Abtak Media Google News

જીએસટીની અમલવારી માટે તંત્ર ઉંધા માથે પાંચ રાજ્યોની જીએસટીના કાયદા બનાવવામાં આળસ

દરેક બેંકોએ જીએસટીનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે

દેશમાં એક સમાન કર માળખુ જીએસટી લાગુ કરવા માટે સરકાર ઉંધે મો ઈ છે. જીએસટીમાં સ્લેબ નક્કી કરીને સેવા અને વસ્તુઓનું અલગ અલગ વિભાગોમાં વર્ગીકરણ પણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જીએસટીની અમલવારી માટે પુરતી તૈયારી પણ ઈ હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે હજુ ઘણી મોટી બાબતો જીએસટીમાં બાકાત રહી જતી હોવાી ૧લી જુલાઈએ લાગુ નારું જીએસટી ઘોંચમાં પડે તેવી સંભાવના દેખાઈ રહી છે.

એક તરફ જીએસટીને અમલમાં મુકવા માટે સરકારે પુરેપુરી મહેનત કરી છે. તો બીજી તરફ હવે સરકાર પોતે જ ઈ-વે બીલને પાછુ ઠેલવવાની તરફેણ કરી રહી છે જેમાં ૫૦ હજારી વધુ કિંમતના માલની ઓનલાઈન નોંધણી ઈ ચૂકી હોવાના નિયમનો સમાવેશ ાય છે. જો કે, રાજયો આ બાબતે કોઈ ફેરફાર ઈચ્છી રહ્યાં ની અને સમયસર જીએસટી લાગુ ઈ જાય તેવી આશા રાખવામાં આવી છે. સરકારે જેટલી ઝડપી જીએસટી લાગુ કરવા માટે દોડધામ કરી છે તેટલા જ વધુ પ્રશ્ર્નો જીએસટીની અમલવારી બાદ જોવા મળશે.

આ સો જીએસટીની વેબસાઈટમાં પણ હજુ ઘણા પ્રશ્ર્નો સર્જાઈ રહ્યાં છે. ત્યારે ઈ-વે બીલનું પ્લેટફોર્મ અસરકારક રીતે કામ કરી શકે તેવી શકયતા કેન્દ્રને દેખાઈ રહી ની. આજ કારણે ઈ-વે બીલને પાછુ ઠેલવવા માટે સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. બીજી તરફ જીએસટી કાયદામાં દરેક બેંકોએ જીએસટી હેઠળ નોંધણી કરવાની હોય છે પરંતુ હજુ સુધી બેંકોએ આ બાબતે કોઈ પણ જાતની તૈયારી કરી ન હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઉપરાંત રાજયોમાં પણ જીએસટીના કાયદાને લઈને કોઈ ખાસ તૈયારી કરવામાં આવી ન હોવાી પ્રશ્ર્નો સર્જાવાની પુરેપુરી શકયતા છે. રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢીયાએ કહ્યું છે કે, જીએસટીના કાયદા હેઠળ દરેક બેંકોએ નોંધણી કરાવવાની રહેશે જેી પ્રશ્ર્નો હળવા શે. જો કે હજુ આ બાબતે ચર્ચા વિચારણા શે અને ત્યારબાદ વધુ નિર્ણયો કરવામાં આવશે.

આ તમામ પ્રશ્ર્નોને લીધે ૧લી જુલાઈી લાગુ નારું જીએસટી ઘોંચમાં પડવાની શકયતા દેખાઈ રહી છે. બીજી તરફ સરકાર જીએસટીની અમલવારી માટે તમામ બાબતો ઉપર વિચારણા કરી રહી છે અને જયાં જયાં પ્રશ્ર્નો સર્જાવાની સંભાવના હોય ત્યાં જ‚રી નિર્ણયો બાબતે પણ તૈયારી શ‚ કરવામાં આવી છે. સરકારે જીએસટીની અમલવારી બાદ પણ ઘણા પ્રશ્ર્નો ઉભા તા કાયદામાં ફેરફાર કરવા પડશે. જેી હજુ જીએસટીમાં જ‚રી સુધારા વધારાને ઘણો અવકાશ હોવાની પુરેપુરી શકયતા છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ જીએસટીને લઈને ઘણા ચિંતામાં છે કારણ કે હજુ જીએસટી બાબતે પુરતી જાગૃતતા ફેલાવવામાં કચાસ રહી જતી જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.