Abtak Media Google News

ઇમરાને તાલીબાન સામેના પગલાના બદલામાં સહાય માંગી

અફઘાનિસ્તાનમાં શાંતી જળવાશે તો પાકિસ્તાનમાં પણ શાંતીનો માહોલ ઉભો થશે: પાકિસ્તાનના વિદેશ પ્રધાનનો દાવો

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તાલીબાન સામે લડવા માટે અમેરિકા સમક્ષ સહાયના ખોળા પાથર્યા છે. જોકે અમેરિકા હવે પાકિસ્તાનની પોકાર સાંભળી ફરીથી સૈન્ય તેમજ આર્થિક સહાય કરશે કે કેમ ? તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

થોડા સમય પહેલા જ પાકિસ્તાનમાં આતંકવાદીઓને પનાહ મળતી હોવાનું કહી અમેરિકાએ સહાય આપવાનું બંધ કર્યું હતું. પાકિસ્તાનની ધરતી ઉપર આતંકીઓના ઉછેર મામલે ટ્રમ્પ સરકારનું વલણ ખુબ જ કડક છે. બીજી તરફ પાકિસ્તાનનાં નવા વિદેશમંત્રી શાહ મેહમુદ કુરેશી તથા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટોન તથા સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પીઓ વચ્ચે અગત્યની ચર્ચા થઈ હતી.

અમેરિકા વર્તમાન સમયમાં સાઉથ એશિયામાં પોતાના હિત જોઈ રહ્યું છે જેને ધ્યાનમાં રાખી ઘણી વખત પાકિસ્તાન તરફ અમેરિકાનું વલણ કુણુ રહે છે જોકે ટ્રમ્પ સરકાર અત્યાર સુધી આતંકવાદની બાબતમાં પાકિસ્તાન સામે કડક પગલા ભરતું રહ્યું છે. અફઘાનિસ્તાનમાં ફેલાયેલા તાલીબાનોના ખાત્મા માટે અમેરિકાની આર્થિક અને સૈન્ય મદદ લેવાની ઈચ્છા ઈમરાને વ્યકત કરી છે.

તાલીબાનના ખાત્મા માટે અમેરિકા ઘણા વર્ષો લાખો ડોલરનો ખર્ચ કરતું રહ્યું છે. પાકિસ્તાન પણ આતંકવાદ સામે લડવા કોઈના કોઈ રીતે અમેરિકા પાસેથી સહાય માંગે છે. ઈમરાન સરકારની પણ આ જ નીતિ દેખાય છે. અફઘાનિસ્તાનમાં શાંતી જળવાશે તો આતંકવાદનો ખાત્મો થશે.

તાજેતરમાં પાકિસ્તાનના વિદેશપ્રધાન કુરેશીએ કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદનો ખાત્મો કરવા માંગે છે અને આ કામ કરવામાં પણ આવશે. અફઘાનિસ્તાનમાં શાંતી જળવાશે તો પાકિસ્તાનમાં પણ શાંતીનો માહોલ ઉભો થશે. તાલીબાન સાથે શાંતી મંત્રણા થઈ શકે છે. તાલીબાન પણ હવે અફઘાનિસ્તાનમાં શાંતિ ઈચ્છી રહ્યા હોવાનો મત કુરેશીએ વ્યકત કર્યો હતો.

જોકે તેણે દાવો કર્યો હતો કે, અફઘાનિસ્તાનમાં મળેલી નિષ્ફળતા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવી શકાય નહીં. અફઘાનિસ્તાન સરકાર ભ્રષ્ટાચારી છે. અફઘાનિસ્તાનમાં થયેલા સુધારા માટે પાક.નો મોટો હાથ હોવાનું પણ તેમણે કહ્યું હતું.

જગત જમાદાર વગર સાઉદી અરબ માટે બે અઠવાડિયા ટકવું પણ મુશ્કેલ: ટ્રમ્પDownload 1 2અમેરિકાના સૈન્ય ટેકા વગર સાઉદી અરેબીયાના રાજા બે અઠવાડીયા પણ ટકી શકે નહી તેવો દાવો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે. વૈશ્વીક સ્તરે ક્રુડના ભાવ વધી રહ્યા છે. ત્યારે ઓપેક તથા સાઉદી અરેબીયાને ભાવ ઘટાડવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે.

ટ્રમ્પે વધુમાં ઉમેર્યું છે કે, અમે સાઉદી અરેબીયાનું રક્ષણ કરતા આવ્યા છીએ. હું કીંગ સલમાનને માન આપુ છું પરંતુ હુ એ જરૂર કહેવા માંગીશ કે અમેરિકાના રક્ષણ વગર તમારે બે અઠવાડીયા ટકવું પણ મુશ્કેલ છે બીજી તરફ નિષ્ણાંતોના મત અનુસાર અમેરિકાના દબાણ છતા ચાલુ વર્ષ ક્રુડ બેરલના ભાવ ૧૦૦ ડોલરને પાર થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.