Abtak Media Google News

માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા આરટીઆઇ એકિટવીસ્ટ નીરજ મકવાણા

આગામી પંચાયતોની ચૂંટણી આવી રહી છે. જેમાં મોટા નેતાઓ વ્યસત છે અને ભાયાવદર નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરોડોનો ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનુ ભાયાવદરના આરટીઆઇ એકિટવીસ્ટ નીરજભાઇ મકવાણા જણાવી રહ્યા છે. તેઓએ વિવિધ મુદ્દે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગેલ. જેમાં ભાયાવદરના આર.ટી.આઇ. એકિટવિસ્ટ નીરજભાઇ મકવાણા જણાવે છે કે ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે બીએલસી ઘટક હેઠળ નગરપાલિકામાં ભાજપાનું બોર્ડ હતું ત્યારથી જે લોકોને પોતાની  માલિકીનો પ્લોટ હોય પરંતુ મકાન ન હોય કે જીત મકાન હોય તેમના ફોર્મ ભરી આવાસો મંજૂર કરવામાં આવેલ. જે કામો હાલ પુર્ણ થવાને આરે છે. ત્યારબાદ નગરપાલિકાનું વર્તમાન બોર્ડ સત્તામાં આવતા હાલ નગરપાલિકા દ્વારા છેલ્લા ૬ માસ જેટલા સમયથી જૂના કામો તથા નવા આવસોની કામગીરી ટલ્લે ચડેલ છે. હાલ પોતાના નવા નિયમો બનાવીને નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા આવાસ માટે સપ્લોટિંગ ફરજિયાત છે તેવું કહી ફોર્મ રદ કરવામાં આવે છે અને તેની સામે પ્રમુખ દ્વારા કોઈ પોતાના સભ્યો અને મળતીયાઓના આવસો મંજૂર કરવા માટે ભલામણ કરવામાં આવે છે, પરંતુ ગરીબ માણસ આવાસ માટે ધક્કા ખાઈ છે તેમની કોઈને પડી નથી. આ જવાબદારી કોની?

ભાયાવદાર નગરપાલિકાના વર્તમાન બોર્ડ દ્વારા આગલા વર્ષની ચોમાસાને કારણે નુકશાન પામેલ રસ્તાઓને રિપેરિંગ કરવાની ગ્રાન્ટમાથી શહેરના ખાડાઓ બુરવાના કામો કોઈ પણ જાતની મંજૂરી વિના સીધા જ પોતાના મળતિયાને કામ આપી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઇરાદે કરવામાં આવેલ. જે અન્વયે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવેલ તો નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા મંજૂરીને લગતી માહિતી માટે નગરપાલિકા પાસે રેકર્ડ ઉપલબ્ધ નથી તેવો જવાબ આપવામાં આવેલ નગરપાલિકા પાસે અમો દ્વારા નગરપાલિકા હસ્તકના વાહનો માટે વપરાશ કરવામાં આવતા ઈંધણ અંગેની તમામ માહિતી માંગેલ તે તેમાં નગરપાલિકા દ્વારા પોતે સ્વીકારેલ કે તેનું ૧ ટ્રેક્ટર નોનયુજમાં છે અને તેના ડિઝલના બિલો નગરપાલિકા દ્વારા ચૂકવેલ છે, તો આ ડીઝલ કોની ગાડીમાં ગયું?

નગરપાલિકા દ્વારા હમણાં જ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઇરાદાથી ૪ એવા રસ્તાઓ કે જેમાં ૧ ખાડો પણ ન હતો તેવા રસ્તાઓ તોડીને નવા બનાવવામાં આવેલ છે. તો આ ૪ રસ્તાઓ તેમણે ક્યાં કારણે તોડીને પાછા બનાવ્યા છે જેમાં કઈ કરવાની જરૂરિયાત જ ન હતી.

ઉપરોકત તમામ માહિતી નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ માહિતી અધિકાર અન્વયેની જ છે. જે જોતાં તેમાં કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર થયેલો જણાય છે. તેથી આ બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. જો આ બાબતે તપાસ કરવામાં નહીં આવે તો હાઇકોર્ટમાં જવાની ફરજ પડશે અને તા.૨૫-૨-૨૧ સુધીમાં આ બાબતે કોપી કાર્યવાહી ન થઇ તો લોકહિતમાં આમરણાંત ઉપવાસ પર બેસવાની ફરજ પડશે. તેવી ચીમકી પણ આરટીઆઇ એકિટવીસ્ટ નીરજભાઇ મકવાણાએ ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.