Abtak Media Google News

ઈન્ટરનેટની સેવાઓનો ઉપયોગ કરવામાં મોખરાનું સ્થાન ધરાવતું હોય ફેસબુકને ભારત પાસે મોટી આશા

આગામી દિવસોમાં ફેસબુક પોતાની ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરવા જઈ રહ્યું છે. ‘લિબ્રા’ નામથી ફેસબુક પોતાની ક્રિપ્ટો કરન્સી આવતા ૬ મહિનાથી ૧ વર્ષની અંદર લોન્ચ કરશે ત્યારે વાત કરીએ તો ફેસબુકનાં સોશિયલ મિડીયા પર હાલમાં ૩૦૦ મીલીયનથી પણ વધુ ફોલોઅર્સ છે તો આ નવી ક્રિપ્ટો કરન્સી ફેસબુક ભારતમાં લોન્ચ કરે તો સૌથી વધુ ફાયદાકારક છે. કારણકે ભારત હાલમાં ઈન્ટરનેટ તેમજ ઈન્ટરનેટની સેવાઓનો ઉપયોગ કરતા મોખરેનું સ્થાન ધરાવે છે. હાલનાં તબકકામાં ઘણા ભાગનાં ભારતીયો બેન્કીંગની કામગીરીમાંથી નિકળી પોતાનાં વ્યવહારો માટે સામાન્ય ફી ચુકવી ખરીદી તેમજ નાણાની લેવડ-દેવડ કરતા થઈ ગયા છે પરંતુ ભારત તેમજ અન્ય દેશોમાં તેમજ યુ.એસ.ની કંપનીનાં સપના પ્રમાણે ફરીથી વિશ્ર્વનાં નાણાકીય વ્યવહારોને ‘લિબ્રા’ ક્રિપ્ટો કરન્સી દ્વારા દોડતું કરવાની તૈયારી ફેસબુક કરી રહી છે. આ ઉપરાંત માર્કેટમાં ઉપલબ્ધ વિવિધ ડિજિટલ પેમેન્ટની અમે ‘લિબ્રા’ આવી રહ્યું છે.  જો નિયમોને લઈને ભારતમાં તકલીફ નહીં પડે તો ‘લિબ્રા’ ક્રિપ્ટો કરન્સી ભારતમાં સૌથી વધુ પ્રસિઘ્ધી ફેસબુકનાં સોશિયલ મીડિયા દ્વારા મેળવી શકશે તેવું અનિરુઘ્ધ રસ્તોગીએ કહ્યું હતું કે, જેઓ ટેકનોલોજી ફોકસ લો ફર્મનાં પ્રણેતા છે. આવતા વર્ષ દરમિયાન ‘લિબ્રા’ વૈશ્ર્વિક સ્તરે નવી ક્રિપ્ટો કરન્સીનું કંપનીઓની સાથે મળી નિયમો બનાવશે.

બ્લોકચેઈન ટેકનોલોજી દ્વારા નવા કોઈન અને સ્ટોર બનાવવામાં આવશે અને આ નવી ટેકનોલોજી દ્વારા બીજા બિટકોઈનની સરખામણીમાં બધી જ સગવડતાઓ આપશે. કંપની દ્વારા ટ્રેડિશનલ ફાયનાન્સ જેવા કે વિઝા-માસ્ટર કાર્ડની જોડવાની શરૂઆત કરી છે. જેના દ્વારા ફેસબુક નીચે લેવલ પર બિઝનેસ મોડેલ બનાવવા લોકોને એક પ્લેટફોર્મ મળશે.  હું ખરેખર ‘લિબ્રા’ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરીશ અને એક સારો પ્રયાસ છે. મોટી પાર્ટનરશીપ કરવા માટે જો તે વિશ્ર્વસનીયતા આપતું હોય તો મુંબઈનાં એક ક્ધસલ્ટન્ટ પ્રસાદ ખાકેએ કહ્યું હતું. આ પ્લેટફોર્મ ત્યારે કામ કરશે જયારે તેનો ઉપયોગ સરળ હશે કરોડો ભારતીયો માટે. પરંતુ તેમાં એક તકલીફ છે. ક્રિપ્ટો કરન્સી ભારતમાં બેન્ડ છે અને ક્ધટ્રી સેન્ટ્રલ બેન્ક તેને કોન્ટાજીઓન એટલે કે તેના નિયમો બનાવવા માટે સમય માંગી રહી છે.  ફેસબુક પોતે ચાઈનામાં બેન છે અને કંપની કહે છે કે યુ.એસ. સિવાયનાં દેશોમાં ‘લિબ્રા’નો ઉપયોગ નહીં થઈ શકે. કંપની પોતાના હોમટાઉન યુ.એસ થી ‘લિબ્રા’ને હાઈલાઈટ કરવા માંગે છે. જેમાં યુઝરનાં ડેટાનો ખુબ જ ખરાબ રીતે ઉપયોગ ફેસબુક દ્વારા અગાઉ પણ થઈ ચુકયો છે. જેના માટેનું હિયરીંગ ૧૬ જુલાઈએ કમિટીની હાજરીમાં થશે.

ફ્રેન્ચનાં મીનીસ્ટર બુનો લે મેરીએ કહ્યું કે, ડિજિટલ નાણાની લેવડ-દેવડ કયારેય પણ દેશનાં ચલણની જગ્યા ન લઈ શકે. ફેસબુક મની ટ્રાન્સફર કરવા માટે ખુબ જ નજીવી ફિમાં આ ક્રિપ્ટો કરન્સીને નામે લગાડશે. જેનાથી ૨૫ બિલિયન ડોલર રેમીટેન્સ ફી દ્વારા જાહેર કરાશે. આ ‘લિબ્રા’ ક્રિપ્ટો કરન્સી દ્વારા નાણાકીય લેવડ-દેવડ માટેની એક ઈકો સિસ્ટમ ઉભી થશે. જેમાં ઓછી કોસ્ટમાં ઝડપથી પૈસાની લેવડ-દેવડ કરી શકાશે અને તેમાં રહેલી સમસ્યાઓને ધીમે-ધીમે દુર કરવામાં આવશે. પરંતુ હજી ઘણી બધી વસ્તુ કલીયર નથી જે ફેસબુકે ડિજિટલ કરન્સીનું નવું ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.