Abtak Media Google News

*ભારત સરકારે પાકની નાપાક હરકતોના પુરાવાઓ ડોઝીયર સ્વરૂપે આપ્યા બાદ વિશ્વભરના દેશો સામે ઉઘાડા પડી ગયેલા પાકિસ્તાન પર અમેરિકા, રશિયા સાઉદી અરબ સહિતના દેશોએ દબાણ વધારવા શાંતિનો રાગ આલાપવા લાગ્યુ

પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા ભારતીય વાયુ સેનાએ હાથ ધરેલી એરસ્ટ્રાઈકમાં પીઓકેમાં આવેલા આતંકી કેમ્પોનો સફાયો કરી દેવામાં આવ્યો હતો. જેથી, ઉશ્કેરાયેલા પાકિસ્તાને કાશ્મીરની ભારતીય સરહદમાં પોતાના લડાકુ વિમાનને મોકલીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વાયુ સેનાએ આ પ્લેનને તોડી પાડીને આક્રમક જવાબ આપ્યો હતો જેમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વાયુસેનાના વિમાનના પાયલોટ અભિનંદન વર્ધમાનને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતા. જે બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ફાટી નીકળવાની સંભાવના હતી. પરંતુ ભારતની દુનિયાભરનાં દેશો સાથે ગૂઢનીતિથી પાકિસ્તાન પર ઉભા થયેલા દબાણ અને ત્રણેય સેનાની મકકમતાથી પાકિસ્તાન શાંતિનો રાગ આલાપવા માટે મજબુત બન્યું હતુ.

ભારત-પાકિસ્તાન વચ્ચેની તનાવપૂર્ણ સ્થિતિમાં પાક વડાપ્રધાન ઈમરાનખાનની પાયલોટ અભિનંદન વર્ધમાનની મૂકિતની જાહેરાતે મોટી રાહત અપાવી હતી અભિનંદનની વતન વાપસી શાંતિ પ્રક્રિયાને નવી દિશા આપી છે. આંતરરાષ્ટ્રીય ધોરણે ઉભા થયેલા રાજદ્વારી દબાણથી બંને દેશો વચ્ચે અપેક્ષીત શાંતિ પ્રક્રિયાને નવુ બળ મળ્યું છે. ભારત પાક વચ્ચે પ્રવર્તેલી યુધ્ધ જેવી પરિસ્થિતિ નિવારવા અમેરિકા સંયુકત અરબ અમિરાત, સાઉદી અરબના પ્રયાસો પરિણામ દાયી બન્યા છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જયારે હોનાઈથી વિશ્વના માધ્યમોને ભારત પાકની સ્થિતિ અંગે સારા સમાચારના સંકેત આપ્યા હતા ત્યારે આ મુદે વોશિંગ્ટનની ચાવીરૂપ ભૂમિકાનો અંદાજ આવ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે અમે ભારત પાકની સ્થિતિ બગડતા અટકાવવા પ્રયત્નશીલ બન્યા છીએ અને મને આશા છે કે ટુંકમાં સારા સમાચાર આવશે બંને પક્ષ શાંતિ માટે સહયોગ રૂપ જણાય રહ્યા છે. આ ઉપરાતં સંયુકત અરબ અમીરાત પણ આ અંગે નિર્ણાયક મધ્યસ્થીની ભૂમિકામાં દેખાયું હતુ પાટવી કુંવરા શેખ મોહમ્મદ જાહીદે ટવીટ કરીને જણાવ્યું હતુ કે ભારત અને પાકનો વડાપ્રધાન સાથે ટેલીફોનીક વાતચીતમા બંને પક્ષના શાંતિના પ્રયાસોનાં સંકેતો મળ્યા છે.

રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીને પણ મોદીને ફોન કરીને આતંકવાદ સામેની લડાઈમાં તેમનો દેશ ભારતની સાથે હોવાનું જણાવીને આતંકીઓ સામે આકરી લડાઈ લડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ગઈકાલે ચીન જઈને ચીની સરકાર સમક્ષ પાકિસ્તાનના કરતુતો ખૂલ્લા પાડયા હતા ઉપરાંત સુષ્મા સ્વરાજ ઈસ્લામીક કોન્ફરન્સનાં અબુધાબીમાં આવતીકાલના સંબોધનમાં નવો ઈતિહાસ રચાશે જેમાં ભારતને અતિથિ વિશેષ તરીકે નિમંત્રીત કરવામાં આવ્યું છે. ઓ.આઈ.સી.માં કાશ્મીર મુદો ચર્ચવામાં આવશે.

મધ્યસ્થી તરીકે સાઉદી અરબે પણ મહત્વની ભૂમિક અદા કરી છે. સાઉદીના વિદેશ મંત્રી આદિલ અલ ઝુબેરએ આ મુદે આજે ઈસ્લામાબાદ જઈને પાટવી કુંવર મોહમ્મદ બિન સલમાનની તાજેતરની જે ભારત પાક મુલાકાતના પગલે બંને દેશો વચ્ચે સારા સંબંધના નિર્માણ માટે પ્રયત્નશીલ થશે ભારત પાક વચ્ચે શાંતિની સ્થાપના માટે અમેરિકા, ફ્રાંસ અને રશિયા સહિતના શાંતિ સમિતિના સ્થાય સભ્યો ચીન સહિતના રાષ્ટ્રો પાકિસ્તાન પર જીનીવા કરાર માટેનો રાજદ્વારી દબાણ પાકિસ્તાન પર ઉભુ કરવામાં સફળ નિવડયા છે.

આખા વિશ્વએ ભારત પાક વચ્ચે ઉભી થયેલી તનાવની સ્થિતિને નિવારણ કરવા માટે ભારતના સાચા મિત્રો બનીને આ મડાગાંઠનો ઉકેલ લવાવામાં મદદ કરીશું.

વડાપ્રધાન મોદીનો વ્યકિતગત પ્રયાસોથી ભારતની મિત્રતાનો વ્યાપ શાર્કના દેશ ઉપરાંત મધ્ય પૂર્વથી લઈ અમેરિકા અને યુરોપ સુધી પહોચ્યો છે તેની અસર હવે દેખાય રહી છે.

અબુધાબીના સુલ્તાન મોહમ્મદ બીન જાયદ અલ નહિયાને ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાક.ના ઈમરાનખાન સાથે બંને દેશો વચ્ચે પ્રવર્તતા તનાવના નિવારણ માટે વાતચીતનો માર્ગ મોકળો કરવા માટે પ્રયાસો કર્યા હતા. સુલ્તાને સંયુકત અરબ અમિરાતના કમાન્ડર તરીકેની ભૂમિકાનાલઈ બંને દેશો વચ્ચે કોઈપણ ભોગે તનાવ દૂર થાય અને પુલવામાં આત્મઘાતી હુમલાના કસુરવાર જૈસે મોહમ્મદ સામે આકરા પગલાની હિમાયત કરી હતી.

પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાનખાને ગઈકાલેજ અભિનંદન વર્ધમાનને મૂકત કરવાની જાહેરાત કરી હતી. અબુધાબીના સુલ્તાન શેખ મોહમ્મદ જાયેદ અલ નાહિયાન એ નરેન્દ્ર મોદી અને ઈમરાનખાન સાથે ટેલીફોનીક વાતચીત કરી ઈસ્લામીક કોન્ફરન્સ મીટીંગમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના અતિથિ વિશેષની ઉપસ્થિતિ પૂર્વે જ શાંતિ પ્રક્રિયાને સંભવ બનાવી હતી.

અબુધાબીના સુલ્તાને મોદી અને ખાન વચ્ચે સંવાદ સાથે બંને પાડોશી દેશો સરહદી તનાવ દૂર કરવા માટે અસરકારક ભૂમિકા અદા કરે તે માટેના પ્રયાસોમાં એક સાચા મિત્ર તરીકેની ભૂમિકા ભજવવામાં સફળ થયા હતા.

યુ.એ.ઈ.ના માધ્યમોએ સુલ્તાનના પ્રયાસોને ભારત અને પાકના વડાપ્રધાનોએ ખૂબજ સારો પ્રતિભાવ આપવાની આભારની લાગણી વ્યકત કરી હતી.

ભારતીય સેનાએ પાકિસ્તાનના અટ્કચાળાનો આકરો જવાબ આપીને ભારતીય સરહદમાં ઘુસણખોરી કરનારા લડાકુ પ્લેનને તોડી પાડયું હતુ. જે બાદ, ભારત સરકારે આ ઘુસણખોરી તથા પુલવામામાં આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા ડોઝીયર દ્વારા પાકિસ્તાનના રાજદૂતને સોંપ્યો હતો. ત્રણેય સેનાના વડાઓએ ગઈકાલેપ પત્રકાર પરિષદ યોજીને પાકની નાપાક હરકતોને વિશ્વ સમક્ષ ઉઘાડી કરી હતી. ત્રણેય પાંખના વડાઓએ એફ.૧૬ને મિરાજ વિમાનોએ કેવી રીતે રાજૌરીમાં સુંદરવનમાં કામગીરી કરતા હતી તેનો ચિતાર આપ્યો હતો.

જૈસે મોહમ્મદના કેમ્પના ખાતમાં અને પાકિસ્તાનના વિમાનને તોડી પાડવા ભારતે દર્શાવેલી ચપળતાથી દૂશ્મન ભીંસમાં આવી ગયું હતુ એરવાઈસ માર્શલ આરજીકે કપૂરે જણાવ્યું હતુ કે પાકિસ્તાનની ભૂમિ પર જૈશે મોહમ્મદના આતંકી કેમ્પનો ખાતમો કરવાના મિશનમાં અમને જે કામ સોંપ્યું હતુ તે સારી રીતે પાર પાડવામાં સફળતા મેળવી અમે જૈશનો સંપૂર્ણ પણે ખાતમો બોલાવી દીધો હતો.

અભિનંદનની ઘર વાપસીથી વાયુદળ અને સેનાની ત્રણેય પાંખોને આનંદ સાથે સંતોષ છે. તેમણે જણાવ્યું હતુ કે પાકિસ્તાન પર પરિણામદાયી જવાબી કાર્યવાહીથી દુશ્મનો ઉપર ભારતની ધાક બેસી ગઈ છે.

મેજર જનરલ એસએસ મહાલે કહ્યું હતુ કે જમ્મુ કાશ્મીરમાં સંરક્ષણ અને પરિવહન વ્યવસ્થાની જાળવણી માટે સેના સતત સજાગ રહે છે. હવે પાક. પ્રેરિત આતંકી, ઘટનાઓને ઉગતી જ ડામી દેવાશે. એડમીરલ જનરલ જી.એસ. ગુજરાલે જણાવ્યું હતુકે સેનાની ત્રણેય પાંખોએ પોતાની શકિતનો પરિચય આપી દીધો અને સેનાની કિર્તી વધારી છે. જમીન ઉપર દરિયાના અંદર અને આકાશમાં ભારતના લશ્કરની તાકાત પ્રસ્થાપિત કરવામાં પુલવામાં આત્મઘાતી હુમલો કરવાની નાપાક ગુસ્તાખી સામે આકરી કાર્યવાહી ભારત ત્રણેય પાંખોની તાકાતને પ્રદર્શિતા કરવામાં સફળ રહ્યું છે.

વિશ્વના સોશ્યલ મીડીયામાં પણ ભારત-પાક. તનાવમાં ભારતનાં સૈન્યની સફળ અને અસરકારક ભૂમિકાની સરાહદા થઈ રહી છે.

પુલવામાં આત્મઘાતી હુમલા બાદ ભારત પાક. પ્રેરિત આતંકવાદ સામે આરપારની લડાઈ માટેની કમર કસી દીધા બાદ બે દિવસથી બેઠકોનો દોર ધમધમતો હતો. વડાપ્રધાને પાકિસ્તાન સાથેના વ્યવહારમાં કેવી રીતે આગળ વધવું તેના માટે કવાયત હાથ ધરી હતી. વડાપ્રધાને અલગ અલગ ક્ષેત્રનાં અધિકારીઓ પદાધિકારીઓ અને ત્રણેય પાંખના વડાઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલ, નાણામંત્રી અરૂણ જેટલી ગૃહમંત્રી રાજનાથસિંઘ, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન સાથે કેટલાક વરિષ્ઠા અધિકારીઓએ, વડાપ્રધાનના નિવાસસ્થાને મળેલી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

બંને દેશોએ સામસામે વિમાનો તોડી પાડયાની ઘટનાને ગંભીર અને યુધ્ધની સ્થિતિ નિર્માણ કરી ગણાવી આ પરિસ્થિતિમાં સમીક્ષા કરી હતી. દરમિયાન પાકિસ્તાન વડાપ્રધાને અભિનંદન વર્ધમાનની મૂકિતની જાહેરાત કરતા આ બનાવનો સુખદ અંત આવ્યો છે.

જયારે અમેરિકા, બ્રિટન, ફ્રાંન્સ કે સંયુકત રાષ્ટ્ર મહા સમિતિમાં પાકિસ્તાન સ્થિત જૈશના મુખ્ય સરગના મસુદ અઝહરને વિશ્વ આતંકી જાહેર કરવાના દરખાસ્ત મુદે ચીને પોતાનું વલણ ન બદલવાના સંકેતો આપ્યા છે.

ચીન અત્યારે પાકિસ્તાનનું હિમાયતી બની રહ્યું છે. તેણે અગાઉ ભારત અને ત્યાર પછી અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે મસુદ અઝહરને વૈશ્વીક આતંકવાદી જાહેર કરવાની દરખાસ્તને સ્થગીત રાખી છે. ચીન મસુદ અઝડરને વિશ્વ આતંકી જાહેર કરવાની પ્રક્રિયાને હજુ અટકાવી રાખવાની પ્રક્રિયામાં છે.

પાક. સેના અભિનંદનને છોડવા વાઘા બોર્ડર પર આવી: ભારતમાં હરખની હેલી

Abhinandan

પુલવામા આત્મઘાતી હુમલા બાદ આતંકીઓને પાઠ ભણાવવાની ભારતના મિશનને આજે પાકિસ્તાનની પકડમાંથી મુકત થઈને આવેલા કમાન્ડર અભિનંદન વર્ધમાનની ઘર વાપસીએ દેશ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રાસવાદ વિરોધની મકકમ પ્રતિકારની લડતના જુસ્સાને ગૌરવ અપાવ્યું છે. પાક વડાપ્રધાન ઈમરાન ખાને ગઈકાલે જ અભિનંદન વર્ધમાનની મુકિતની જાહેરાત કરી શાંતી પ્રક્રિયાને બહાલ કરવાની પ્રક્રિયાની શરૂઆત કરી હતી.

ખાને જણાવ્યું હતું કે, અમે અમારા કબજામાં રહેલા ભારતીય પાયલોટને સન્માનભેર વતનને સોંપીને શાંતિ પ્રક્રિયાને વેગવાન બનાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. બપોરે એક વાગ્યે અભિનંદનની મુકિતની જાહેરાત કરી હતી. બુધવારે એલઓસી પર ઘુસવાની પેરવી કરી રહેલા પાકિસ્તાનના એર ફાયટરે ભારતની હવાઈ સીમામાંથી ખદેડતી વખતે ભારતીયોનું એરક્રાફટ એલઓસી નજીક તુટી પડયું હતું અને પાયલોટ અભિનંદન વર્ધમાન પાકિસ્તાનની કસ્ટડીમાં લેવાયા બાદ ભારતે પાક પર અભિનંદનને મુકત કરવા અસરકારક દબાણ મોકલ્યું હતું.

પુલવામાં આત્મઘાતી હુમલો સર્જિકલ સ્ટ્રાઈક અને પાયલોટ અભિનંદન વર્ધમાનની પાકિસ્તાનની હિરાસતમાંથી મુકિત આપવાની આખી પ્રક્રિયા માટે ભારતે ઈમરાન ખાન સરકાર પર અસરકારક દબાણ ઉભુ કરીને અભિનંદન વર્ધમાનને પોતાની કસ્ટડીમાં રાખી ભારત પર રાજદ્વારી અને લશ્કરી દબાણ ઉભુ કરવાની નાપાક વૃતિને નિષ્ફળ બનાવવા ભારત સન્માનભેર પાર ઉતર્યું છે અને ભારતે ૪૮ કલાકમાં જ પોતાના વીર જવાનને દુશ્મનોની ચુંગાલમાંથી છોડાવવામાં સફળતા મેળવી છે.

પાકિસ્તાનને અભિનંદનની મુકિત માટે વિવશ કરવામાં ભારતના ગુઢ નૈતિક પ્રયાસો વધુ એકવાર સફળ થયા છે. પહેલા તો પાકિસ્તાનના સુત્રોએ આ અંગે નકારાત્મક વલણ અખત્યાર કર્યું હતું પરંતુ જો જીનિવા કરારનું ભંગ કરી અભિનંદનને કંઈ પણ થશે તો પાકિસ્તાનની ખેર નહીં રહે તેવા સ્પષ્ટ નિર્દેશ પછી પાકિસ્તાન ઢીબુ ઢબ થઈ ગયું હતું અને પાકિસ્તાની સેના વાઘાબોર્ડરે અભિનંદનને છોડવા માટે આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.