કેમ છો ટ્રમ્પ: અમદાવાદના રાજમાર્ગોને ફુલોથી શણગારાશે!

75

બહારો ફુલ બરસાઓ, મેરા મહેબુબ આયા હૈ…

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ૨૪ અને ૨૫ના રોજ ભારતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પના આ અતિમહત્વકાંક્ષી પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી થનારો છે. અમદાવાદના વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરનારા ટ્રમ્પ દંપતિની ત્રણ કલાકનું રોકાણ થનારું છે. જેમાં રોડ-શો અને મોટેરા સ્ટેડિયમ ખાતે કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ યોજાનારો છે. ટ્રમ્પ આ ટૂંકા પ્રવાસ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. એક અંદાજ મુજબ રાજ્ય સરકાર આ ટ્રમ્પની હાઈ-પ્રોફાઈલ મુલાકાત માટે આશરે રૂા.૧૨૦ કરોડનો ખર્ચ કરનારી છે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પની આ અમદાવાદની મુલાકાત દરમિયાન તેમના સ્વાગતમાં બજેટનો કોઈ અવરોધ ન આવે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ આદેશ કર્યો છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી શહેરીના સૌંદર્યકરણ અને રસ્તાઓ બનાવવા માટે આશરે રૂા.૧૦૦ કરોડનો ખર્ચ કરનારું છે. જેમાં શહેરના ૧૭ રોડના રીપેરીંગ માટે રૂા.૬૦ કરોડ ખર્ચાશે. જેમાં એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના ૧.૫ કિલોમીટર રસ્તાનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પ દંપતિનો જે રોડ પરી રોડ-શો યોજાનારો છે. તેમાં ચીમનભાઈ પટેલ બ્રિજી મોટેરા સ્ટેડિયમ રોડ પર રૂા.૧.૭૩ કરોડના ખર્ચે ફૂલોની સજાવટ કરવામાં આવશે. ઉપરાંત ચીમનભાઈ પટેલ બ્રિજી ઝુંડાલ સર્કલ રોડ પર રૂા.૧.૯૦ કરોડના ખર્ચે વિવિધ ફૂલોથી સજાવટ કરવામાં આવનાર છે.

રોડ પર ફૂલોથી સજાવટ કરવાના આ ખર્ચને અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ટ્રમ્પ-મોદીના શો બાદ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ યોજાનારો છે. જેમાં આશરે ૫૦ થી ૬૦ હજાર જેટલા વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્તિ રહેનારા છે. જે માટે આશરે ૨૦ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવનારો છે. આ ગુજરાતની ટૂંકી મહેમાનગતિ માણ્યા બાદ ટ્રમ્પ દંપતિ નવીદિલ્હી જવા રવાના નાર છે. જ્યાં ભારતીય ઉદ્યોગપતિઓ સાથે બેઠક સહિતના વિવિધ કાર્યક્રમો યોજાનારા છે.

ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પાછળ બધુ મળીને આશરે રૂા.૧૨૦ કરોડનો ખર્ચ થનારો છે. મોટેરા અને તેની આસપાસના ૧૮ રોડ તથા ઈન્ટરનલ રોડને રિસરફેસ કરવા પાછળ રૂા.૫૦ કરોડનો ખર્ચ કરાશે. વિઝીટના રૂટ પર નવી ફૂટપાથ, એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના હસ્તે ડફનાળા સુધી ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમ પાછલ રૂા.૩૫ થી ૪૦ કરોડનો ખર્ચ થનારો છે. રોડ શો માટેના રૂટ પર બ્યુટિફિકેશન માટે રૂા.૩.૭૦ કરોડ ખર્ચાશે. ચીમનભાઈ બ્રીજી મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તા પર ફુલના કુંડા મુકવા માટે રૂા.૧.૭૩ કરોડ અને ચીમનભાઈ બ્રીજી ઝુંડાલ સર્કલ સુધીના રસ્તા પર ફૂલના કુંડા મુકવા માટે રૂા.૧.૯૭ કરોડ ખર્ચાશે તેમ સુત્રોએ જણાવ્યું છે.

અઢળક મુડી રોકાણની તક જોવાના સ્થાને ‘દિવાલ’ને અપાતુ મહત્વ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત પહેલા કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં ઝુંપડપટ્ટીને ઢાંકવા માટે મનપા દ્વારા દીવાલ ચણવામાં આવી રહી હોવાની ચર્ચા થઈ રહી છે. તેવા આક્ષેપો થયા છે. જો કે, ટ્રમ્પની મુલાકાત દશમાં અઢળક મુડી રોકાણ આવાની તક હોવાની વાત મુખ્ય છે. એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ વચ્ચે સરાણીયાવાસની ઝૂંપડપટ્ટી આવેલી છે. આ ઝુંપડપટ્ટી મહેમાનને દેખાય નહી તે માટે ઢાંકવા કોર્પોરેશન આઠ ફૂટ ઉંચી દિવાલ ચણી રહ્યુ છે. આ વિસ્તારમાં ૫૦૦થી વધારે ઝુંપડાઓ આવેલા છે.  આ વિસ્તારમાં અઢી હજારથી વધારે લોકો રહે છે. ટ્રમ્પના રોડ શો દરમિયાન ઝૂંપડપટ્ટી ન દેખાય તેનો પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મનપા તંત્ર દ્વારા દીવાલ ચણી વૃક્ષો વાવવાની પણ તૈયારી કરી રહ્યુ છે. જો કે, આ દિવાલ ચણવા વાળો મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, અહીંની દિવાલ જૂની તૂટી ગઈ હોય તેને રીપેરીંગ કરવાનું કામ ચાલી રહ્યું છે અને આ દિવાલને ઉંચી પણ કરવામાં આવી રહી છે.

‘કેમ છો’ ટ્રમ્પનો ટ્રેન્ડ: કાર્યક્રમ માટે આશરે રૂા.૨૦ કરોડ ખર્ચાશે

અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાયેલા “હાઉ ડી મોદી”ની જેમ જ અમદાવાદમાં ૨૫ ફેબ્રુઆરીએ “કેમ છો ટ્રમ્પ” કાર્યક્રમ યોજાશે. આ માટે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પનો હાથ પકડીને કહેશે “કેમ છો? આ કાર્યક્રમમાં ૫૦ થી ૬૦ હજાર લોકો હાજર રહેશે. આ કાર્યક્રમ પાછળ અંદાજે ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો અંદાજ છે. જે માટે મોટાભાગની રકમ ગુજરાત સરકાર ખર્ચશે. આ કાર્યક્રમ માટે ટ્રમ્પની ઓવલ ઓફિસ તરફી મંજૂરી મળી ચૂકી છે. આ કાર્યક્રમમાં અમેરિકામાં સફળ ભારતીય મૂળના બિઝનેસમેન, ભારતમાં રોકાણ કરનારી અમેરિકન પ્રતિનિધિઓ, ભારતીય કોર્પોરેટ જગતના આગેવાનો, રાજનીતિક, સાથે સંકળાયેલી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Loading...