બંધારણના અમલ માટે ૨૬મી જાન્યુઆરીની જ પસંદગી શા માટે ?

જૂનાગઢની સરસ્વતી સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને અપાઈ પ્રાથમિક જાણકારી

૨૬મી જાન્યુઆરીએ આપણો પ્રજાસતાકદન છે અને આ દિવસે જ આપણુ બંધારણ પણ અમલમાં આવ્યું પરંતુ બંધારણના અમલ માટે ૨૬મી જાન્યુઆરીની જ પસંદગી કેમ થઈ ? તે પાછળ પણ એક કારણ છે ઈ.સ. ૧૯૪૫માં બીજુ વિશ્વ યુધ્ધ પૂરૂ થયું તે દરમિયાન ઈગ્લેન્ડમાં ચૂંટણી થઈ અને ઈગ્લેન્ડમાં મજૂરોના વડા તરીકે કલેમેન્ટ એટલી ચૂંટાઈ આવ્યા જેઓ ભારતને ઝડપથી અને ભાગલા વગર આઝાદી આપી દેવાના મતમાં હતા. તેથી ભારતની આઝાદીનાં પ્રશ્નો ઉકેલવા એટલીએ કેબીનેટ મિશનને ભારત મોકલ્યું જેના સભ્યો હતા સર સ્ટેફોર્ડ ફિપ્સ. એ.વી.એલેકઝાંડર, પેથાંક લોરેન્સ, આ કેબીનેટ મિશનના સૂચવ્યા મુજબ ભારતનું બંધારણ ઘડવા ઘડવૈયાઓની ચૂંટણી થઈ જેમાં કેટલીક સ્ત્રીઓ પણ હતી આ સભ્યોમાં ચૂંટાયેલા અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિનાં અધ્યક્ષ ડો. આંબેડકર હતા આ બધાએ અમેરિકા, ઈગ્લેન્ડ, ફન્સ, આયર્લેન્ડ જેવા લોકશાહીદેશના બંધારણનો અભ્યાસ કરી કેટલીક બાબતો આપણા બંધારણમાં મૂકી બંધારણ સભાની બેઠકો ૧૬૬ દિવસ ચાલી હતી છેવટે ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસે બંધારણ દર્શાવતું પુસ્તક ઘડાયું જે વિશ્ર્વનું લાંબામાં લાંબુ, નાનામાં નાની વિગત દર્શાવતું બધાથી અલગ એવું બંધારણ પુસ્તક છે. આ પુસ્તક આપણી સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારને સોંપાયું જે ૨૬ નવે. ૧૯૪૯નો દિવસ હતો. પરંતુ ૧૯૩૦થી ૨૬મી જાનય્આરીનો દિવસ ઉજવાતો કેમકે રાષ્ટ્રીય કોંગ્રેસ ૩૧ ડિસે. ૧૯૨૯ના રોજ લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ માટે લડત આપવાનો ઠરાવ પસાર કર્યો અને આ ઠરાવમાં નકકી કરાયું કે ભારત આઝાદ ન થાય ત્યાં સુધી દર ૨૬મી જાન્યુઆરીએ આપણો સ્વાતંત્ર્યદિન ઉજવવો ૨૬મી જાન્યુઆરી ૧૯૩૦થી ૨૬ જાન્યુઆરી ૧૯૪૭ સુધી ૨૬મી જાન્યુઆરીએ જ સ્વાતંત્ર્યદિન ઉજવાયો આમ ૨૬ જાન્યુઆરીના દિવસને યાદગીરી રૂપે જાળવી રાખવા માટે બંધારણ ઘડાઈ ગયું હોવા છતા તેનો અમલ તો ૨૬મી તારીખે જ કરાયો.

આમ ૨૬મી જાન્યુઆરીનો દિવસ આપણો બંધારણના અમલનો દિવસ એટલે કે પ્રજાસતાક દિન છે. તેમ જૂનાગઢની સરસ્વતી સ્કુલના સંચાલકો પ્રદિપભાઈ ખીમાણી, જગદીશભાઈ ખીમાણી, નરેશભાઈ ખીમાણી તથા રઘુભાઈ ખીમાણીએ જણાવ્યું છે.

Loading...