Abtak Media Google News

ઈરાન દ્વારા કાચા તેલના ભાવમાં એકાએક વધારો કરાતા ક્રુડના ભાવ આસમાને

ભારતીય ક્રુડ કંપનીઓને હજી સુધીક ઈરાન પાસેથી કાચુ તેલ સસ્તામાં મળતુ હતુ તે હવે નહી મળી શકે જેના પગલે ક્રુડ ઉપરના ટેકસમાં પણ રાહત મળતી નથી અને પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને ચઢી ગયા છે. મે જૂન ૨૦૧૪ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ ક્રુડના ભાવ અંગે જણાવ્યું હતુ.

૨૦૧૩માં ઈરાન પર લાગેલો પ્રતિબંધ ખતમ થયો હતો. આ પ્રતિબંધોના હટવાને કારણે ઈરાન ભારતને આપવામાં આવતા તેલનું ભાડુ નહોતું લેતુ કેમકે અત્યાર સુધી તેની પાસે તેલના ગ્રાહક નહતા પ્રતિબંધ હટતા ઈરાન અન્ય દેશોને પણ તેલ વેચવા લાગ્યું જેમાં ભારતને સૌથી સસ્તુ તેલ વેચવાની તેની મજબૂરી ખતમ થઈ ગઈ જેને પગલે ભારતને તેલ મોંઘુ મળવા લાગ્યુ.

ઈરાન પાસે કાચા તેલની ફ્રી શિપિંગ બંધ કરી દીધી અને હવે ભારતીય તેલ શોધક કંપનીઓને કાચા તેલના ભાડાની વ્યવસ્થા જાતે જ કરવી પડશે. ૨૦૧૩-૧૪ અને ૨૦૧૮-૧૯ના બજેટની વચ્ચે તેલ ખરીદનારાઓની સંખ્યા ૬૨ ટકા હતી જયારે વડાપ્રધાનની કલ્યાણકારી યોજનાઓ અને અન્ય સોશ્યલ સેકટર દ્વારા ૨૦ ટકા અને ઓઈલ ટેકસનું કોન્ટ્રીબ્યુશ ૨૭.૩ ટકા ૨૦૧૪-૧૫માં હતુ.

જયારે ૨૦૧૭-૧૮માં તે વધીને ૨૯.૩ ટકા થયું, જોકે આ બોજા સરકાર પોતાના માથે તો ન જ લે. પરંતુ સરકારે કહ્યું કે આ ઘટનાનો પ્રભાવ આવનાર દિવસોમા પડે તેમાં કોઈ આશ્ચર્ય નથી જેને પગલે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. આ ખરેખર મોડિનોનિકસ છે. મફત ઈંધણના ભાવ ઓઈલ સબસીડી ઘટાડે છે. ત્યારે આયાતી ક્રુડ ઉપર ટેકસની રાહત રહેતી નથી.

આવનાર દિવસોમાં તેલ ૧૦૦ ડોલરથી ટકી શકે ? ૨૦૧૯ની ચૂંટણીમાં ક્રુડ ઓઈલને લઈ પેટ્રોલ ડીઝલના ભાવ ૧૦૦ની સપાટીને આંબી જાય તેવી શકયતા છે. ફૂગાવાને કારણે આ પરિસ્થિતિક પણ ઉભી થઈ શકે છે. મોદી સરકારે કેટલાક ઉત્પાદનો પર ડયુટી વધારીને ‚પીયાને મજબૂત કરવાની કોશિષ કરી છે.

પરંતુ ઈરાન પાસેથી અગાઉ ઓછા દરે મળતુ કાચુ તેલ હવે અન્ય દેશો પણ ખરીદતા થયા હોવાથી ભારત ને પણ ઈરાને અન્ય દેશોનાં ભાવે જ કાચુ તેલ આપવા લાગ્યું જેને પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ ઉત્તરોતર વધી રહ્યા છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૦૦ રૂપીયા ને આંબી જાય તો નવાઈ નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.