Abtak Media Google News

કાર્પલ ટયુનેલ સિન્ડ્રોમ નર્વ સો સંકળાયેલી તકલીફ છે જેમાં કાંડામાં ઝણઝણાટી થતા દુખાવો થાય છે. હાના મધ્ય (મીડિઅન)માં આવેલા જ્ઞાાનતંતુને અસર થતાં કાર્પલ ટયુનેલ સિન્ડ્રોમ (સીટીએસ)ની તકલીફ શરૃ થાય છે.આમાં દરદીને કાંડું ખોટું પડી ગયા જેવું પણ લાગે અને રાતના ઊંઘમાં વધારે તકલીફ થાય. ત્યારે ઈલેક્ટ્રોમાયોગ્રાફી અને નર્વ ક્ધડક્શન ટેસ્ટ દ્વારા ડોક્ટર સીટીએસનું નિદાન કરે છે. આ ટેસ્ટ દ્વારા ક્યાં જ્ઞાાનતંતુને અસર ઈ છે તેની જાણ થાય છે. જો મીડીઅન  જ્ઞાાનતંતુની કામગીરી મંદ થઈ ગઈ હોય અને હાડકાંના ઉપરના જ્ઞાનતંતુ બરોબર કામ કરતાં હોય ત્યારે સીટીએસ હોવાનું નક્કી થાય છે.

સાધારણ લક્ષણોમાં  તો દરદીને કાંડાનું હલનચલન ન કરવાની તાકિદ આપીને ’રીસ્ટ સ્પલીન્ટ’ પહેરવાનું  કહેવામાં આવે છે. આનાી કાંડાના જ્ઞાાનતંતુ અને લિગામેન્ટને આરામ મળે છે. આ ઉપરાંત કપડાં નીચોવવા કે ભારે  સામાન ઉપાડવા જેવી કામગીરી કરવાની પણ ના પાડવામાં આવે છે. તેમને વિટામીન અને  નર્વ પેઈન મેડીકેશન આપવામાં આવે છે. જે કેસમાં જ્ઞાાનતંતુ દબાતાં હોય અને અંગૂઠાનું હલનચલન મુશ્કેલ બની ગયું હોય ત્યાં સર્જરી કરવાની પણ સલાહ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.