Abtak Media Google News

શિયાળાની ઠંડી અને લાંબી રાતોમાં બાજુમાં જો કોઇ હુંફ આપવા વાળો સાથી હોય તો તે રાત્રીનો આનંદ જ અનેરો હોય છે. ત્યારે બંને પાર્ટનર સ્ત્રી અને પુરુષ એટલાં તો ઉત્તેજીત હોય છે કે જાણે શિયાળાની શિતળ રાતોમાં સમાગમની ઉષ્મા પ્રસર્યા વગર રહેતી નથી. તેવા સમયે એક વાત જાણવી જરુરી છે કે શિયાળામાં થતો સમાગમ એ જીવનનો શ્રેષ્ટતમ સમાગમ હોય છે જેના કારણે સ્વાસ્થ્યને પણ અનેક લાભ થાય છે. તો આવો જાણીએ કે શિયાળનો સમાગમ શ્રેષ્ઠ કેમ છે….?

– ઉનાળામાં સમાગમ દરમિયાન પરસેવો વળવાથી રંગમાં ભંગ પડે છે. પરંતુ જ્યારે શિયાળામાં તમે ખુશીથી તમારા પાર્ટનરને પથારીમાં સાથે રાખીને રાત્રીને વધુ આનંદીત બનાવી હુંફ મેળવો છો જે ખૂબ જ આનંદદાયક અનુભવ હોય છે.

– શિયાળામાં શર્દી અને તાવ આવવો એ સામાન્ય હોય છે. પરંતુ અહિં એક સારા સમાચાર છે કે સંભોગનું ત્રીજુ ચરણ એટલે કે ઓર્ગેઝમ તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે જેથી બિમારી તમારાથી દૂર ભાગે છે.

– ઋતુનો પ્રભાવ આપણા માણસ પર પણ પડે છે જ્યારે શિયાળાની લાંબી રાતો અને ટુંકા દિવસનો પ્રભાવ પણ એટલો જ રહે છે ત્યારે દિવસ રાતનાં આ આળસ જગાવતા પ્રભાવને દૂર કરવાનું શ્રેષ્ઠત્તમ સાધન એટલે સેક્સ. જે તમારા તણાવને દૂર કરે છે.

– શિયાળામાં એમ કહેવાય છે કે શિયાળાની લાંબી રાતો સમાગમને વધુ ઉત્તેજીત બનાવે છે જેમાં જે સાથી એકવારનાં રાઉન્ડનાં બદલે વધુ સમય સંભોગ કરવા સક્ષમ બને છે.

– અને હુંફ અને નિકટતા તેમ જ પ્રેમને પાંગરવાનો સમય વધુ મળે છે.

– શિયાળામાં થતો સંભોગ સ્ત્રીઓ માટે પણ ખૂબ લાભદાઇ હોય છે. જેમાં તેની ફર્ટીલીટીનું પ્રમાણ વધે છે. સાથે સાથે તેના રજસ્વલાનાં સમયે પણ થતી સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓનું પ્રમાણ પણ ઓછું થાય છે.

– પુરુષો જ્યારે શિયાળામાં સંભોગનો આનંદ લે છે ત્યારે તેના સ્પર્મસ પણ એટલાં જ હેલ્ધી હોય છે અને એટલે જ ઉનાળા કરતાં શિયાળામાં સંભોગમાં ઇજેક્ટ થયેલાં સ્પર્મ કાઉન્ટ હાઇપર હોય છે.

તો શિયાળાને પ્રેમ કરો અને શિયાળામાં પ્રેમને વધુ ઉષ્માભર્યા બનાવી સ્વાસ્થ્ય સારુ બનાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.