Abtak Media Google News

ક્યારેક અનેક નિષ્ફળતા,

ઘેરી લે છે મને પણ તો શું ?

સફળ નહીં થઈ શકું હું?

દરેક સવાલ ફરી પાછો,

આવે તો નહીં લડી શકું હું ?

વાત કરી બોલી દવ,

પણ ક્યાં લાગણી સમજી શકું હું ?

ક્યાં છે મારી મંઝીલ ખબર નથી,

મને પણ સફળતા જાળવી શકું હું ?

એક જીવન જીવવાનો અવસર મળ્યો,

ક્યાં બરાબર તેને માળી શકું હું ?

સવાલથી જવાબો સુધીની આ સફર

ક્યારે પૂર્ણ કરી શકીશ હું ?

ખોવાયો હું ક્યારેક સપના સાથે,

તો શું વાસ્તવિક્તાને જીવી શકું હું ?

ક્ષણમા બદલાય આ જીવન

ક્યાં તે બદલાવને સ્વીકારી શકું હું ?

હાસ્ય સાથે પણ છે એક જીવન,

તો ક્યાં અપનાવી શકું હું ?

સંબંધો બદલાતા આ સમયમાં,

ક્યાં  જીવી તેને વ્યક્ત કરી શકું હું ?

વર્તમાનમાં  જ છે સાચું જીવન,

ભૂતકાળ અને ભવિષ્યના સવાલ ક્યાં ભૂલી શકું હું ?

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 7

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.