Abtak Media Google News

આપણે હંમેશા જોયું હશે કે દરેક સ્કૂલની બસનો રંગ પીળો જ હોય છે અને પણ એક યુનિવર્સલ નિયમની જેમ દરેક જગ્યાએ લાગૂ થતો જોવા મળે છે. તેવા સમયે તેનો રંગ લાલ, સફેદ કે અન્ય રંગની પસંદગી ન કરતા પીળા રંગની જ પસંદગી કેમ કરવામાં આવી છે તે જાણવાની કોશિષ કરી છે ક્યારેય….!

આ બાબતે અનેક સર્વે પણ કરવામાં આવ્યા છે. જેમાં આવું તારણ આવ્યું છે કે પીળો રંગ લોકોને જલ્દીથી આકર્ષિત કરે છે અને બાળકોએ ખતરાની નિશાની નથી પરંતુ તેના વાહનને જોઇ રાહદારીઓએ તરત જ તેને રસ્તો આપવો જોઇએ. એટલા માટે પીળો રંગ પસંદ કરાયો છે.

આ બાબતે અનેક સર્વે પણ કરવામાં આવ્યા છે જેમાં આવું તારણ આવ્યું છે કે પીળો રંગ લોકોને જલ્દીથી આકર્ષિત કરે છે અને બાળકોએ ખતરાની નિશાની નથી પરંતુ તેના આ વાહનને જોઇ રાહદારીઓએ તરત જ તેને રસ્તો આપવો જોઇએ. એટલા માટે પીળો રંગ પસંદ કરાયો છે.

– આ ઉપરાંત જો ધ્યાનથી જોઇએ તો ટ્રાફિકની પરિસ્થિતિમાં પણ સ્કૂલ બસનો પીળો રંગ અલગતરી આવે છે. અને દૂરથી જ દેખાઇ આવે છે. જે તેની ખાસિયત છે. સ્કૂલ બસ વિશે આ રંગને “નેશનલ સ્કૂલ બસ ફેમ યેલો પણ કહેવાય છે.

– વૈજ્ઞાનિક કારણ શું છે…?

પીળો રંગ એવો હોય છે જેને ધુમ્મસ, વરસાદ અને ઓઝમાં પણ સરળતાથી જોઇ શકાય છે. વૈજ્ઞાનિકો પ્રમાણે પીળા રંગની લેટરલ પેરીફેરલ વીઝન લાલ રંગની સરખામણીએ ૧.૨૪ ગણો વધારે હોય છે. અને અન્ય રંગની પહેલાં એ આપણી આંખોને દર્શાઇ આવે છે. આ કારણથી સ્કૂલ બસ પીળી રાખવામાં આવી છે. હાઇવે અને રસ્તા પર પહેલાં દર્શાઇ આવે છે અને અકસ્માતની સંભાવના ઘટે છે જેનાથી બાળકો ઘરે સુરક્ષિત પહોંચે છે.

હાઇકોર્ટની સ્કૂલમાટેની ગાઇડ લાઇન :

– વર્ષ ૨૦૧૨માં ઉચ્ચ ન્યાયાલયએ સ્કૂલમાં પરિવર્તન માટે એવી ગાઇડ લાઇન જાહેર કરી હતી. જેમાં આ પ્રકારે મુદ્દાઓ સ્પષ્ટ કર્યા હતાં.

– સ્કૂલ બસ પર સ્કૂલનું નામ ફરજીયાત

– પ્રિન્સિપાલનો નંબર સ્કૂલ બસ પર લખવો ફરજીયાત.

– પ્રાથમિક સારવારની તમામ સગવડતા ઉપલબ્ક હોવી જોઇએ.

– સ્કૂલ બસમાં સ્પીડ ગવર્નર હોવુ જોઇએ જેના દ્વારા બસની ગતિ નિયંત્રિત કરી શકાય.

– સ્કૂલ બસ ડ્રાઇવરનું વેરિફીકેશન હોવુ જોઇએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.