Abtak Media Google News

રવિ શાસ્ત્રીએ વન-ડેમાં ધોનીની નિવૃત્તી અંગે આપ્યા સંકેત: જો કે આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરી ધોની ટી-૨૦ વર્લ્ડકપમાં રમી શકે તેવા પણ સંજોગો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંઘ ઘોની આગામી વર્લ્ડકપ પહેલા વન ડે ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરે તેવા સંકેતો મળી રહ્યાં છે. વર્તમાન સમયે ટીમના કેચ રવી શાસ્ત્રી પણ વન ડે ક્રિકેટમાંથી ધોનીની નિવૃત્તિ અંગે સંકેતો  આપ્યા હતા જો કે સાથો સાથ રવિ શાસ્ત્રીએ તેવા પણ સંકેતો આપ્યા છે કે ધોની ટી-૨૦ વર્લ્ડ કપમાં રમશે.

રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ધોની હજુ પણ આઈ પી એલમાં રમી રહ્યો છે તેમજ જણાવ્યું કે તે ટીમ પર ભાર નહીં બને. જણાવ્યું કે તેને લાગે છે કે તે રમવા નથી માંગતો તો તે ટેસ્ટ ક્રિકેટની જેમ કહશે કે તે ઘણું ક્રિકેટ રમી ચૂક્યો છે પરંતુ તે આઈપીએલમાં સારું પ્રદર્શન કરે છે તો તે આગળ પણ ટી-૨૦માં રમવાનું ચાલુ રાખી શકે છે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીના સંકેટ પરથી સમજીએ તો ધોની ચાલુ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાંથી રમે તેવી સંભાવના છે જો કે રવિ શાસ્ત્રીના સંકેતો પરથી એ વાત પણ સમજી શકાય છે કે ધોની ટેસ્ટ ક્રિકેટની જેમ વન ડે ક્રિકેટમાં પણ સન્યાસ લઈ શકે છે. ધોની જુલાઈ ૨૦૧૯ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમતો નથી જો કે ધોનીના સન્યાસને લઈને કોઈ સ્પષ્ટતા નહી હોવાથી આગામી સમયમાં તે મેદાનમાં પરત ફરે તેવી પ્રબળ શક્યતા છે.

Patto Ban Labs 2

આઈપીએલમાં તેનું રમવું વર્લ્ડ કપ માટેની તૈયારી સમાન હોઈ શકે છે હવે ધોનીને આગામી ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં ટીમમાં સ્થાન આપવામાં આવે છે કે સીરીઝમાં ટીમમાં સ્થાન આપવામાં આવે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મધ્યક્રમમાં ફોર્મ અને અનુભવ મુખ્ય ફેક્ટર છે. ધોની, ઋષભ પંત અને સંજુ સેમેસનમાંથી કોઈ એક પણ નિર્ણય લેવામાં આવશે જો ધોની આઈપીએલમાં સારુ રમશે તો આ રેસમાં પોતાને સામેલ કરશે. ધોનીના કરીયર વિશે વાત કરીએ તો ધોનીએ ૯૦ ટેસ્ટમાં ૩૮.૦૯ની એવરેજથી  સદી અને ૩૩ ફિફ્ટી મારી અને ૪૮૭૬ રન કર્યા છે . જયારે ૩૫૦ વનડેમાં ૫૦.૫૭ની એવરેજથી ૧૦ સદી અને ૭૩ ફિફ્ટી સહિત ૧૦૭૭૩ રન કર્યા છે.

જ્યારહે ટી-૨૦ કરીયરની વાત કરીએ તો ૯૮ ટી-૨૦માં ૩૭.૬૦ની એવરેજથી ૧૬૧૭ રન કર્યા છે. આઈપીએલમાં ધોનીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે તેણે ૧૯૦ મેચમાં ૪૨.૨૦ની એવરેજથી ૪૪૩૨ રન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.