Abtak Media Google News

જીવન-મરણ સંસારનું એવું ચક્ર છે, સત્ય છે જેને આપણે બદલી શકતી નથી. પૃથ્વીપર જન્મ લેનાર તમામને આમાંથી પસાર થવું પડે છે.કોઈનું મૃત્યું થાય તો કેમ તેને ઝડપથી અગ્નિદાહ અપાય છે. મૃત્યું બાદની ધાર્મિક-વિધિ આપણી ભારતીય સંસ્કૃતિમાં-પુરાતન ગ્રંથ ગરૂ ડ પુરાણમાં જોવા મળે છે.જેવા કોઈનું મૃત્યુ થાય કે તુરંત તેની આસપાસ લોકો એકઠા થઈ જાય છે. જયાં સુધી શબ પડયું હોય ત્યાં સુધી સૌ કોઈ ઈશ્ર્વરનું નામ મંત્ર-જાપ કરે છે.હિન્દુધર્મની  માન્યતા મુજબ શબની કાળજી રાખવી જરૂ રી છે. જો કોઈ પ્રાણી કે જીવજંતુ તે અડી જાય તો મૃતક માટે અશુભ ગણાય છે.આપણાં શાસ્ત્રો અનુસાર મૃત વ્યકિતની યોગ્ય સમયમાં યોગ્ય પૂર્વક ટાઈમસર અંતિમ સંસ્કાર કરી દેવાનો આગ્રહ કરે છે.આ બાબત મૃતક અને તેના પરિવાર બન્ને માટે સારૂ  હોય છે.બધી વિધિ યોગ્ય રીતે થાય તો મૃતકના આત્માને શાંતિ મળે છે. આવી માન્યતાઓ વર્ષોથી ચાલી આવે છે.શાસ્ત્રો મુજબ અગ્નિદાહથી પિંડદાન કરવાથી દેવી-દેવતાના આર્શિવાદ મળે છે.અગ્નિદાહ મૃતક ના હાથ -પગ બાંધી દેવાય છે.કારણ એ છે કે તેનાં શરીરમાં કોઈ પિશાચ કલજો ન કરે નાક,કાન, મોં જેવા છિદ્રો પણ રૂ થી બૂરી દેવાય છે.આંખોનાં પોપચા પણ બંધ કરી દેવાય છે.

Knowledge Corner Logo 4 2

જયોતિષ શાસ્ત્ર મુજબ અગ્નિસંસ્કારમાં ચંદન,તુલશી કે આંબાના લાકડાનો ઉપયોગ કરવો. આ બધા લાકડાને શુભ ગણવામાં આવે છે. જે જીવાત્માને દુર્ગતીથી બચાવે છે.સ્વજનની આખરી વિદાય પછી આખા ઘરને શુધ્ધ કરાય છે.આવા નિયમો પાળવા જોઈએ સુર્યાસ્ત પછી અગ્નિદાહ દેવાતો નથી જો કે આમા જુદી-જુદી માન્યતાઓ છે.સુર્યાસ્ત પછી સ્ત્રીના નહી પુરૂ ષના શરીરને અગ્નિદાહ કરાય.એવુ પણ મનાય છે કે અંધકારમાં અંતિમ સંસ્કાર કરવાથી મૃત આત્મરને પરલોકની શાંતિ મળતી નથી જો ખોઈ ગંભીર બિમારીથી મૃત્યુથી મૃત્યુ થયું હોય તો તેને ૧૨ થી ૧૪ કલાકમાં જ અગ્નિદાહ અપાય જાયતો સારૂ  કારણકે શરીર ગળતું જાય ને મૃત દેહ કોહવાય જાય તેથી લાંબો સમયન રાખવું હિતાવહ છે.મૃતક પર વજન પણ રખાય છે, કારણકે ફુલાયેલ શરીર સ્મશાને લઈ જવું મુશ્કેલ બને છે. બરફની પાટ પણ રખાવ છે.મૃત્યું પછી બને એટલું ઝડપી અગ્નિદાહ અપાય તે સારૂ  મનાય છે.વૈજ્ઞાનિક રીતે પણ વધુ ઉપકારક છે. ગરૂ ડ પુરાણમાં પણ ઉલ્લેખ છે.મૃત વ્યકિતનાં દિકરા-દિકરી દુર હોય તો તે આવે નહી ત્યાં સુધી અંતિમ સંસ્કાર નથી કરતા, આવા સમયે મૃત શરીરની જાળવણી કરવી જરૂરી છે.

હિંન્દુ પૌરાણિક માન્યતા મુજબ મુત વ્યકિતની આત્મા તેના શરીરની આસપાસ જ રહેતી હોય છે.એક માન્યતા મુજબ તેનું બારમું-પાણીઢોળ ન પડે ત્યાં સુધી તેની આત્મા પરલોક જતી નથી તે આત્મા વગરનું મૃત શરીર છે .તેની આસપાસ નકારાત્મક શકિતનો ન આવે તેથી આસપાસ પુજાની વસ્તું રખાય છે.અમુક લોકો પાણી ઢોળ કે બારમાની વિધી ૯ દિવસ,૭ કે પ દિવસે પણ કરી નાંખે છે.જે ખોટું  છે.ગર્ભ સંસ્કારથી અંતિમ સંસ્કાર સુધી એક પદ્ધતિ અનુસરવી જરૂ રી છે.

આપણાં સમાજમાં મૃત્યું પછી મોથી  અને પુનર્જન્મ એમ બે સિધ્ધાંતો સ્વીકારાયા છે.જે હિન્દુ જૈનને બૌધ્ધ ધર્મમાં પરંપરા નિભાવાય છે.નાત-જાત કે જ્ઞાતિના રિવાજ-દરજની પ્રમાણે  અલગ-અલગ હોય છે.બેસણું-ઉઠમણું પત્યા બાદ ઘરમાં ગીતાજીના પાઠ,ધાર્મિક પુસ્તક વાંચન ધુન ભજન પણ કરતાં હોય છે. જેમાં સગા-વ્હાલા-મિત્રો સ્નેહીઓ જોડાય છે. મૃતકનાં દશમાં દિવસે શ્રાધ્ધની વિધિ થાય છે.આ ક્રિયામાં બેસનાર મુંડન કરાવે છે. અગાઉ તો આવી ક્રિયા ત્રણદિવસ ચાલતી હતી. શ્રધ્ધમાં બેસનારે જનોઈ પહેરીને સ્નાન કરાવાય છે.૧૩માં દિવસે જીવંત વ્યકિતને મુખ્ય જરૂ રીયાત હોય એ તમાર વસ્તુંઓ દાનમાં અપાય છે.

ભગવાન કૃષ્ણએ પ્રબોધેલી ગીતામાં પણ મૃતકની પાછળ આવા કોઈ કર્મકાંડ/શ્રાધ્ધ વિગેરેનો ઉલ્લેખનથી. મૃત્યું પછી કોઈ સ્વર્ગ કે નર્ક નથી, આ બધી કલ્પનાઓ છે. છતાં આપણે સૌ પેઢી દર પેઢી-પરિવારની પરંપરા નિભાવતા આવીએ છીએ,ખરેખરતો મૃતકના આત્માની શાંતિ માટે ગરીબો-બાળકો-વૃધ્ધો-લાચારને ભોજન કરાવીને વસ્ત્રો દાન કરો કે તેમને જીવન જરૂ રીયાતની ચીજવસ્તુંઓ આપો એજ સમાજ લક્ષી કાર્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.