Abtak Media Google News

મહિલા મોપેડમાંથી પડી જતા બસના પાછળના વ્હીલમાં માથું આવી જતા કમકમાટીભર્યું મોત

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલા મોપેડમાંથી નીચે પડી જતા બસનું વ્હીલ માથે ફરી વળતા મહિલાનું કમકમાટીભર્યું મોત થયું હતું

ચકચારી બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી GJ 18 Z 6630 સારંગપુરથી ભુજ જતી બસ પસાર થતી હોય ત્યારે સામાકાંઠા વિસ્તારમાં રહેતા લલ્લન યાદવ તેની પત્ની મંજુબેન યાદવ સાથે મોપેડ GJ 36 D 7931 પર જતા હતા અને બસ સ્ટેન્ડ નજીક મોપેડમાં પાછળ બેસેલ મહિલા મંજુબેન યાદવ કોઈ કારણોસર પડી ગયા હતા અને નજીકમાંથી પસાર થતી એસટી બસના પાછળના વ્હીલમાં મહિલાનું માથું આવી જતા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા ૧૦૮ ટીમ દોડી ગઈ હતી અકસ્માત સ્થળે લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.