Abtak Media Google News

આજે જયારે નાની ઉંમરના યુવાનો પણ ઝપટે ચડે છે ત્યારે સૌએ તેનાથી સાવચેત રહેવાની જરૂર

ધુમ્રપાન અને તમાકુના સેવનથી શરીરની રકતવાહિનીઓમાં અવરોધ ઉભો થાય અને લોહીનો પ્રવાહ ધીમો થઇ જાય છે

આજના યુગમાં હૃદયનો ખ્યાલ રાખવો જરૂરી છે. આપણી જીવનશૈલી ખોરાક, દિનચર્ચા વિગેરેમાં મોટો બદલાવ આવતા લાઇફ સ્ટાઇલ આધારીત ઘણા રોગો વધ્યા તેમાં હાર્ટ એટેક સૌથી મોખરે છે. શરીરનું સતત ધબકતું હૃદય પર જ હુંમલો થાય તો મોત નકકી જ છે તેથી તેની સંભાવના વિશે સૌએ જાગૃત થવાની જરૂર છે. બ્લડનું પ્રેસર નિયમિત હોવું જરૂરી છે. લોહીનું ઉંચુકે નીચું દબાણ ઘણી મુશ્કેલી નોંતરે છે.

જેને માટે આપણે જ જવાબદાર છીએ તેથી જીવન શૈલી સાથે પ્રવૃતિ અને નાની કસરત કે યોગા જેવી વિવિધ બાબતો આનાથી આપણને બચાવી શકે છે.

સૌથી ચિંતાની બાબત એ છે કે ગંભીર અવસ્થામાં પહોચ્યા પછી જ આપણને ખબર પડે છે, જેને કારણે તેનો ઇલાજ કરવો પણ મુશ્કેલ બની જાય છે. સવારે મળ્યા હોય ને રાત્રે એટકેમાં મૃત્યુના ન્યુઝ કે બાથરૂમમાં ઓચિંતો એટેક આવ્યો ને ત્યાં જ રામ રમી જાય તેવી ઘટના પણ આપણે સૌએ જોઇ છે. આજકાલ તો ૩૦વર્ષથી નીચેના યુવા વર્ગ પણ આ સમસ્યામાં ઘેરાઇ જાય છે જે ખૂબ જ ચિંતાનડે વિષય છે.

હાલ ભારતમાં મોતના મુખ્ય કારણોમાં હૃદય રોગ ટોપથ્રીમાં સ્થાન મળેવે છે.

હાર્ટ એટેકના વિવિધ સંકેતો-તે થવાના કારણો સાથે બચવાના દશ ઉપાયો વિશે સૌએ જાણકારી મેળવવી જરૂરી છે. સાવચેતી એ જ સલામતી છે. હાર્ટ એટેક આવ્યા બાદની તકેદારી પરેજી પાડવા કરતાં પહેલેથી જ સાવચેત થવું શ્રેષ્ઠ છે. હાર્ટની નળી બ્લોક થવી, સ્ટેન્ડ બેસાડવા કે બાયપાસ જેવી વિવિધ ટ્રીટમેન્ટ કે સર્જરી ખૂબ જ ખર્ચાળ છે. યુવાનોમાં પ્રસરતીઆ સમસ્યા વ્યસનો, જંકફૂડ, બેઠાડુ જીવન, ચરબીવાળા ખોરાક સાથે ખોટી જીવન શૈલી મહત્વનો ભાગ ભજવે છે. હૃદયનો હુમલો થવાની સૌથી સામાન્ય ચેતવણીનો સંકેત છાતી કે હૃદયમાં અસ્વથ્તા અને ભારે પણાનો અનુભવ થવો કયારેક બળતરાપણ થાય આવામાં ડોકટરની સમયસરની ટ્રીટમેન્ટ તમને બચાવી લે છે.

શ્ર્વાસ લેવામાં બળપડે ને થોડું ચાલોને હાંફ ચડે તો ચિંતાનો વિષય છે. ઠંડીની ઋતુમાં પણ સખત પરસેવો વળવા લાગે તો તરત જ મેડિકલ પરામેર્શ કરવો જરૂરી બને છે. સરખો ખોરાક લેતા હો અને ઉંઘ પણ પુરી લેતા હો છતાં થાક લાગે સાથે તમારા હાથ વારવાર સુન્ન પડી જાય ને તમારા શરીરનું કોઇ પણ એક અંગ કામ કરવાનું બંધ કરી દે ત્યારે તમો ભયંકર મુશ્કેલીમાં છો જેથી ઇમરજન્સી મેડિકલી સારવાર તાકીદે લેવી જરૂરી બને છે. ઘણીવાર તો એકા એક વ્યક્તિ બોલતી વખતે અસ્પષ્ટ ઉચ્ચારણ કરવા લાગે તો પણ એટેકની ચેતવણી માનવી. વિશ્ર્વ હૃદય દિવસ દર વર્ષે ઉજવાય છે. ત્યારે તેના ૧૨ કારણો અને ૧૦ બચવાના ઉપાયો સૌએ જાણી લેવા જરૂરી છે. હૃદયની સંભાળ આજના યુગની સૌથી તાતી જરૂરીયાત છે. આજની અસ્ત-વ્યસ્ત અને ભાગદોડ વાળી જીંદગીમાં સૌથી વધુ શ્રમ આપણા હૃદયને પડે છે એ ભુલવું ન જોઇએ.

વધતી ઉંમર-પારિવારિક ઇતિહાસ, હાઇબ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વધવાના કારણે, ગ્સિરોલ અને ત્રણ ફેટીએસીડનું લેવલ વધવાથી, ધુમ્રપાન, દારૂનું સેવન, તણાવ રહેવો સ્થૂળતામાં વધારો વિગેરે જેવા અનેક કારણો હાર્ટએટક થવાના મુખ્ય કારણો છે જો વ્યક્તિ આ બાબતે થોડી દરકાર રાખે તો બહું મુશ્કેલી આવતી નથી.

હૃદય રોગો અટકાવવા માટે નિયમિત કસરત કરવી, સફરજન  ખાવો, સૂકો મેવો, સોયા, સ્ટ્રોબેરી જેવા બેરીજ, ટમેટા, લીલા શાકભાજી, આખુ અનાજ અને બ્રાઉન્ બ્રેડ જેવા વિવિધ ખોરાક લેનાર ને કોઇ મુશ્કેલી નથી આવતી. ૪૦ વર્ષ પછી નિયમિત મેડીકલી તપાસ કરાવવી સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. આજથી ૨૦ કે ૩૦ વર્ષ પહેલા આપણા દેશમાં ડાયાબિટીઝ બહું ઓછા લોકોને હતું આજે તે લગભગ દરેક ઘરમાં પહોંચી ગયું છે. જેમાં આપણી જીવન શૈલી બદલાય તે મુખ્ય બાબત ગણી શકાય છે. હમેંશા ખુશ મિજાજી તમોને હદયને તંદુરસ્ત રાખે છે. દરરોજ એક કિ.મી. ચાલવું ફરજીયાત જ છે.

આપણી ઘણી ભૂલોને કારણે જ આપણે હૃદયરોગી બનાવે છે. વધારે હાર્ટએટકે કે કાડિયાક અરેસ્ટ સવાર ના સમયે વધુ આવતા જોવા મળ્યા છે. અચાનકજ આવતા એટેક ના ઘણા કારણો હોઇ શકે છે.  જો કે તેનો કોઇ ચોકકસ સમયગાળો પણ નથી. ઘણાને ઉંઘમાં જ એટેક આવે ને તેનું મુત્યું થયું હોય તેવા ઘણા પ્રસંગો આપણે જોયા હોય. હૃદય રોગીને પોષક દેળ્યો હૃદય સુધી જે નળીઓ લઇ જાય તેમાં જો કોઇ અવરોધ કે મુશ્કેલી ઉભી થાય તો હૃદયને તકલીફ પડે કે એટેક આવવાની શકયતા વધે છે. સૌથી પહેલા તો હૃદયના ધબકારા અસંતુલીત થઇ જાય છે. જેના કારણે જ એટેક આવે છે.

બાથરૂમના એટેકમાં સવારે ઘણીવાર પેટ સાફ ન આવે ત્યારે વધારે દબાણ કરવાથી ધમતી પર દબાણ આવતા આ સમસ્યા સર્જાય છે. ભારતીય શૌચાલયો સૌથી શ્રેષ્ઠ હતા. આપણાં ઓરડા કરતાં બાથરૂમનું તાપમાન ઠંડું હોય આવી સ્થિતિમાં તાપમાનને સંતુલીત કરવા અને લોહીના પ્રવાહને જાળવી રાખવા હૃદયને વધુ શ્રમ કરવો પડે તેથી પણ એટેકનું કારણ ગણી શકાય. એક વાત છે કે સવારના સમયે આપણું બ્લડપ્રેશર વધારે હોય અને ઓચિંતુ ઠંડું પાણી માથા પર નાખવાથી પ્રેશર ઉપર અસર થતાં એટેક આવી શકે છે. માટે પહેલા પગ ઉપર પાણી નાખીને ધીમે ધીમે શરીર ભીનું કરો જે શ્રેષ્ઠ બાબત છે.

હાર્ટ એટેક આવે તો સૌ પ્રથમ વ્યક્તિને જમીન પર સુવડાવી દો, ચૂસ્ત કપડાં પહેર્યા હોય તો તેને ખોલી નાંખો, માથુ થોડું ઉંચુ રાખીને સુવડાવો, હાથ પગને સતત દાસતા રહો, દર્દીને શ્ર્વાસ લેવામાં પડતી તકલીફમાં તમારા મોંથી હવા ભરો અને તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરો, આ નાનકડી પ્રાથમિક સારવારથી દર્દીને બચવાના ચાન્સ વધી જાય છે. હાર્ટ એટેકના લક્ષણોમાં છાતીમાં દુખાવો, શ્ર્વાસમાં તકલીફ, નબળાઇનો અનુભવ થવો, તણાવ, ગભરામણ, ચકકસ આવવો કે ઉલ્ટી થવી સાથે કોઇપણ લક્ષણના દેખાયા વગર ડાયાબિટીસના દર્દીને સાઇલેન્ટ હાર્ટ એટેક આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.