જંગલીપ્રાણીઓ વચ્ચે કામ કરતા વન્ય વિભાગના કર્મીઓ ગીરના સાચા સાવજ

ગીરના કર્મચારીની વ્યથા જે આમ કર્મચારીઓ કરતા પણ વધુ સંવેદનશીલ અને જોખમી હોય છે. ગીર રક્ષક એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી. આમ તો બીજા ડિપાર્ટમેન્ટના કર્મચારીની જેમ જ આ લોકો ને કામકાજ કરવાનુ હોય છે પરંતુ જંગલી પ્રાણીઓ વચ્ચે.

આપણા શહેરમાં કે કોઈ પણ ખાખી વર્ધી વાળા કર્મચારી ને રક્ષણ માટે હથીયાર આપવામા આવે છે. જે સમાજ ની સાથે રહી કામ કરવાંનુ હોય છે  પરંતુ આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના કર્મચારી ને કયાં કામ કરવાનું?

જંગલો મા અને જંગલી પ્રાણીઓ ની વચ્ચે. છતાં પણ કોઇને હથીયાર ની જરુર રહેતી નથી. કે આ લોકોને જંગલ કે જંગલી પ્રાણીઓ થી ડર લાગતો નથી શા માટે? શુ એ માણસ નથી? ના એ લોકો પણ માણસ જ છે પરંતુ એ લોકો જંગલ ને પોતાનુ બીજુ ઘર અને જંગલી પ્રાણીઓ ને પોતાના કુટુંબીજનો જેવા ગણતા હોય છે.

રાત દિવસ જંગલના રક્ષણ માટે તૈયાર જ હોય છે. કડકડતી  ઠંડી હોય ,ધોમધખતો તાપ હોય કે , મુશળધાર વરસાદ હોય આ લોકો તૈયાર જ હોય. કયારેય આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના કર્મચારી ના જંગલની અંદરના કવાટર્સ જોયા છે?

એ લોકો પોતાના કુટુંબીજનો થી દુર રહી આપણી આ પ્રાકૃતિક સૌંદર્ય અને કુદરતી જંગલની જાળવણી માટે હંમેશા તૈયાર જ હોય છે. ચોમાસા માં ગીર કે જંગલમા એક રાત રહી જુઓ તો ખબર પડશે કે કેમ રહેવાય .

શુ લખવું એ જ ખબર નથી પડતી પરંતુ જે હદય મા આવ્યુ એ લખ્યુ સલામ છે આવા વનકરમી મિત્રો ને .આપ લોકો પર ગીર ની કૃપા હંમેશા રહે તેવી ગીરની જંન્તા માથી  શુભેચ્છાઓ વર્ષી રહી છે.

Loading...