Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છની પાંચેય બેઠકો કબજે કરવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર

આયારામ-ગયારામમાં ભાજપના નારાજ આગેવાનો બીજી બગાડશે કે શુ? તેવો સો મણનો સવાલ વર્તમાન સ્થિતિ ઉપરથી ઉદભવિત થઇ રહ્યો છે. એક તરફ સૌરાષ્ટ્ર-કચ્છની પાંચેય બેઠકો કબજે કરવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ એવો પણ ભય સતાવી રહ્યો છે કે નારાજ થયેલા આગેવાનો કયાંક બાજી બગાડી ન નાખે ?

રાજયમાં આઠ વિધાનસભાની બેઠકો ઉપરથી ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો ઉપર પેટાચૂંટણી જાહેર થતા વેત જ બંન્ને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગેસે બેઠકો કબ્જે કરવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. હાલ આઠેય બેઠકો ઉપર ઉમેદવારોનું લીસ્ટ ફાળીલ થઇ ગયું છે. ઉમેદવારોનું લીસ્ટ જાહેર થતા અનેક આગેવાનો અને કાર્યકરોમાં અંદર ખાને નારાજગી જોવા મળી હતી. આ નારાજગી કયાંક બાજી બગાડી નાખે તેવી ભાજપને શંકા ઉપજી છે. અબડાસા બેઠકમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પ્રધુમનસિંહ જાડેજાને ટીકીટ આપી છે તેવી જ રીતે ધારી બેઠકમાં ભાજપે જે.વી. કાકડીયા, મોરબી બેઠકમાં બ્રીજેશ  મેરજા તથા કરજણ બેઠકમાં આ તમામ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આગેવાનોને ભાજપે ટીકીટ આપી છે.

ટીકીટ સોંપણીને લઈને ભાજપના તમામ આગેવાનો અને કાર્યકરો દેખિતી રીતે તો સંતુષ્ટ લાગી રહ્યા છે પણ કયાંકને કયાંક નારાજગી હોય તેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

કોઈ બેઠક માટે ચુંટણી એ માત્ર ઉમેદવારની લડાઈ નથી હોતી. પક્ષની અને પક્ષ સાથે જોડાયેલા કાર્યકરોની પણ આ લડાઈમાં મહત્વની ભૂમિકા હોય છે.  કોઈપણ ચુંટણી જીતવા માટે કાર્યકરોનો રોલ અતિ મહત્વનો માનવામાં આવે છે ત્યારે કાર્યકરોમાં નારાજગીનો માહોલ ચુંટણીમાં ભારે પડી શકે તેમાં શંકાને કોઈ સ્થાન નથી માટે ભાજપને ભય સતાવી રહ્યો છે કે કાર્યકરો કે આગેવાનોની નારાજગી બાજી બગાડી ન નાખે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.