Abtak Media Google News

મોંઘા ભાવોના અને જીએસટી ભરીને જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને ખર્ચ માથે પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે છેલ્લા બે અઢી મહિના થી સતત વરસતાં વરસાદ ને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ધોરાજી તાલુકાનાં ઉમરકોટ ગામનાં ખેતરમાં પણ પાક હાલ સુકાઈ જવાં માંડયા છે.

Screenshot 3 10 1

જેમાં કપાસ મગફળી તલ એરંડા જેવા મુખ્ય મહામુલા પાકો બળી જવાની ભીતિ સેવાઈ રહી છે કયાંક તો તલનો પાક તો કયાંક મગફળી પાકને ભારે નુકશાન થવા પામ્યુ છે સતત વરસાદ વરષવાને કારણે ખેતરોમાં પાણી ભરાયા ગયાં હોય ખેડૂતો ખેતરોમાં જવાં માટે પણ પરેશાની વેઠવી પડે છે સારી ઉપજની અપેક્ષાએ ખેડૂતોએ અલગ અલગ પ્રકારના વાવેતરોનું વાવેતરો કરવામાં આવ્યા હોય પણ સતત વરસતાં વરસાદને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જઈ રહયો તેવું જણાવેલ હતું વરસાદ ન રોકાઈ તો ખેડૂતો દેવાનાં ડુંગરમાં ડૂબશે એવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે ખેડૂતોને લીલો દુકાળ પડે તેવી ભીતિ સતાવી રહી છે જીએસટી ભરીને જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને ખર્ચ માથે પડે તેવું ખેડૂતો જણાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.