પામ્યો છે કે તે ટીમ સાથે ઓસ્ટ્રેલીયા શુંકામ ન આવ્યો અને તે મામલે ટીમ મેનેજમેન્ટને પણ જાણકારીનો અભાવ જોવા મળ્યો છે.  બીજી તરફ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં વિરાટ કોહલી નારાજ થયો હોય તેવું પણ લાગી રહ્યું છે. કહેવાય છે કે, હાલ ભારત ચાર સીરીઝ રમ્યા બાદ ટીમના ૩૬૦ પોઈન્ટ છે તો બીજી તરફ ઓસ્ટ્રેલીયા ૩ સીરીઝ રમ્યા બાદ તેના ૨૯૬ પોઈન્ટ છે. છતાં પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન પર ઓસ્ટ્રેલીયા છે જ્યારે બીજા સ્થાન પર ટીમ ઈન્ડિયા છે. પોઈન્ટમાં ટીમ ઈન્ડિયા આગળ હોવા છતાં તેનો બીજો ક્રમ શુંકામે તે અંગે પ્રશ્ર્નો ઉદ્ભવીત થયા છે. ત્યારે બીસીસીઆઈ દ્વારા જે અસમંજસના નિર્ણયો છે તે ભારે પડશે કે કેમ તે આવનારો સમય જ જણાવશે. હાલ આ મુદ્દા પર પ્રકાશ પાડતા કોહલીએ બીસીસીઆઈ અને આઈસીસીને જણાવ્યું હતું કે, આ અંગે કોઈ વિશેષ માહિતી આપવામાં આવે. આઈસીસીના જણાવ્યા મુજબ જે ટીમ જેટલા વધુ મેચ રમ્યા હોય અને મેચ પૂર્ણ કર્યા હોય તેના ઉપર જ પોઈન્ટ ટેબલ પર તેનું સ્થાન નિશ્ર્ચિત થતું હોય અને તેના પોઈન્ટ ઉપરથી તેનો ક્રમ નિર્ધારીત થતો હોય છે ત્યારે હાલ સૌથી વધુ મેચ રમેલી કોઈ ટીમ હોય તો તે ઓસ્ટ્રેલીયા છે જેથી પોઈન્ટ ટેબલ પર તેનો ક્રમ પ્રથમ છે.

Loading...