Abtak Media Google News

ગોડાઉનમાંથી ચોરી રોકવા અને માલનું સમયસર પરિવહન થઈ શકે તે માટે જીપીએસનો ઉપયોગ કરવાની તૈયારી

લોજીસ્ટીક ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી વિકાસ સાધનાર દેશોમાં ચીન વિશ્વનું શ્રેષ્ઠ ઉદાહરણ

ભારત જેવા વિકસીત દેશ માટે માલ પરિવહન અને સ્ટોરેજ એટલે કે લોજીસ્ટીક ઈન્ડસ્ટ્રી અતિ મહત્વનું પાસુ છે. ભારતમાં હાલ લોજીસ્ટીક ક્ષેત્રે સુધારા વધારાની તાતી જરૂર ઉભી થઈ છે. ભારતમાં ૮૫ ટકા માલ-સામાનનું પરિવહન રોડ મારફતે થાય છે. આવા સંજોગોમાં પરિવહનની સાથે સ્ટોરેજની સુવિધા પણ વિકસે તે આવશ્યક છે. ખાનગી કંપનીઓ તેમજ સરકારી સંસ્થાઓ માટે લોજીસ્ટીક સેકટર ઝડપી, પારદર્શી અને ઈફેક્ટિવ બને તે માટે કેટલાક પગલા લેવાયા છે. અત્યારે ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ (જીપીએસ) સહિતના આધુનિક ઉપકરણોથી માલ પરિવહન અને સ્ટોરેજ સેકટર ઉપર નજર રાખવાની તૈયારીઓ થઈ રહી છે.

ભારતીય લોજીસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ ધડમુળી સુધારા વધારા માંગી રહી છે. માર્ગ અને પરિવહન સેકટરમાં સરકારે તમામ રોડને જોડતી યોજનાઓ શરૂ કરી છે. જેનાી સમય અને સંપતિની બચત થશે. આ ઉપરાંત સાગરમાલા પ્રોજેકટ કી પણ માલ પરિવહન પાછળ તો ખર્ચ ઘટાડવાની યોજના સરકારની છે. વર્તમાન સમયમાં લોજીસ્ટીક સેકટરમાં સુધારાની સૌથી વધુ જરૂર સરકારને છે. સરકારના અનેક ગોડાઉનોની હાલત ખરાબ છે. ચોરી અને ઘુસણખોરી સહિતના બનાવો સરકારી ગોડાઉનોમાં બને છે. આ ઉપરાંત સરકારની યોજના સંલગ્ન માલ-સામાનની હેરાફેરી કરતા વાહનોમાંથી સામાન ચોરી થતો હોવાની ફરિયાદો પણ અનેક વખત ઉઠતી હોય છે. ત્યારે જીપીએસ કી આવા દૂષણો ઘટાડી શકાય છે.

7537D2F3 6

તાજેતરમાં માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા લોજીસ્ટ્રીક સેકટર સાથે સંકળાયેલા દરેક વાહનને ટ્રેક કરવાની દરખાસ્ત કરી હતી. વાહનના નંબર અને જીપીએસ ડીવાયસના માધ્યમી આઈએમઈઆઈ નંબરની મદદ લઈ વાહનોને ટ્રેસ કરવાની તૈયારી થઈ હતી. જો કે આ પ્રોજેકટ અટવાઈ પડ્યો હોવાનું જાણવા મળે છે. હાલ ગોડાઉનોની ચોરી સાથે ટેકસ ચોરીનું પ્રમાણ પણ વધ્યું છે. જીએસટીની અમલવારી બાદ કરવેરાની ચોરી નહીં થાય તેવા બણગા તંત્ર દ્વારા ફૂંકાતા હતા પરંતુ જીએસટીની ચોરી કરવા પણ રસ્તા કરચોરોએ શોધી લીધા છે. ત્યારે વાહનોમાં જીપીએસ સીસ્ટમ ગોઠવી જ્યારે ગોડાઉનમાં સેન્સર પ્રણાલીથી ચોરી થતા માલ સામાનને રોકી શકાય છે.

લોજીસ્ટીક સેકટરમાં સૌથી વધુ સુધારા ચીન દ્વારા કરવામાં આવ્યા છે. લોજીસ્ટીક સેકટરને વિકસીત બનાવી આખા વિશ્ર્વમાં વેપારનું વિસ્તરણ કઈ રીતે કરી શકાય તે માટે ડ્રેગન સૌથી શ્રેષ્ઠ દાખલો છે. ચીનની અંદર એક પ્રાંતમાં એક સમાન વસ્તુને સાંકળતી ઈન્ડસ્ટ્રીઝને વિકસાવવામાં ચીન શ્રેષ્ઠ છે. ચીનમાં રોડ-રસ્તા અને રેલ પરિવહન માટે સરકારે અઢળક ખર્ચ અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ચીન હવે માત્ર ચીનની અંદર જ નહીં પરંતુ ચીનની બહાર પણ લોજીસ્ટીક સેકટરને વધુ મજબૂત બનાવવા માગે છે જેના પરિણામે ચીનના સીલ્ક રૂટની સપના થવા જઈ રહી છે. ચીનનો સીલ્ક રૂટ લોજીસ્ટીક માટે શ્રેષ્ઠ દાખલો બની રહેશે તેવું માનવામાં આવે છે.

જો કે ભારતમાં લોજીસ્ટીક સેકટરના વિકાસ સામે અનેક અડચણો ઉભી છે. જીપીએસની વાત કરીએ તો જીપીએસ કોઈ ડિવાઈસ નથી. જીપીએસ એક સર્વિસ છે. આ સર્વિસ લેવા માટે ડીવાઈસની જરૂર પડે છે. જીપીએસ સર્વિસ સાથે અન્ય ટેકનીકલ બાબતો પણ સંકળાયેલી છે. મોબાઈલ નેટવર્ક ઓપરેટરને પણ આ પ્રોજેકટમાં સમાવવા પડે તેવી સ્થિતિ છે. બીજી તરફ ભારતીય માર્ગ અને પરિવહન સેકટરને વિકસાવવામાં તંત્ર ધીમુ પુરવાર યું છે. ભારતમાં રોડ-રસ્તાની સો ઠેક-ઠેકાણે ગોડાઉનનું નિર્માણ કરવું આવશ્યક છે. મોટાભાગના શાકભાજી અને ફળફળાદી બજારમાં પહોંચે તે પહેલા જ બગડી જતા હોય છે. જેથી ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજની સપના કરવામાં આવે તે જરૂરી છે. હાલ ભારતમાં ગોડાઉન માર્ગ પરિવહન અને સુરક્ષા બાબતે રાખવામાં આવતી બેદરકારી વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકશાન કરાવે છે. જેથી ભારતમાં લોજીસ્ટીક ક્ષેત્રે વિકાસની અનેક તકો જોવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.