Abtak Media Google News

પીએમ મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સોમવારે વારાણસીની મુલાકાતે છે, જે અંતર્ગત વડાપ્રધાન વારાણસી પહોંચી ગયા છે. જ્યાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલે મોદીનું સ્વાગત કર્યું હતું. તો થોડી વાર બાદ ફ્રાંસના પ્રેસિડન્ટ પણ વારાણસી પહોંચ્યા જેમનું સ્વાગત વડાપ્રધાન કર્યું હતું. મોદી અને મેક્રોન યુપીમાં લગભગ સાડા પાંચ કલાક વિતાવશે. આ દરમિયાન બંને નેતાઓ રાજ્યભરમાં લગભગ 1500 કરોડથી વધુના પ્રોજેક્ટસનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી વારાણસીમાં બનનારા 1000ની ક્ષમતાવાળા વિધવા આશ્રમનું પણ એલાન કરી શકે છે. મોદી ભારત મુલાકાતે આવેલાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પણ ભવ્ય મહેમાનગતિ કરશે. આ ઉપરાંત તેમને હોડીમાં ગંગાની સફર કરાવશે અને વારાણસીના ઘાટ દેખાડશે. બંને નેતાઓની મુલાકાતને લઈને વારાણસીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. તો સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને અંતિમ સમયે કેટલાંક કાર્યક્રમો રદ પણ થઈ શકે છે. જાપાનના પીએમ શિંજો આબે પછી મેક્રોન વારાણસી જનારા બીજા રાષ્ટ્રાધ્યક્ષ બનશે. જાપાનના પીએમ શિંજો આબેએ ગંગા આરતી પણ કરી હતી.

આ યોજનાઓના કરશે લોકાર્પણ

650 કરોડ- મિર્જાપુરમાં પાવર પ્લાન્ટ
80 લાખ- શાસ્ત્રી આવાસ અને મ્યૂઝિયમ
3 કરોડ- કલ્લીપુરમાં નલકૂપ અને પાણીની ટાંકી, ગામમાં પાની કનેકશન આપવામાં આવશે
3.42 કરોડ- રાજા તળાવનું નવું ભવન
39.16 કરોડ- મડુઆડીહ આરઓબી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.