Abtak Media Google News

ફિલ્મની ટીમ વિદેશી લોકેશન પર પહોંચી: અમિતાભની પણ મહત્ત્વની ભૂમિકા

ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મહત્વની ભૂમિકા છે. ફિલ્મનું શુટિંગ ફેબ્રુઆરીથી શ‚ થશે. અત્યારે ફિલ્મની ટીમ રણબીર-આલિયા અને ડાયરેકટર અયાન મુખરજી અત્યારે ઈસ્તાન્બુલમાં છે. લોકેશનની સમીક્ષા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે. તેમણે સેલ્ફી ક્લિક કરીને સોશિયલ મિડિયા પર મૂકી છે. તેને લાખ્ખો લાઈકસ મળી છે.અમિતભા બચ્ચન અત્યારે ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’ના શુટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય, આલિયા હમણાં જ ‘રાઝી’ના શુટિંગમાંથી ફ્રી થઈ છે. રણબીર પણ હમણાં સુધી ‘સંજુ’ના શુટિંગમાં બીઝી હતો. રણબીરને ‘બ્રહ્માસ્ત્ર’ ઉગારશે ? કેમ કે રણબીરની કારકિર્દીમાં અત્યારે ફલોપનું ગ્રહણ લાગેલું છે. છેલ્લે રીલીઝ થયેલી ‘જગ્ગા જાસૂસ’ તો ઊંધે કાંધ પછડાઈ છે. હવે તેનો દારોમદાર ‘સંજુ’ અને ‘બ્રહ્માસ્ત્ર’ પર છે. આલિયાની કારકિર્દી ટનાટન ચાલી રહી છે. કેમ કે ૨૦૧૬માં ‘ઉડતા પંજાબ’ અને ૨૦૧૭માં ‘બદરીનાથ કી દુલ્હનિયા’ માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. તેની આગામી ફિલ્મ ‘રાઝી’માં પણ તેની ભૂમિકા કેન્દ્રવર્તી છે. આલિયા પ્રથમવાર અમિતાભ, રણવીર અને અયાન સાથે કામ કરી રહી છે. તે અમિતાભ જેવા દિગ્ગજ સાથે કેમેરાનો સામનોકરવા ઉત્સુક છે.રણબીરનો રેપો અયાન સાથે ખૂબ સારો છે. તેમણે સાથે કરેલી ફિલ્મો હીટ જાય છે. તેઓ હમઉમ્ર છે એટલે એક બીજાને સારી રીતે સમજી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.