Abtak Media Google News
  • મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને વિદિશા વચ્ચે સલામતપુરની પહાડી પર એક ઝાડ છે. જેને ૨૪ કલાક ગાડ્સનો પહેરો તેમજ ખાસ એક ટેન્ડરની સુવિધા કરેલી છેતેમજ સો એકરની પહાડી પર લોખંડની લગભગ ૧૫ ફુંટ ઉચી જાળીની અંદર આ વીવીઆઇપી બોધિવૃક્ષ છે.
  • શું રહસ્ય છે. આ ઝાડનું?
  • ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે બોધિ વૃક્ષ રોપ્યુ હતું તેમજ બુધ્ધ બોઘગયામાં આજ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. ભારતથી સમ્રાટઅશોક આ ઝાડની કલમ શ્રીલંકા લઇ ગયા હતા અને અનુરાધાપુરમમાં લગાવી હતી.
  • આ ઝાડનું એક પાન સુકાય તો પ્રશાસન હાફળુ ફાફળુ બની જાય છે. અને ઝાડ સુધી પહોચવા માટે હાઇવેથી પહાડી સુધી પાકો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. તેમજ ઝાડની દેખરેખમાં દર વર્ષ લગભગ ૧૨-૧૫ લાખ રૂપિયા ખર્ચાય છે.
  • ઉપરાંત ઝાડને બિમારીથી બચાવવા માટે કૃષિ વિભાગના અધિકારીઓ દર અઠવાડિયે મુલાકાત લે છે. અને ઝાડને પાણીની અછત ન પડે તે માટે ટેન્ડરની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.